________________
૮૪ સુવાસ : જેઠ ૧૯૯૫
* બીજી વખતે સભાના સર્વે સભ્યો બેસી રહ્યા. પણ ડો. કઝીન્સ ઊભા થયા. કૃષ્ણ મૂર્તિએ તેમને તેમ કરવાનું કારણ પૂછ્યું. ડોકટરે શાંતિથી ઉત્તર આપ્યો, “ આપનાજ સિદ્ધાંત પ્રમાણે કેઈએ વિચારપરવશતા ન રાખવી જોઈએ. આપ બેસવાનું કહે ત્યારે અમારે શું બેસી જ રહેવું ? મને આપના પ્રત્યે માન છે અને તે માટે હું સ્વાભાવિક રીતે ઊભો થયો છું ?” • શ્રી દયાનંદ સરસ્વતિને વાદનું આહવાન આપતાં કાશીના એક પંડિત હાથમાં છરી બતાવી કહ્યું, “જે હારે એનાં નાકાન કાપી લેવાં.” મહર્ષિએ કહ્યું, “એકલાં નાકાનજ શા માટે?” ને હથેળીમાં ચપ્પ રમાડતાં ઉમેર્યું, “આ ચપુથી ભેગી જીભ પણ કાપી લેવી.”
ડેકકન કોલેજના પદવીદાન–સમારંભ પ્રસંગે ડે. ભાંડારકરે અંગ્રેજોના ગુણગાન ગાતાં કહ્યું, “જે અંગ્રેજો ન હતો તે હિંદની પ્રગતિ સંભવિત ન બનત. દાખલા તરીકે હું તેકયાંક અજાણ્યા ખૂણામાં આચમન કે સંધ્યા કરતે બેઠો હેત.” સમારંભના પ્રમુખ પ્રિન્સીપાલ બેઇને ઉમેર્યું, “અને શિવાજી હોત તે તે આ યુગમાં અચ્છે ક્રિકેટર બની શક્યો હેત. નાના ફડનવીસે પણ ટેનીસમાં એકાદ લવલેટ છ હેત.”
ટેંપલની કુશાગ્ર બુદ્ધિ કઈ પણ વિષય પર નવો પ્રકાશ ફેંકી શકતી, પણ જ્યારથી તેણે એડીસન પાસેથી કેટલાક પાઉંડ ઉછીના લીધા ત્યારથી તે તેની સાથેની ચર્ચામાં હંમેશાં મૂક સંમતિજ દાખવવા માંડી. એડીસને એ એક પ્રસંગ જોઈ તેને કહ્યું, “ જનાબ, કાં તે મારી સાથે રીતસરની દલીલ કરો અથવા તે પછી મારા પાઉંડ મને પાછા આપે.”
એડીસન સાથેની વાતચીત પછી એક સ્વરૂપવતી રમણીએ તેને કહ્યું, “ તમે ખૂબજ ગંભીર અને ઓછાળેલા છે.” “દેવીજી,” એડીસને ખીસામાંથી નવ પેન્સ કાઢી તેને હથેળીમાં ધરતાં કહ્યું, “મારા ખીશામાં આ નવજ પેન્સ છે. પણ એનો અર્થ એ નથી કે મારી તિજોરીમાં પણ નવજ પેન્સ છે.”
બ્રિટનના વડા પ્રધાન પીટ સાથે એક પ્રસંગે ભેજન લેતાં બે ફ્રાન્સના વધતા જતા બળ અને તેના ભયજનક પરિણામ પ્રત્યે તેનું ધ્યાન દે. પીટ્ટ ગર્વથી કહ્યું, “આ દેશનું બંધારણ અને તેની આબાદી તે દિને કયામત સુધી સલામત છે.” બંક હસીને ઉત્તર દીધે, “હું દિને કયામતના ભયની વાત નથી કરતો.”
રશિયાના સુશોભિત રાજમહેલમાં એક દિવસે જંગી મહેફીલ ગોઠવાઈ હતી. તે પ્રસંગે રાણ કેથેરાઈન તેિજ દરેક વિષય પર દેખરેખ રાખતી હતી. ભેજન વખતે એક નોકરની જરૂર જણુતાં તેણે બૂમ મારવા માંડી. પણ અનેકમાંથી એકે નેકર ત્યાં ન દેખાયો. તે પિતે નોકરેની શોધમાં ચાલી. ડીક પળમાં તેણે એક નેકરને તે ભેજનખંડમાં એકલાવી આયો, પણ સાથે તે ન આવી શકી. એક રાજવંશી મહેમાન રાણીની શોધમાં ચાલ્યા. તેણે નોકરોના ખંડમાં જઈ જોયું તે રાણી નેકરે સાથે બેસી પાનાંની રમત રમતી હતી.
“આ શું ?” રાજવંશોએ સ્તબ્ધ થઈ પૂછયું.
“બધાજ નોકરો રમતે ચડયા હતા,” રમતમાંથી ઊંચું પણ જોયા વિના રાણીએ ઉત્તર દીધે, “તેમની રમતમાં ભંગ પાડ મને વ્યાજબી ન લાગે; પણ એક નોકરની તે અનિવાર્ય જરૂર હતી. એટલે એને તમારા ખંડમાં એકલી હું એનો દાવ સાચવી રહી છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com