________________
વટપદ્ર(વડાદરા)ના ઐતિહાસિક ઉલ્લેખા
[ પં. લાલચંદ્ર ભ. ગાંધી, પ્રાચ્યવિદ્યામંદિર, વાદરા] [ } ]
વિ. સં. ૧૬૩૮માં આધિન વ. ૧ શુક્રવારે વાચનાચાર્યે મહિમાસાગરે વટપદ્ર લખાયેલી પ્રતિયા નગરમાં લખેલી મયણુરેહા (મદનરેખા) મહાસતીના પ્રબંધની પ્રતિ અમદાવાદમાં વિજયવીરસૂરિના સંગ્રહમાં છે. ૧
કવિ ઋ ષવર્ધનસુરિએ વિ. સં. ૧૫૧માં રચેલ નલ–વદંતી–રાસની વિ. સં. ૧૬૫૦માં વૈશાખ શુ. ૭ રવિવારે વટપદ્ર નગરમાં લખાયેલી એક પ્રતિ અમદાવાદના શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તકના પાલીતાણાના જૈન પુસ્તકભંડારમાં છે.
રાહેનશાહ અકબ્બરથી ‘જગદ્ગુરુ' બિરૂદ્દારા સન્માનિત થયેલા સુપ્રસિદ્ધ હીરવિજયસૂરિએ સમ્રાટ અકબ્બરદ્વારા સર્વપ્રાણિ હિતકર પરાપકારનાં અનેક સત્કર્તવ્યો કરાવ્યાં, તેમાં સમાજના હિતનું શત્રુ ંજય તીર્થના ક્રૂરમાનનું કર્તવ્ય પણ ગણાવી શકાય. દૂર દેશથી સુરિએ માકલેલા સંદેશ–વચનથી તેમના પ્રતિનિધિ પં. ભાનુચંદ્રે હિમ-કષ્ટાની પરવા કર્યા વિના, કાશ્મીરના માર્ગને શેાભાવનારા ‘જયનલલંકા ’ નામના દસ યેજન (૪૦ કાશ) પ્રમાણવાળા મનેાહર સરેાવરમાં વહાણ-નૌકાવિહારથી મેઝ માણતા પાતશાહને અરજી કરી હતી. શત્રુંજય તીર્થના યાત્રિકને વચ્ચેના સમયમાં કર વિગેરેથી કનડગત થેઈ ધણા કરે ઈષ્ટદેવનાં દર્શન થતાં, એ દ સર્વથા દૂર કરવાને! સમયજ્ઞ યુગપ્રધાન એ મહાત્માના દૂરંદેશીભર્યાં દૂરદર્શી સુયશસ્વી પ્રયત્ન સલ થયા હતા. પ્રતિવર્ષ છ મહિના અને ૬ દિવસ સમસ્ત દેશામાં સર્વ પશુ, પક્ષી, જલચર પ્રાણિગણને અભયદાન આપ્યાનું અને ગુજરાતના જજીયા નામના અનિષ્ટ કરને દૂર કર્યાનું ફરમાન, વાચક શાંતિચંદ્રના હાથે ભેટ મેાકલાવી પાતશાહે હીરસૂરિના પ્રસન્ન અંતઃકરણની શુભાશિષ મેળવી હતી અને પં. ભાનુચંદ્રના પ્રયત્નથી શત્રુંજયના કર મુક્ત કરી સરિને શત્રુજય સમર્પણ કર્યાનું ફરમાન ભેટ ધરી એમાં વૃદ્ધિ કરી હતી.
વાદરાના સંઘ
શત્રુંજયમાં
રાધનપુર(ગુજરાત)માં વિજયસેનસૂરિ સાથે ચામાસું રહેલા હીરવિજયસૂરિએ ઉપર્યુક્ત સત્કાર્યથી પ્રસન્ન થઈ લાહેાર(પંજાબ)માં પાતશાહ પાસે રહેલા પં. ભાનુચંદ્રને વચનદ્વારા ઉપાધ્યાયપદથી સન્માનિત કર્યા હતા. પાતશાહ અકમ્બરે હીરવિજયસૂરિના પટ્ટધર વિજયસેનસૂરિને દર્શનાર્થ લાહેારમાં ખેાલાવી એ ઉપાધ્યાયપદના મહેાત્સવ કર્યા હતા અને વાદમાં વિજયી થયેલા વિજયસેનસૂરિને ‘સવાઈ વિજય’પદથી વિશેષ માનનીય કર્યાં હતા. આ તરફ્ હીરવિજયસૂરિ, શત્રુજય--સમર્પણુનું ફરમાન મળ્યા પછી ઘણા યાત્રિકાના સંધા સાથે શત્રુજયની યાત્રાએ પધાર્યા હતા અને ત્યાં ખંભાતના ઓસવાળ શ્રીમાન્ ૧. પ્રકટ થયેલ પ્રશસ્તિ–સંગ્રહ (ભા. ૨, પૂ. ૧૩૦)માં વટપદ્રને બદલે વિટપદ્ર એવું અશુદ્ધ છપાયેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com