________________
૮૮- સુવાસ જેઠ : ૧લ્પ પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. આવાં ધ્યાનમાં મગ્ન થયેલા મુનિનું મન સમગ્ર જગતને સાક્ષાત્કાર કરે છે ને આત્મશુદ્ધિ પ્રાપ્ત કરે છે. અને છેવટે ધ્યાતા અને ધ્યાનના અભાવે એમની સાથે એકાકાર થઈ જાય છે.
આમ ધ્યાનના ચાર પ્રકાર વણવી, જેન શાસ્ત્રમાં પ્રસિદ્ધ ધર્મધ્યાન તથા શુકલ ધ્યાન એમ ધ્યાનના બે ભેદ પાડી, ધર્મધ્યાનના આજ્ઞાવિય, અપાયરિચય, વિપાકવિચય તથા સંસ્થાનવિચય એવા ચાર પ્રકાર વર્ણવી શુકલધ્યાનના પણ ચાર પ્રકારે વર્ણવે છે, કારણકે મોક્ષપ્રાપ્તિનું સાક્ષાત કારણું તે શુકલધ્યાન જ છે.
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શ્રી હેમચંદ્રાચાર્યે ધ્યાનના જે ચાર પ્રકાર પિંડસ્થ, પદરથ, રૂપસ્થ અને રૂપાતીત વર્ણવ્યા છે તે તેમની પૂર્વના કેઈ પણ જૈનગ્રંથમાં વર્ણવેલા છે કે નહિ. નિઃશંકપણે તેમની પૂર્વને કહી શકાય એવા કોઈપણ જૈનગ્રંથમાં તેવો ઉલ્લેખ લેખકને ઉપલબ્ધ થયો નથી.
જ્ઞાનાર્ણવ ગ્રંથમાં તે ઉલેખ છે, પરંતુ તે ગ્રંથ ગશાસ્ત્ર પહેલાં રચાયો હોય એવું નિશ્ચયાત્મક પ્રમાણ નથી મળતું. એટલું જ નહિ પણ તે ગ્રંથ યોગશાસ્ત્ર પછીને છે એમ લેખકને મત છે, જે “શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ'ની તૈયાર થતી પ્રસ્તાવનામાં વિસ્તૃત ચર્ચાપૂર્વક દર્શાવ્યો છે.
શ્રીજિનદત્તસૂરિકૃત ‘વિવેક વિલાસ'માં ધ્યાનના આ જ પ્રમાણે ચાર પ્રકાર વર્ણવ્યા છે. પણ એ વાગડગ૭ના શ્રીજિનદત્તસૂરિ યોગશાસ્ત્રકાર શ્રી હેમચંદ્રસૂરિ પછી આશરે ૩૬ વર્ષ બાદ થયો છે. વસ્તુપાલ મંત્રીને શત્રુ જ્યની યાત્રાએ ગયેલ સંધમાંના આચાર્યોમાં તેમનું પણ નામ માલમ પડે છે તેથી સંવત્ ૧૨૭૭માં પણ તેમનું અસ્તિત્વ હતું એમ સાબિત થાય છે. તેમણે યોગશાસ્ત્રમાં વર્ણવેલા ધ્યાનના નવીન ચાર પ્રકાર અનુસાર જ ઉક્ત વર્ણન કર્યું હોય એમ લાગે છે. તે વર્ણન સંક્ષિપ્ત હોવાથી અત્રે આપીએ છીએ –
विवेकविलास उल्लास ११"रूपस्थं च पदस्थं च पिण्डस्थं रूपवर्जितम् । ध्यानं चतुर्विधं प्रोक्तं संसारार्णवतारकम् ॥" ३६
“ રૂપસ્થ, પદસ્થ, પિડસ્થ અને રૂપાતીત એવા ચાર પ્રકારનું ધ્યાન સંસાર સમુદ્રમાંથી પાર ઉતારનારું છે. ” “પથતિ પ્રથમ જ તૌતિ દયે તતઃ તમયઃ ઃ ચાત્તતઃ જણાતીતઃ કમાત્ ૨૦
“બાતા પ્રથમ એયનું રૂપ જુએ, પછી પદવડે એયની સ્તુતિ કરે, પછી સ્વશરીરમાં તન્મય (એયરૂપ) થાય અને પછી ક્રમે રૂપાતીત થાય.” " यथावस्थितमालम्ब्य रूपं त्रिजगदीशितुः । क्रियते यन्मुदा ध्यानं तद्रूपस्थं निगद्यते ॥" ३८
“ત્રિલોકના નાથનું જેવું છે તેવાં જ રૂપનું આલંબન લઈ પ્રમોદપૂર્વક ધ્યાન કરવું તે રૂપસ્થ ધ્યાન કહેવાય.” "विद्यायां यदि वा मन्त्रे गुरुदेवस्तुतावपि । पदस्थ कथ्यते ध्यानं पवित्रान्यस्तुतावपि ॥" ३९
વિદ્યા કે મંત્રનું, ગુરુદેવની સ્તુતિનું, તથા અન્ય પવિત્ર સ્તુતિનું ધ્યાન તે પદસ્થ ધ્યાન કહેવાય.” "यत्किचन शरीरस्थं ध्यायते देवतादिकम् । तन्मयीभावशुद्धं तत् पिण्डस्थं ध्यानमुच्यते ॥” ४२
શરીરમાં કોઈપણ દેવતાદિકનું તન્મયતાથી શુદ્ધ જે ધ્યાન કેપિઠસ્થ ધ્યાન કહેવાય.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com