Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 52
________________ ૯૪ - સુવાસ : જેઠ ૧૯હ્યું ભર્યું વ્યક્તિત્વ; અણઘડ છતાં વીર ફુલચંદ, ડાહ્યા ડામર મહેતા; પ્રચંડ પ્રભાવશાળી ભીમ વગેરે પાત્રો અને પાત્રવિકાસ; “ધનપાળ પાસે ભેજની યાચના” જેવા અનેક પ્રસંગો; અને “ સારસ્વતસદન” જેવાં સંસ્કૃતિભવનોની યવનોએ કરેલી દુર્દશા જેવાં નિવેદને જેમ સુઘટિત આકર્ષક, અને ચિંતન, અવલોકન ને વિશદ કલાદષ્ટિનું પરિણામ છે તેમ તેમ-જે કે ન જેવી છતાં–કેટલીક સર્વસ્વાભાવિક ઉણપ પણ રહી જવા પામી છે. ગાંગલિ અને ફુલચંદનું લગ્ન એતિહાસિક હોવાને સંભવ નથી એમ એ સુચિભર્યું પણ નથી લાગતું. ભેજને સેનાપતિ ગાંગાના સૈનિકેની સેનાપતિના વચન પાછળ સર્વસ્વ ત્યાગની ભાવનામાં દેષ જુએ છે એ જ લશ્કરી દૃષ્ટિએ મેટો દેષ છે. નવલકથાના મુખ્ય પાત્ર ભેજનું વ્યક્તિત્વ જોઈએ એવું વિકસતું નથી. ગુજરાત, ઉત્તરહિંદ અને તૈલંગન વિજેતા, સિંધમાંથી યવનોને મારી હઠાવનાર વીર; રજસ અને સન્ત તને સુગ સાધતી અપ્રતિમ સરસ્વતી પ્રતિમાઓ અને અનેક ભવ્ય સ્થાપત્યમંદિરોને પ્રેરક; મહાકવિ માઘને મિત્ર; સરસ્વતીકંઠાભરણને સર્જક અને વિક્રમાવતારનું બિરુદ પામતો મહાન ભેજ “અવન્તીનાથના ભેજથી કંઈક છેટે રહી જાય છે. ભોજના સમયમાં જે સ્થાન પંડિત ધનપાળનું કે ત્રીજા કાલિદાસનું છે એ કરતાં પણ વિશેષ માંચક સ્થાન તે મહાકવિ માઘનું છે. એ અને એવા બીજા પણ રસનિઝર વિષયો આ નવલકથાને વધારે સમૃદ્ધ બનાવી રાત. છતાં એકંદરે તે આ નવલકથા ગુજરાતી વાર્તાસાહિત્યમાં આવકારપાત્ર ઉમેરે કરે છે. અને ઈતિહાસ, કલાવિધાન નીતિ, સંસ્કારિતા અને સુવાચતા એ પાંચેનો સંગ જેમાં જળવાઈ રહેતો હોય એવી વાર્તાઓ ગુજરાતમાં જ્યારે ભાગ્યે જ લખાય છે ત્યારે તે આની અનેકવિધ ઉગિતા વિષે પ્રશ્ન જ નથી રહેતો. સાયગીત'ના કાવ્યપ્રવાહ-(ગયા અંકના પૃ. ૪૭થી ચાલુ) “ચાલી જતી સંધ્યાને' માં પણ બીજેને જખમી સાથે સરખાવતાં કવિની મૌલિક કપનાનું દર્શન થાય છે. અહીં કવિને મન સંધ્યા એટલે પિતાનું જીવન સર્વસ્વ હોય એમ લાગે છે; અને કવિ સંધ્યાને વિનવે છે કે-- ભલે ના જે પાછું, તુજ પથતણું રંગભરતી નિહાળી લેવા કે વધુ ખિલવવા આ રસધારાભલે ના જે પાછું વધુ વિરમવા આ સ્થળ જરાછતાં મેં જે ઝીલી વૃતિ તુજ નરી અંગઝરતી અને ગાયાં ગીત તુજ કિરણશાં ભાતવરણ ન શું છે કે તારે ઉર જગવશે સ્નેહસ્મરણ ? હવે સંગ્રહમાંથી પ્રભુભક્તિનાં કાવ્ય તપાસીએ. અહીં કુલ ૧૦ કાવ્યો આ વિભાગમાં આવે છે. કવિને ભક્તિભાવ કૃત્રિમ કે બજારૂ ભક્તિભાવ-માત્ર શબ્દની મોહિનીથી ભરેલે નથી. એમાં તો પ્રભુને કાવ્યપુષ્પથી પૂજ, રામજીનું રુદન પારખતે, પ્રભુને નિમંત્ર, અખંડ મંદિરને ઉપાસક, પ્રભુના મિલન માટે ઢેડ બનવા તૈયાર થનાર, પ્રભુને પિતાના અંતરનું બીન બનાવનાર, જગતના નાવિકમાં શ્રદ્ધા રાખનાર–એવો ભક્ત આત્મા ભવસાગરના ખલાસીને મહેમાન બનવા તલસી રહ્યો છે, અને પોકારી ઊઠે છે અ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64