________________
૯૨ - સુવાસ : જેઠ ૧૫
કુંજમાં આવી છે કે ગડગડાવતા કવિ ટપાલથેલી ખેલે છે; આવશ્યક પત્ર લખે છે. અને એ પત્રોની સંખ્યા ?-કેડીબંધ હોય છે. તેમને ખાનગીમંત્રી પાસે જ હોય છે. ઘણું ખરા પત્રોને જવાબ તે જ લખે છે, માત્ર કૌટુંબિક અને સ્ત્રીઓના પત્રોના જવાબો કવિ ' પોતે જ લખે છે. જગત ઉપર એકેય એ દેશ નથી, જ્યાંથી કવિ ઉપર પત્રે ન આવતા હેય ! તેમને સેક્રેટરીને તે ખૂબ મજા ! દેશદેશની ટિકિટો તેને મફત મળે. તેનું ટિકિટનું આ બમ પણ એક જેવા જેવી ચીજ છે !
કાગળપત્રોનું કામ પતાવ્યા પછી કવિ નિબંધ કે વાર્તા લખવા બેસે છે. ચંદનના લાકડાના સુગંધી મેજ ઉપર, મેરેક્ટોના કીમતી પૂઠાથી બાંધેલી, જુદા જુદા પ્રકારની ત્રણ ચેપડીઓ પડેલી હોય છે. કવિ પિતાની ઈચ્છા પ્રમાણે તેમાંથી એકાદ ચેપડી લે છે. કયારેક એકસાથે તેઓ ત્રણચાર જાતની રચના પણ કરી નાખે છે.
બપોરે તેઓ બરબર બાર વાગ્યે ભેજન માટે ઊઠે છે. તેમની પુત્રવધૂ પ્રતિમાદેવી પિોતે જ કવિનું બપોરનું ભોજન તૈયાર કરે છે. પ્રત્યેક વેળા તેઓ બાદશાહી ભજન લે છે. તે રાત્રે અંગ્રેજી ઢબનું ખાણું લે છે. તે તેમના પિતાના રસોડામાંથી જ તૈયાર થઈને આવે છે.
બપોરે ભોજન લીધા પછી કવિ છેડે થોડે વખત આરામ કરે છે. અને એ સમયે જ કવિ વાચન પણ કરે છે. મોટા મોટા ગ્રંથે તેઓ એકાદ કલાકમાં જ પૂરા કરી નાંખે છે. આપણે પુસ્તક ઉઘાડી એકાદ લાઈન વાંચીએ ત્યાં કવિ આખું પાનું પૂરું કરી નાંખે છે.
તેમની આવી ઝડપથી નવાઈ પામી મેં એક વખત પૂછ્યું, ‘ગુરુદેવ! આવું દળદાર પુસ્તક તમે આટલા જ વખતમાં કેવી રીતે વાંચી લીધું? માત્ર એકવાર આંખ ફેરવી ગયા છે તેમ જ લાગે છે !” કવિએ હસતાં હસતાં જવાબ દીધે, “ના, તો પૂરેપૂરું વાંચી ગયો છું. પરીક્ષા કરવી હોય તે કરી જુઓ.’
મને કુતૂહલ થયું. ચોપડી હાથમાં લઈ તેના બસોસતાણુંમે પાને શું છે, તે મેં કવિને પૂછ્યું. તમને સાંભળીને આશ્ચર્ય થશે કદાચ માનવામાં એ નહીં આવે પણ કવિ તે પાનાને પહેલેથી છેલ્લે અક્ષર ગડગડાટ બોલી ગયા ! તેઓની સ્મરણશક્તિ અદભુત છે ! કયારેક કયારેક બેરે તેઓ ચિત્રો પણ દેરે છે! બપોર પછી તેઓ તેમના નેહીજનો સાથે ચાપાણી પીએ છે. સાથે શેડાં પાકાં મીઠાં ફળો અને કેફી પણ લ્ય છે.
આ સાથે તેઓ ઓલટીન, કેકે, કે સેરાજનનું પણ સેવન કરે છે, આલફેન્ઝો કેરી તે તેઓ માટે બારે મહિના ખાસ પેક થઈને આવે છે.
સાંજે તેઓ કલાભવનમાં આવી નૃત્યગીતને પ્રોગ્રામ શરૂ કરે છે. પિતાનાં પુત્રપુત્રીને તેઓ પોતે જ નૃત્યગીત શીખવે છે. રાત્રે સાડાઆઠ વાગ્યે ભોજનને સમય થતાં, તે માટે ચાલ્યા જાય છે. કવિનું એકેએક કામ ઘડિયાળના કાંટા પેઠે ચાલે છે. તેમાં જરાયે ફેરફાર થતું નથી.
ભોજન સાથે તેઓ હંમેશાં શેરી કે સેપેઈન ધે છે; અને ખ્રિસ્તીઓની પેઠે, ભજન પહેલાં તેઓ મેજ ઉપર બેસી પ્રાર્થના પણ કરે છે. સુવા જતાં પહેલાં થોડીવાર તેઓ કાંઈક ગાય છે!
અમે માસ્તરસાહેબનું આ સંભાષણ નવાઈ સાથે સાંભળ્યું. વચમાં વચમાં મારી પત્ની એક-બે વખત વિરોધ કરવા તૈયાર થયેલ પરંતુ તેમ કરતી મેં તેને વારી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com