Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 55
________________ ગોચરી લંડનના “World Review'ના મે મહિનાના અંકમાં, ‘હિંદ અને બહારની દુનિયાઃ બ્રિટનની ઓછી થતી આબરૂ નામના લેખમાં, એડવર્ડ થોમ્સન જણાવે છે કે, “ગાંધીજી મહાત્મા અને અહિંસક છે. જવાહરલાલ જે સારું પ્રજાકીય બ્રિટિશ રાજતંત્ર હોય તે સ્વતંત્રતા કે સાંસ્થાનિક સ્વરાજ્ય વચ્ચે બહુ ભેદ જુએ એમ નથી. સુભાષચંદ્ર બોઝ સંપૂર્ણ સ્વાતંત્રયવાદી છે.” અને મહાત્માજીના રાજકોટના ઉપવાસ વિષે એ જ લેખમાં કહે છે, “સામાન્ય અંગ્રેજને મન ગાંધીજી આશ્ચર્યમૂર્તિ અને કંઈક અંશે હાસ્યપ્રેરક છે. રાજકોટના તેમના ઉપવાસ એ આપઘાતનો એક પ્રકારને પ્રયાસ છતાં તેમનું રાજકીય સ્થાન વિચારી નમવું પડેલું.” ને એ રાંબંધમાં તેઓ એક દષ્ટાંત નોંધે છે: “૧૮૫૭ના બળવા પછી જ્યારે રાજપુતાનામાં કેળવણી સંબંધી કર નાખવામાં આવેલ ત્યારે ભીનાઈ રાજાની ચિતાએ ચડતી સતીએ તે સંબંધમાં શ્રાપ આપેલે અને એ શ્રાપ બિનકાયદેસર છતાં કર તે દૂર કરે જ પડે.” Fortnightly ના મે મહિનાના અંકમાં એચ. વી. હડસન હિંદમાં સત્તા માટે બિચતાણ” નામના લેખમાં જણાવે છે કેઃ “હિંદમાં એક કરતાં વધારે મહાસભાવાદી આગેવાએ મને જણાવેલું કે ૧૯૩૫ના બંધારણમાં મૂળભૂત ફેરફારો કર્યા સિવાય પણ ફેડરલ સ્કીમમાં તે સ્વીકારી શકાય એવો સુધારો થઈ શકે તેમ છે. જેમાં બંને કેમોને એક સરખેજ સોચવાનું હોય એ સિવાયના એક પણ પ્રશ્નમાં હિંદુ મુસલમાનો કોઈ પણ કાળે મિત્ર બની શકે તેમ નથી. મુરલીમ લીગ જો કે સંપૂર્ણ સ્વાતંત્ર્ય માટે ખૂબ આતુર છે. તેની કાર્યવાહક સભાએ સર સિકંદર સામે, તેમણે આગામી યુદ્ધમાં બ્રિટિશ સરકારની પડખે ઊભવાનું કહેવા માટે, જો કે ઠપકાને ઠરાવ પણ પસાર કરેલ છતાં કેટલાક મુસ્લીમ આગેવાને અંગત મહત્ત્વાકાંક્ષા અને ઠેષથી જ દેરવાઈ રહ્યા છે. મુસલમાનોએ જેમ પંજાબ, કાશ્મીર, સરહદી પ્રાંત, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન અને સિંધનું સંયોગીકરણ કરી ઉત્તર હિંદને પાકીસ્તાન બનાવવાની અને બંગાળમાં અને નિઝામમાં સ્થાન જમાવી રાખવાની યોજના વિચારી છે એમ હિંદુઓએ પણ પ્રજાકીય સૈનિક દળ'ના નામે એવો તકતો ગોઠવ્યો છે કે જે પંજાબમાં મુસલમાનોની સદ્ધર અને અનુકુળ સ્થિતિ પર ઘા સમાન થઈ પડશે.' ૧. આ ઉપરાંત "Asia ના મે મહિનાના અંકમાં પંડિત જવાહરલાલને ‘ આતુર હિંદ'; 'Asiatic Review'ના એપ્રીલના અંકમાં મીસીસ માર્ગરેટ મીલવર્ડને “નેપાળ-સ્વર્ગસીડી', અને લેફ. કર્નલ એ. જી. મુરહેડને ‘હિંદ ને બ્રહ્મદેશની તાજેતરની મુસાફરી'; “ Twentieth Century”ના મે ના અંકમાં આર. એન. નાગરને “મરાઠી સત્તાને વિકાસ” અને જુના અંકમાં “હિંદુ-મુસ્લીમ સ્થાપત્ય : 'Nineteenth Century and After’ના એપ્રીલ-મેના અંકમાં, પ્ર. એલ. એફ. ફેસબુક વિલિયમ્સનો ‘હિંદના બંધારણીય પ્રશ્નો'; “Science and Culture' ના જુનના અંકમાં ‘હિંદની પ્રાથમિક પ્રજાઓ: Research and Progressના મે-જુનના અંકમાં, ‘હિંદની સલામતી'; 'Current thoughts'ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64