________________
ચિત્રાંગદા : રસદર્શન
બાલચંદ્ર મણિલાલ પરીખ (ગતાંક પૃ. ૩૮ થી ચાલુ )
પ્રકૃતિની ગોદમાં પ્રફુલતું, નિવૃત્તિમાં વિકસતું, આનંદ અને વિષાદના તેજઅન્ધારમાં વિહરતું નવદમ્પતી વિલાસતૃપ્તિને આરે આવીને ઉભે છે. પ્રેમલગ્નનું એક વર્ષ પૂરું થવા આવ્યું છે. વર્ષાઋતુ ચાલી રહી છે. ધોધમાર વર્ષની મેઘધારાને નિહાળતા અર્જુનને આવા સમયે ખળભળેલાં નદીનાળાં ઓળગી જ્યારે પાંચે બાંધો, વન વીંધતા, ગિરિગર ભેદતા, મૃગયા રમવા નીકળતા ત્યારનો પ્રસંગ ફુરી આવે છે. મયૂરના કેકારવથી ગાજતા ચિત્રકવનના પ્રદેશે, અખલિત વર્ષની મેઘધારાના નાદ, એમમાં વિહરતાં પધરના ગભીર નિર્દોષ, વનમાં વિચરતાં પશુઓ, બેઉ કાંઠે છલકાતાં નદીનાળાં, અને તે બધાના દર્શને એકસાથે ધબકતાં બાધવહદયો, એ સર્વના સમરણે પ્રગટતી કલ્પનાસૃષ્ટિમાં અર્જુન વર્તમાનને ભૂલી જઈ તલ્લીન બને છે. એ અદ્દભુત ચિત્રાંગદા'—જગવિખ્યાત રસનાટિકાના મહાન સૃષ્ટિની મોહકતા તેનામાં પ્રબળ ઉત્કંઠા જગાવે લેખક-કવિવર રવીન્દ્રનાથ ટાગોર છે અને મૃગયા ખેલવા નીકળવા તે ચિત્રા સમીપ પિતાની ઇરછા વ્યકત કરે છે; પણ ચિત્રા તો અધવચથીજ તેને કાપી નાંખે છેઃ
“પહેલાં જે શિકારની પાછળ પડયા છે તેને જ ઝબે કરો. તમે નજીકમાં નજીક ધારતા હો ત્યારે તે વનપશું તમારી પાસેથી હંમેશાં સ્વમવત છટકી જાય છે. જુઓ, ગાંડે તુર વરસાદ સહસ્ત્ર બાણ ફેંકતા વાયુ પાછળ ધાય છે પણ તે તે સદાય મુક્ત અને અજેય ચાલ્યો જાય છે.'
અને વર્ષો અને વાયુના આ પ્રકૃતિદર્શનના રૂપકને પિતાના જીવન સાથે ઘટાવતાં તે ઉમેરે છે--
આપણું કીડા એ, પ્રાણનાથ ! એવી જ છે. તમે સૌદર્યના વિદ્ગતિ આત્માની પાછળ, તમારી પાસે છે તે એક એક બાણ ફેંકતા, ધાઓ છે, છતાં આ જાદુઈ હરણ સદાય મુક્ત અને અપૃષ્ટ દેડયા કરે છે.. .,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com