Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 48
________________ ૯૦ સુવાસ : જેઠ ૧૯૯૫ મન્નાદિને, પદસ્થ ધ્યાન તરીકે ધ્યાન એક મુખ્ય વિભાગ પાડી, એટલું મહત્વ આપ્યું હોય એમ માલમ પડતું નથી, ત્યારે આપણને એવું અનુમાન દરવાને પ્રબળ કારણ મળે છે કે આચાર્યશ્રી ઉપર મન્નાદિના પ્રભાવની ઊંડી અસર થયેલી અને તેમણે મન્નયોગને તેથીજ અપનાવ્યું. એ સેંધવા જેવું છે કે શિવસંહિતામાં યોગના મંત્રોગ, હઠયોગ, લયયોગ અને રાગ એવા ચાર પ્રકાર વર્ણવી મંત્રને આવું જ મહત્વ આપ્યું છે. ગોરક્ષ પદ્ધતિ આદિ બીજા પણ ગગ્રન્થમાં પ્રણવ-૩ૐકારના જાપ પર ભાર મૂકાય છે. આચાર્યશ્રીએ આ બધાને સંગ્રહ કરી જૈનેના પ્રાચીન મંત્રવાદ સાથે સુંદર સમન્વય કર્યો છે. આ સમન્વય જે જૈન શાસ્ત્રોને મંત્રગ અસંમત હોત તે શક્ય ન જ થાત. વસ્તુતઃ જૈન શાસ્ત્રોમાં મૂળથી જ કંઈક મર્યાદાપૂર્વક મન્નુવાદ સ્વીત છે તે લેખકની શ્રી ભૈરવ પદ્માવતી કલ્પની થોડા સમયમાં પ્રસિદ્ધ થનાર ઈગ્રેજી પ્રસ્તાવનામાં બતાવ્યું છે. આચાર્યશ્રી છેલ્લું ગાંગ સમાધિ તથા મોક્ષ વર્ણવી છેવટે પોતાના જ અનુભવથી મેળવેલું જ્ઞાન વર્ણવે છે. તેમાં મનની–વિક્ષિસ, યાતાયાત, સ્પિષ્ટ તથા સુલીન એવી ચાર અવસ્થાઓ વર્ણવી ઉન્મનીભાવ તથા લયયોગ પર ચોગસિદ્ધિ માટે ભાર મૂકે છે. पिण्डं शरीरमित्युक्तं तद्वच्छक्ति-शिवारमनोः । ब्रह्मानन्दो बलं तेजो वीर्यमोजन्ध कीर्त्यते ॥२॥ तेनाविर्भाव्यमानं तत्पूर्वावस्था परित्यजत् । याः संवित्तीरवाप्नोति ता अधस्तात् प्रकीर्तिताः ॥४॥ तदेव पदमिच्छन्ती सर्वार्थावगतिर्यतः । । तस्मात्संजायते नित्यं नित्यमेव शिवात्मनोः ॥५॥ तदेवरूपमित्युक्तमात्मनश्च विनश्वरम् । रूपातीतं तदेवाहुर्यतोऽक्षाविषयं परम् ॥६॥ હવે પિકડ આદિ ભેદથી શાક્તવિજ્ઞાન, યોગીની યોગસિદ્ધિ અર્થ, વિસ્તારથી નહિ પણ, સંક્ષેપથી કહેવામાં આવે છે. ૧. પિડ એટલે શરીર, તેની જેમ શિવશક્તિને બ્રહ્માન, બલ, તેજ, વીર્ય તથા ઓજસ કહેવાય છે. ૨. તેની પૂર્વાવસ્થા છોડતાં તેનાથી આવિર્ભાવ પામતાં જે જે સંવેદને મેળવે છે તે નીચે વર્ણવ્યાં છે. ૪ સર્વ પદાર્થનું જ્ઞાન જેથી તે જ પદ ઈચ્છે છેતેથી શિવાત્માનું નિત્ય-સાયિત્વ નિત્ય ઉદ્ભવે છે.” ૫. આત્માનું તેજ નશ્વર રૂપ છે અને તે જ રૂપાતીત છે, કારણ કે પરમ (તત્વ) ઇદ્રિયથી અગોચર છે.” ૬. * मन्त्रयोगो हठश्चैव लययोगस्तृतीयकः । चतुर्थी राजयोगः स्यात्स द्विधाभाववर्जितः ॥ शिवसं हेता, पटल ५ श्लोक० १४ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64