Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 63
________________ તારા-તણુમાં શ્રી સુભાષબે સ્થાપેલો ન ફેરવડ પક્ષ. કવિવર ટાગોર બાબુ સુભાષને શાંતિ માટે અભિનંદન મોકલાવે છે. પરદેશી પત્ર સુભાષ સામે ગાંધીજીની જીતને વધાવી લે છે. સુભાષ-મહાત્માજી પત્ર વ્યવહારનું પ્રકાશન. વેલેારમાં હિંદુ-મુસ્લીમ અથડામણ. લખનૌમાં શિયા-સુત્રી ઝગડે. પ્રાન્તિક મુસ્લીમ લીગના પ્રમુખપદેથી સર સિકંદર શેલાપુરમાં હિંદુઓ અને મહાસભા સામે બખાળા કાઢે છે. વૃંદાવનમાં ગાંધી સેવાસંઘની બેઠક, સરદારશ્રી કહે છે, “ગાંધીજી કરતાં બીજે માટે હીટલર મેં નથી ને.’ મુંબઈમાં દારૂનિષેધક સભાઓ અને ધાંધલ. મુંબઈ સરકારના વેચાણ વેરા સામે વેપારીઓને વિરોધ. ગયામાં હિંદુ-મુસ્લીમ રમખાણ. માજી વડા પ્રધાન ખરે ગાંધીજી પર આક્ષેપ કરતાં તેમને પોતાની સામે ચૂંટણીમાં ઊભા રહેવાનું આહવાન આપે છે! સીમલામાં ગૃહમંત્રીઓની પરિષદ. સિદ્ધપુરમાં હિંદુમુસ્લીમ હુલ્લડ. ઓરિસ્સાના પોલીટીકલ એજન્ટના ખૂનને માટે ત્રણને ફાંસી, આડને દેશનિકાલની સજા. મુંબઈ વિદ્યાપીઠની છેલી મેટ્રિકની પરીક્ષામાં ૨૧૧૦૩માંથી ૧૩૨૦૩ વિદ્યાર્થીઓ પસાર થાય છે. મુનશીજી કહે છે, “મને છૂટ મળે તે નદી તીરે જઈ બેસે. અહિંસાની કલ્પના ને તેના પ્રયોગે હિંદને અમર બનાવ્યું છે, એ સિદ્ધાંત સારા જગતમાં અમર બની શકે છે. ચંપારણમાં વડાપ્રધાન મા. ખેર કહે છે, “જનતા પ્રધાનના રાજા રૂપ છે. કચ્છમાં જેલમાં અને જેલબહાર મારપીટ, મહાત્માજી રાજકોટમાં. વાયર ચૂકાદાને ફગાવી દઈ તેઓ ભૂલ કબૂલે છે. સમાધાન અને શાંતિ. ભાવનગરમાં પ્રજા પરિષદની બેઠક વખતે હુલ્લડ. હિંદ-બ્રિટન વેપારી કરાર ! આફ્રિકામાં એશિયાવાસીઓ સામે કાળો કાયદે. તેની તરફેણમાં બેલતાં ધારાસભ્ય કહે છે, “અલગપણનો સિદ્ધાંત તે હિંદમાંથી આવ્યો છે.' (હિંદ એ ઉત્તર આપે કે “ચાર્લ્સ, કોમવેલ, શિંગ્ટનને ઇતિહાસ અમને ઈંગ્લડે શીખવ્યું છે, તે ?) બ્રિટન છે જર્મને હદપાર કરે છે; જર્મની છ અંગ્રેજોને કાઢે છે. રશિયાના પરદેશમંત્રી લીટવીનેફનું રાજીનામું, તે સ્થળે મોલટેવની નિમણુક. જમન-ઇટાલિયન પદેશ મંત્રીઓ પરસ્પરની મુલાકાતે ને બંને દેશો વચ્ચે થયેલ લશ્કરી કરાર. જર્મની-ઈટાલિના વિમાની દળને જોડી દેવાની યોજના. જર્મની રશિયા સામેના વિરોધને ફગાવી દઈ તેની સાથે મિત્રતા બાંધી બ્રિટનને કદાચ પડકારે પણ! આલ્બનિયાના વિજય પાછળ ઈટાલિએ ૪૮ કરોડ લીરાનો ધૂમાડે કર્યો છે. ડયુક ઓફ વડસરનું વડુર ખાતેથી બ્રોડકાસ્ટ ભાષણ, અને કેનેડા અને બ્રિટનમાં તે સામે પ્રતિબંધ. સ્વિતંત્રતા વાદીઓને ધન્યવાદ !) સેવિયેટ સાથે કરાર કરવાની બ્રિટનની હાંસ અને ધીમી પ્રગતિ. જર્મન ઇટાલિ ધરીમાં યુગેસ્લેવિયા જોડાય છે. પેલેસ્ટાઈનની યોજના ઇજીપ્ત અને આરબે બંનેને નાપસંદ છે. (પણ બ્રિટનને પસંદ છે ને !) ઈંગ્લડ ઝેસ્લેવેકિયાનું સાઠ લાખનું અનામત સેનું જર્મનીને સેપે છે. [હિંદને પણ એનું કંઈક ન લેંપે ?] શહેનશાહ કેનેડા અને યુનાઈટેડ સ્ટેટસના પ્રવાસે. દિલે જાન આવકાર. તેઓ નામદાર વૅશિટનની કબર પર ફૂલ ચડાવે છે. [‘જીવતાં જુતાં-મર્યે પુષ્પ'ની કહેવત સાચી લાગે છે.] લોર્ડ સેમ્પલ ફેડરેશનની તરફેણમાં વદે છે. શ્રવણબેલગેલમાં જગતની મહાનમાં મહાન વિરાટમૂર્તિ-બાહુબલિના અભિષેક પ્રસંગે તેની ફીલ્મ લેવાશે. મુંબઇની ફીલ્મ પરિષદમાં સીનેમા દ્વારા શિક્ષણની સલાહ અપાય છે એ જ પ્રસંગે કેટલીક નદીઓ “સીનેમામાં ચારિત્ર સંભવિત નથી,’ એવાં આત્મવૃત્તાંત બહાર પાડે છે. જાપાનમાં નીતિબોધક સિવાયની દરેક ફિલ્મો સામે બાળકો અને યુવાનો માટે પ્રતિબંધ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64