________________
9૪ - સુવાસ : જેઠ ૧૯૯૫ સંદર્ય તેને બક્ષાયું નથી. તે તે શ્યામ અબ્રોથી નાશ પામેલા ઉજાસવાળી, કે શિલામય ગિરિશંગ પર બેઠેલી-નિલાસ પ્રભાતના આત્મા સમી છે. મને એના જીવન વિષે પૂછશે નહિ. પુરુષના કાનને તે કદી પ્રિય નહિ લાગે.”
કેવી વ્યંગાત્મક વિશદતાથી ચિત્રાએ તેનું સકળ દારિદ્રય પ્રગટ કર્યું છે! સંદર્ય, સૌભાગ્યને પ્રેમવિહોણા જીવનનાં વહેણ પલટાવવા તેણે જે ભગીરથ પ્રયત્ન આદર્યો હતો તે આવી નિરર્થકતામાં પરિણમે એ તેના અંતરને કેટલું દુઃખકર નીવડયું હશે! અજ્ઞ અર્જુનને સર્વ પરિસ્થિતિ જણાવી તે પ્રત્યે તેનું કેવું વલણ રહે છે. તે પર હવે તે પિતાના ભાવિ પંથનું નિર્માણ કરવાની આશા બાંધે છે. - અર્જુન રાજકુમારી ચિત્રાંગદાનું કલ્પનાચિત્ર દેરે છે. વિજયદેવી શી ઓપતી, ત અશ્વ પર સવારી કરતી, ધનુર્ધારી રાજકુમારી તેના મનને હરી લે છે. નિકટની પ્રિયતમા હવે તેના જીવનને સૂર્ય નથી રહી, ને નથી રહી તેના પ્રેમને પ્રદીપ્ત કરતી પૂર્વની ચૈતન્ય
તિ. એ ચારુ વનખંડો, એ એકાન્ત ગિરિગરો, એ ગાઢ કુંજનિકુંજે, મનોરમ્ય પુષ્પગ્રહે, સોહામણી લતામંડપ–પૂર્વનાં એ પ્રેમનિકેતને હવે તેને અપ્રિય થઈ પડયાં છે. તેનું ધ્યાન વનમાંથી, જ્યાં રાજકુમારી ચિત્રાંગદા પ્રવાસ કરી રહી છે તે કલ્પના પ્રદેશમાં ન્દ્રિત થયું છે. પણ ચિત્રાને સદભાગ્યે તેમાં તેના અંતિમ સુખનો ઉદય થાય છે. જે વસ્તુ તેની પોતાની જ છે, જેના પર બીજા કોઈના પ્રભાવની છાયા નથી, જે નિજામામાંથી, ફૂલમાંથી સુગંધ ફોરે તેમ સ્વભાવ જ પમરે છે, તે પ્રતિનું અર્જુનનું આકર્ષણ તેનામાં હર્ષ સિવાય બીજું શું પ્રેરે ? છતાં સૌભાગ્યના ઉદય સામે રહેલી દુર્ભાગ્યની સંભવિતતા તેને આખી વસ્તુસ્થિતિ મૂળથી ચકખી કરવા પ્રેરે છે–
“અજુન, મને સાચું કહો; અત્યારે હું કઈ જાદુથી આ વિલાસી માર્દવતા, જગતના આરોગ્યવર્ધક, પરુષ સ્પર્શથી ખચકાતી આ નિર્માલ્ય સંદર્યપ્રભા મારા પરથી એખેરી નાખી મુક્ત બની શકે અને તેને મારા દેહ પરથી ઉછીનાં વસ્ત્રોની જેમ ફેંકી દઈ શકું–તમે તે સહન કરી શકશે ? આલિગતી નિબળતાની કલા-ચાતુરીઓને તિલાંજલી આપી, સાહસી હદયના મસહ સબળ, ટટ્ટાર ઊભી રહું; વેલ પેઠે ધૂળમાં ઢસરડાતાં નહિ, પણ કોઈ ઊંચા ગિરિ-ફર–વૃક્ષ પેઠે મારું શિર ઊંચું ધરી રાખું તે પુરુષનાં નયનને આકર્ષશે ? ન, ને, તમારાથી તે સહન નહિ થાય.'
સંદર્યનાં મધુ પી પી ઘડાઈ ગયેલો તેના સત્ય સ્વરૂપને આવકારી શકે તે ચિત્રાને અશકયવત ભાસે છે. અને છતાં એ પણ એટલુંજ એક્કસ છે કે આ ચંચળ લાવણ્ય કોઈ પણ હિસાબે અક્ષુબ્ધ, સ્થાયી સુખ જન્માવી શકવાનું નથી, કેમકે જેની મધ્યમાં તેને જીવવાનું છે તે જગત સાથે તેને કશે સંબંધ નથી. સૃષ્ટિનાં નિયમોથી તે અસ્પૃશ્ય છે, માનવજીવનનાં તોથી વિયુક્ત છે. અર્જુનના શબ્દોમાં તે કઈક વિલાસી દેવનો પ્રમાદથી પૃથ્વી પર પડેલા સ્વર્ગના એકાદ ખેડ સમું છે એટલે જ એ સત્ય નથી, માયાસ્વરૂપ છે. તેના બાહુપાશ વસમો છે પણ સત્યને જીરવવું છે તેથીયે અઘરું છે. એટલે વર્તમાન જીવનથી જ સંતોષ પામવાનો સંકલ્પ કરતાં ચિત્રા અર્જુનને કહે છે–
બહેતર છે કે હું મારી આસપાસ ચંચળ યૌવનની સઘળી લલિત ક્રીડાસામગ્રી પાથરી રાખું; અને વૈર્યથી તમારી વાટ જોઉં. જ્યારે તમને પાછા આવવાની ઈચ્છા થાય ત્યારે સ્મિતભેર, તમારા સારૂ, આ લાવણ્યમય દેહના પ્યાલામાં હું આનંદ-મદિરા રેડીશ, એ મદિરાથી જ્યારે કંટાળી જાઓ, પરિતૃપ્ત થાઓ, ત્યારે તમે કામ પર જઈ શકે છે, અથવા ક્રિીડા માણી શકે છે.'
[અપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com