________________
મળ્યપરિચય - Dી છે.
અવન્તીનાથ–લેખક: શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહ. પ્રકાશક: ઇન્દ્રવદન બળવંતરાય ઠાકર; 'પ્રજાબંધુ” પ્રેસ, રેવડી બજાર, અમદાવાદ. કિંમત રૂ. ૨.
“ પ્રજાબંધુ'ના ગ્રાહકને ૧૯૭૯ની ભેટ” તરીકે આ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. એના નામાંકિત લેખક શ્રી. ચુનીભાઈ શાહ ઐતિહાસિક નવલકથાઓ તે વર્ષોથી લખે છે પણ છેલ્લાં ત્રણેક વર્ષથી તેમની તે નવલેમાં સંસ્કારિતા, સુરેખ પાત્રવિધાન અને વસ્તુ ગૂંથણની કલામયતાને જે સુમેળ જળવાઈ રહે છે તે લેખકને ગુજરાતના અગ્રગણ્ય વાર્તા. કારમાં સહેજે ઉચ્ચસ્થાન અપાવે એવો છે.
‘કર્મયોગી રાજેશ્વર” અને “રાજહત્યા” એ બંને નવલકથાઓએ એમને ગુજરાતના વિજયી વાર્તાકાર તરીકે ઓળખાવ્યા. “અવન્તીનાથ એમને પ્રથમ પંક્તિના ત્રણચારની હરોળમાં લાવી મૂકે છે.
અવન્તીપતિ ભેજ : સરસ્વતીને અને સરસ્વતી સેવકને તે પ્રિયતમ બને છે, પણ એનાજ પરિણામમાં તે રાજકારણમાં પૂરું લક્ષ નથી આપી શકત; તેને કીર્તિલાલસાને ચેપ વળગે છે. એ લાલસામાં તે મહાકવિ–પંડિત ધનપાળને ગંભીર અન્યાય કરી બેસે છે, પણ એ અન્યાયને પશ્ચાતાપ તેની લાલસાને જ ખે છે. તેને ભાટ-કવિઓ પ્રત્યે ઘણું ઉપજે છે. તે અરસામાં તે વિજયા નામની એક રસાયણપુત્રીના ચમત્કારિક બુદ્ધિવૈભવથી અંજાય છે; અને નીલપટેશ્વર નામના એક ભૌતિકવાદી યોગીના તકવાદમાં અટવાઈ તે જડવાદના પથે પળે છે. પણ પછી ધન પાળ અને તેના શિષ્ય કાલિદાસનાં સુવચનોથી તેની બુદ્ધિ ખૂલે છે. તે પુનઃ સંસ્કારવાદ-નિર્મળ વિકાસવાદ અપનાવે છે. દરમિયાનમાં ધનપાળપુત્રી તિલકા અને રાજપુત્રી અરૂતિના કાલિદાસ સાથેના પ્રેમપ્રસંગો, તિલકાએ અરુન્ધતીની તરફેણમાં આપેલું પિતાના સ્નેહનું બળિદાન; ભેજ અને વિજયાનું લગ્ન; પ્રાસંગિક અને માર્મિક કથાનકે; રાજકીય પ્ર;િ ગુજરાતની જીત; તૈલંગ, ચેદી અને ગુજરાતને માળવા પર દ્વેષ અને
અંતમાં એ ત્રણેએ એકત્ર થઈ ભેજના મૃત્યુપ્રસંગે માળવાની જડસંપત્તિ પર મેળવેલે વિજ્ય; ડામર મહેતાની ચાતુરી-વગેરે વિષય અને વસ્તુની પાછળ આખીયે કથા જુદાં જુદાં રમણીય દશ્ય વેરતી ગૂંથાય છે.
આ નવલકથામાં-વિજયાનું બેફામ છતાં મર્યાદિત, તેજસ્વી છતાં મૃદુ, રંગીલું-સૂરીલું માધુર્યઝરતું સ્ત્રીત્વ; ધનપાળનું કરુણ છતાં ભવ્ય જીવન; તિલકાનું વિશદ-દિવ્ય-સહિષ્ણુતા
ત્યારપછી કવિ પાસે જઈ મેં તેમને જણાવ્યું કે, “તમારા વિષે તમારા પ્રત્યક્ષ પરિચયમાં આવેલાઓ આવી વાત ફેલાવે તેનો પ્રતિકાર કઈ રીતે કરે ?”
તેઓ તેમના સ્વભાવ પ્રમાણે હસીને બોલ્યા “તેમાં ખરાબ પણ શું છે? આવી સાહેબી કેટલાકના ભાગ્યમાં હોય છે? મારા વિષેની આથીયે કેટલીક વિચિત્ર વાત મેં પણ સાંભળી છે.તમે એ બધીને સંગ્રહ કરી શકે તે એક સુંદર પુસ્તક તૈયાર થઈ જાય. અને તે પુસ્તકનું નામ આપવું–‘રવિ રસાયણ.”
[ શ્રીમતી રાધારાણદેવી તથા શ્રી. નરેન્દ્રદેવના બંગાળી લેખ ઉપથી]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com