________________
૬૪ - સુવાસ : જેઠ ૧૯૯૫
વ્યાખ્યાન પૂરું થતાં સુધી પૂરી શાન્તિ જળવાઈ રહી. વિદ્યાર્થીનીને પણ સાચા વખાણની તાળીઓથી સહુએ વધાવી લીધી. પરંતુ તેમાંથી પાછી અવ્યવસ્થા શરૂ થઈ ગઈ.
પ્રમુખે સહુના મત માગ્યા. વિદ્યાર્થીઓએ સમાન હક્કની તરફેણમાં પણ હાથ ઊંચા કર્યા અને વિરુદ્ધમાં પણ હાથ ઊંચા કર્યા. વ્યાખ્યાન માટે કેઈને ગંભીરતા હતી જ નહીં, એથી કેઈને જ્ઞાનમાં વધારો થાય એમ લાગતું નહોતું. જ્ઞાનમાં વધારો કરવાની ઈચ્છાથી ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી ભણે છે. ભણવાની જરૂર છે, ભણવાની ટેવ પડી છે, બીજા ભણે છે માટે દેખાદેખી વિદ્યાર્થીઓ ભણે જાય છે.
કશે ઠરાવ પસાર થશે નહીં અને પ્રમુખે પિતાનો આભાર માનવાની તક ન આપતાં સભા બરખાસ્ત કરી. સભા બરખાસ્ત થતાં રાસી બુમાબુમ, પછાડાછા, ભાંગતા અને ધક્કા ધક્કા સહ આ હિંદના-જગતના ભાવિની કૂચી ધારણ કરનાર વિદ્યાર્થીવર્ગ વ્યાખ્યાનગૃહની બહાર નીકળવા લાગ્યો. સમાન હક્ક માગતી કન્યાઓએ પિતાના હક્કને બાજુએ રાખ્યો. અને પુરુષ વિદ્યાર્થીઓને પહેલા બહાર નીકળવાની તક આપી.
બહાર શયતાન ઉછળતું હતું. અંદર વિદ્યાર્થીઓનું ટોળું ધીમેધીમે દરવાજા તરફ આગળ વધ્યું.
“ભના, હું બહુ સારો જવાબ આપે.” એક યુવતીએ વ્યાખ્યાન આપી ચૂકેલી વિદ્યાર્થીનીને કહ્યું.
હું,” તિરસ્કારથી શોભન એ માનને સ્વીકાર કર્યો. એને તિરસ્કાર એની સહી પણ પ્રત્યે નહતો. વિદ્યાર્થીવર્ગને અવિનય તેને જરૂર ખૂચ હતો.
“પાછું રસ્તે એનું એ જ થશે.' બીજી યુવતીએ કહ્યું. સહશિક્ષણથી વિદ્યાર્થીઓની વાસની તીવ્ર બની છે અને શૌર્યની કક્ષા નીચી ઊતરી છે એમ ઈ આરેપ મૂકે તે તેના પુરાવા કૅલેજ અને કૅલેજની બહાર છેક ન મળે એમ કહેવાય નહીં. છોકરીઓને નિહાળવાની તક મળે એવા ઉદ્દેશથી સરસ્વતી પૂજન કરતા વિદ્યાર્થીવર્ગ છેક હારે નહીં હોય!
“હું તે ચંપલ જ લગાવી દઉં' ત્રીજી યુવતીએ કહ્યું. એ પ્રમાણે બને કે કેમ એ જુદી વાત છે. પરંતુ પુરુષોના ભણતરની સાથે વર્તનનું ઘડતર ચંપલને પાત્ર છે એવો અભિપ્રાય તો ઘણી વિદ્યાર્થીનીઓ ધરાવે છે. સહુને બહાર નીકળવા દેઈ શેભના છેલી બહાર આવી.
બારણુ પાસે દસબાર યુવકે લટાર મારી રહ્યા હતા. સ્ત્રીઓને નિહાળવાની સૃજનજૂની પુરુષઘેલછા બ્રહ્મચર્યાશ્રમમાં પણ ભભૂકવા લાગે છે. કોઈએ તીરછી આંખે, કેઈએ સીધી નજરે, કોઈએ હસીને, કોઈ એ સહજ ટટાર બનીને બહાર નીકળતી વિદ્યાર્થીનીઓ તરફ નજર નાંખી.
પગથિયા પાસે એક ચમકતી મોટરકાર ઊભી હતી. મહત્તાની ભાવના સાથે જડાઈ અનેક યુવક યુવતીઓને ચંચલ બનાવતી આ કહેવાતી જડ ગાડી પાછળ હિંદની રસિક્તાને ઈતિહાસ પણ રચાતો જાય છે. ગાડીમાંથી એક યુવક છટા અને સ્વચ્છતાથી બહાર નીકળી આવ્યો. એણે જ સ્ત્રીઓને સમાન હક્ક વિરૂદ્ધની દલીલ કરી હતી. પહોળો પાયજામો, રેશમી પહેરણ, સફાઈદાર ચશ્મા, અને વ્યવસ્થિત રીતે અવ્યવસ્થિત રાખેલા વાળથી સહમણે દેખાતે એ યુવક જરા પણ સંકોચ વગર શેનાની પાસે ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com