________________
SE
अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥
*
પ્રય
#ક +
+ ર
= કે
કે
હે
કે આ
પુસ્તક ૨ જું ]
વિ. સં૧૯૯૫ : જેઠા
[ અંક ૨
-
-
દર્શન
અંક મંદિર હતું. મંદિરની મધ્યમાં એક દેદીપ્યમાન હીરો ઝગમગતો. એ હીરામાંથી ટતાં તેજકિરણો મંદિરની ભીભીંતે પથરાઈ જતાં; ને ભીંતના અણુએ અણુમાંથી પ્રતિબિબિત થઈ તે પુનઃ હીરામાં ભળી જવા ઝંખતાં. પણ ભીતિ માટીની હતી. એકાએક કિરણ એ ભીતિના અકેક અણુમાં અટવાઈ જતું.
પણ હીરો સામાન્ય હેત, કિરણે સામાન્ય ન્હોતાં. બંનેમાં દૈવી આત્મતેજ ઝળહળતું. પરિણામે અણુઅણુએ અટવાયેલ કિરણ હીરામાં જઈ ભળવાને એ અણુને પ્રતિબિંબક-હીરાની પ્રતિમા સમું બનાવવા મથતું. ને અણુમાં આંતરિક કે બાહ્ય વેગ પ્રગટ; તેનામાં હીરા સરીખાં બનવાની ભાવના જન્મતી.
ને પ્રતિબિંબક બનવાની આ ભાવના ને ક્રિયા એ ભીતને જીવનક્રમ બનતે.
ભીંત ક્યાંક સપાટ હોય તો કયાંક વિશેષ ખરબચડી પણ હૈય; પણ જીવનના પરમ તેજથી પ્રત્યેક અણુ ઘડાઈન-ઓગળીને પણ ઊજળો, ચકચકતો ને હીરા સમો બનવા મથતે. ને એ રીતે ચક્તિ થતે ભાગ ખરબચડાને પિતાના સમ બનવામાં સહાયક થતા.
ચકિત-પ્રતિબિંબક બનતા જતા ભાગમાં પૂરાયલ કિરણો સ્વતંત્ર બનતાં; હીરા સાથે તે એકરૂપ થઈ શકતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com