________________
૯૬ . સુબ્રાસ : જેઠ ૧૯૯૫
વધારે ઊર્મિલ ખની જતા હેાય એવું સ્પષ્ટ લાગે છે. કાવ્યની અંતિમ પંક્તિ જેટલી ભવ્ય છે તેટલી જ
કપડાં ફાટયે થીંગડાં મૂકીએ, ઢાંકિયે દુખળાં ડિલ ; ડિલનાં ચામડાં જાય તૂટી તે મેાત કરે છે ઢીલ ! અમાને માનવભવનાં પાપ
ઢેડનું ગીત' તેની સાક્ષી પૂરશે. એ ઉર્મિલ પણ લાગે છે.—
હાંતક વેઢાવા માખાપ
''
અહીં છેલ્લી પંકતિમાં ‘ કહાંતક' એ શબ્દપ્રયાગ પણ યથાર્થ નથી. આ ઉપરાંત “તાજમહાલ અને યમુના ” ને લગતાં ખે કાવ્યેા, ‘અછતનાંગા પરજીત’, ‘ના ઝરૂખા ’, * હું એટલે! ’ વગેરે કાવ્યા તેની આંતરિક વસ્તુની નવીનતા કરતાં પણ તે વસ્તુને, કાવ્યદેહે અવતારવામાં રહેલ કૌશલ્યને અંગે દષ્ટિગાચર થતી વિપ્રતિભાના વિશિષ્ટ ચમકારાથી આપણને આકર્ષે છે. એ કાવ્યેાના ઉપાડ અને અંત મનેાહર છે, તેમજ તેની ભાવનાએ અને તેનું આલેખન પણ ઉદાત્ત છે.
આ સંગ્રહનાં કાવ્યેાની ભાષા સરળ, વિશદ અને પ્રાસાદિક છે. એ એના સૌથી મેટા ગુણુ છે તેમજ તેની ચુસીમા પણ એ ભાષાને પ્રચાર વધે એવા સવિકલ્પ પ્રયત્નમાં રહેલ છે. કાવ્યની વાણી (Poetic Diction) અત્યંત સરળ, સુખદ અને સામાન્યજન સમજી શકે એવી હેાવી જોઇએ એ આગ્રહ જરૂર પ્રશંસનીય છે . પરંતુ ભાવાનુકૂળ ઉન્નતભાષા પણુ કાવ્યને માટે અનિવાર્ય છે. આમ ન કરવાથી ઉપજતાં અનિષ્ટોનાં ઘેાડાં ઉદાહરણ આ સંગ્રહમાંથી જ મળી રહે છે. અત્યાર નદી પરનાં કાવ્યની છેલ્લી પક્તિએ આ રહી
• એકત્ર સાંધ્યપદથી તુજ વારિસ્થાને આ આભને અવનિનાં ઉર થાય આજે, એ સાંખ્ય રંગથી ભરી તુજ થાળ ધાજે પૂર્વે, અલી ! અરધવા ઊગતી ઉષાને.’
.
અહીં છેવટની પંક્તિમાં ‘ અલી ’ અને ‘ અરધવા ' એ શબ્દો જરૂર ખૂચે છે. ‘ તાજ મહાલ તે યમુનાની ગાથા' એ કાવ્યમાં યમુના કહે છેઃ
ܕ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રેમમૂ યાં ઉરયુગલનું એકતું અશ્રુબિન્દુ, હૈયે મારે નિત રજનિએ ઊગતા સૌમ્ય ઈન્દુ! નણે એની રજતગૂ થતી સ્નેહની સાંકળીએ બંધાઈને હૃદચધબકા આપણે સાંભળીએ !
અહીં છેલ્લી પંક્તિમાં રહેલ ‘ ધબકા ' શબ્દ પ્રથમની ત્રણે પંક્તિમાં રહેલ ભાવ અને માધુર્ય પર આકરા પ્રહાર કરતા હોય એમ નથી લાગતું !
પરંતુ આવી ત્રુટીઓ તેા ખહુ વિરલ પ્રસંગે જ મળી રહે છે એટલે એકંદર તેા આ કાવ્યસંગ્રહથી આપણને ધણું ઘણું મળ્યું છે. તદ્દન ગદ્ય સમી કવિતાએથી જ્યારે આપણું કાવ્યસાહિત્ય ગૂંગળામણુ અનુભવી રહ્યું છે તે ક્ષણે મધુર ગેય કાવ્યેાની દિશા તરફ દીવાદાંડીની ગરજ સારે એવા આ કાવ્યસંગ્રહ તેમાં રહેલ નૂતન કાવ્યવાણી (Poetic Diction), મનૈહર કલ્પના, આકર્ષક પદલાલિત્ય, ભક્તિરસનું નવું પ્રસ્થાન, પ્રખલ ભાવદર્શન અને ખબરદારની મંગલવાણીથી આપણા કવિઓને પ્રેરક થઈ પડશે. શ્રી કાલક પણ એમના કાવ્યેામાં રહેલ પ્રયોગશીલ તત્ત્વ તરફ વિશેષ જાગ્રત બની એમની કાવ્યવાણીને ઉત્કૃષ્ટ કક્ષાએ મૂકી ગુજરાતમાં મધુરતા પ્રસારે એટલું ઈચ્છી વિરમીશ.
રતિલાલ ઉકાભાઈ પટેલ.
www.umaragyanbhandar.com