________________
જીવન ઝરણાં ૮૧ કેટલી અનુચિત છે, દરેકે પિતાના બળ અને બુદ્ધિથી જ પિતાને જોઈતી વસ્તુ મેળવી લેવી જોઈએ વગેરે જણાવતો પત્ર લપ - સ્ત્રી ચાલાક હતી. બર્નાડ શાના બે-પાંચ શબ્દના અભિપ્રાયની પણ કેટલી કિંમત અંકાય છે તે તે જાણતી હતી. પરિણામે શાને પત્ર લઈ તે એક પત્રકાર પાસે ગઈ અને તેના વર્તમાનપત્રમાં શાને આ પત્ર છાપવા દેવાના મૂલ્ય તરીકે તે તેની પાસેથી બે ગીની લઈ આવી. તેમાંથી તેણે પિતાને જોઈતું પુસ્તક ખરીદો અને બર્નાડ શા પર તેણે પોતે પિતાના કેવા બુદ્ધિબળથી એ પુસ્તક ખરીદી લીધું છે એ દર્શાવતું પત્ર લખ્યો.
નેપાળના પ્રધાન રાર જંગબહાદુરને લાંડનમાં મહારાણી વિકટેરીયાએ જંગી મિજબાની આપેલી. તે પ્રસંગે ખાણુના ટેબલ પર તરેહતરેહની વાનીઓ ગોઠવવામાં આવી. પણ જંગબહાદુર તેમાંથી એકેને હાથ પણ અડાયા વિના ઊડી ગયા. મહારાણીએ તેમને હસીને આનું કારણ પૂછયું. જંગબહાદુરે મક્કમતાથી કહ્યું, “હું હિંદુ છું."
એક સમયે સમર્થ બંગાળી સાહિત્યકાર જેિન્દ્રલાલ રાય લંડનમાં એક સભા પાસેથી પસાર થતા હતા. સભામાં ભાષણ કરતા પાદરીને આ કાળા માણસને જોઈ પાને ચડે. તેણે રેય સામે તાકી મેથી કહ્યું, “ઓ મૂર્તિપૂજક ! સેતાન તારા માં સામે તાકી રહ્યો છે.” 3યે હસીને કહ્યું, “આપ તકે જ છે ને!” ને આખી સભાએ પણ એ હાસ્યને વધાવી લીધું.
એક પ્રસંગે ન્યાયમૂર્તિ રાનડેના અભ્યાસખંડમાં અચાનક એક ખ્રિસ્તિ અમલદાર આવી ચડ્યા. રાનડે તે વખતે તત્ત્વજ્ઞાનનાં કેટલાંક પુસ્તકે જોતા હતા અને એ પુસ્તકના ઢગ પર બાઈબલ પડયું હતું. એ જોઈ અમલદારે કહ્યું, “હર્ષની વાત છે કે આપ બાઈબલને સૌથી ઉપર રાખો છે.”
ન્યાયમૂર્તિએ ટગની નીચેથી ગીતા કાઢી તે બતાવતાં શાંતિથી કહ્યું, “પણ મૂળમાં તે આ છે.”
પીલ પાર્લામેન્ટમાં જુદા જુદા અભિપ્રાયો ને ફકરાઓ ટાંકીને લાંબુ ભાષણ કરતા હતા. તે વખતે એક સભ્ય વડા પ્રધાન ડીઝરાયલીને પૂછ્યું, “આપને તેઓ નામદારના ભાષણમાં કંઈ ખામી જણાય છે. ”
“ જરીકે નહિ,” ડીઝરાયલીએ ગંભીરતાથી કહ્યું, “તેઓ નામદાર આ જ પાર્લામેન્ટમાં આ પહેલાં બેલાઈ–પસાર થઈ ચૂકેલ જ હોય એ સિવાય કંઈજ નથી બોલતા. પછી એમાં ખામી સંભવી જ શી રીતે શકે?”
એક વખતે એક અંગ્રેજ મૂડીદાર ડીઝરાયલી પાસે આવ્યો અને પિતાને ઉમરાવ બનાવવા માટે તેણે તેને ખૂબ જ આગ્રહ કર્યો.
“દિલગીર છું કે કેટલાંક કારણોસર હું આપને ઉમરાવ નથી બનાવી શકો,” ડીઝરાયલીએ કહ્યું. અને પછી શાંતિથી ઉમેર્યું, “પણ આપ આપના મિત્રોને ખુશીથી કહી શકે છે કે મેં આપને ઉમરાવપદ લેવાની વિનંતિ તો કરી હતી પણ આપે તેને અસ્વિકાર કર્યો છે. આથી આપનો દરજો અને માન ઉલટાં બેવડા વધી જશે.”
પિતાની યુવાનવયમાં ડીઝકાયલી એક પ્રસંગે નાણાંની તંગ સ્થિતિમાં આવી પડેલે. તેણે એક અંગ્રેજ મૂડીદાર પાસે હજારેક પાઉંડ ઉછીના માગ્યા. મૂડીદારે પૂછ્યું, “ અડાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com