Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 41
________________ જીવન ઝરણાં ૮૩ એવો શીરસ્ત રાખ્યો કે જેનું નામ તત્કાળ યાદ ન આવે તેને વિષે, “નામદાર કાઉન્ટ ફલાણા ફલાણા”—તરીકે ઓળખ આપવી. કૈસર એવા કાઉન્ટને ઓળખતો હેય નહિ, અને આવનારને પણ પિતે કાઉન્ટના ઈલ્કાબે ઓળખાવાથી મગરૂરીને કે મળે. શાદુ છત્રપતિને સાદાઈ ખૂબ પ્રિય હતી. એક વખતે મોગલ દરબારમાં રહેતા એક મરાઠા સરદાર અલકારના ઠાઠમાઠ સાથે તેમની મુલાકાતે આવ્યો. છત્રપતિએ તેનું સ્વાગત કરવાને મોકલેલી સાદી મંડળી સાથે પોતાના પ્રિય કતરા ઘેડને પણ ઝરઝવેરાતથી લાદીને એક શોભાયમાન ગાડીમાં બેકલ્યો. તે પછી જ્યારે દરબાર ભરવામાં આવ્યો ત્યારે શાદૂ, મહારાજે શાંતિથી કહ્યું, “આજના આપણું દરબારમાં બે જ વ્યક્તિઓ અલંકારથી શોભી રહી છે. એક આપણે પ્રિય ધાં ને બીજા આપણું વહાલા મહેમાન.” માધવરાવ પેશ્વાના સેનાપતિ સમશેર બહાદુર પરશુરામ ભાઉને એક વખતે હજામત કરાવતાં અસ્ત્રો વાગ્યો. ભાઉએ હજામને તે સંબંધી સંભાળ રાખવા સૂચના આપતાં અટકચાળા હજામભાઈએ કહ્યું, “સેનાપતિજી, અસ્ત્રાથી આટલા કરે છે તે લડાઈમાં તરવારના ઘા શી રીતે સહાતા હશે ? ” સેનાપતિ એ પળે તે શાંત રહ્યા. પણ પછી હજામત પૂરી થતાં તેમણે એક ભાલે મંગાવ્યો અને હજમના પગ પર પિતાને પગ દાબી તે પર એવા જોરથી એ ભાલાનો ઘા કર્યો કે તેનું ફળે બંનેના પગ સોંસરવું ઊતરી ગયું. હજામે તે ચીસે ચીસ પાડવા માંડી. પરશુરામે પૂછ્યું, “કાં હજામભાઈ, ભાલ તે બંનેના પગમાં પેઠો છે. રડો કેમ નાંખે છે ?' લખનૌના રાજમહેલની સમીપમાં એક ફકીર બાંગ પોકારતું હતું, “છસકે ન દે ખુદાતાલા ઉસકે દે આસફ ઉદ્દૌલા.” ને નવાબ આસફ ઉદ્દલાએ તે ફકીરને બોલાવી હીરામોતીથી ભરેલું એક તરબૂચ ભેટ આયું. કેટલાક દિવસ જતાં એ ફકીર પુનઃ નવાબની દષ્ટિએ પડશે. નવાબે તેને પૂછ્યું, “કાં સાંઈબાવા, તરબૂચમાંથી શું મળ્યું હતું?” “એ તે મેં બે પૈસે વેચી દીધેલું.” ફકીરે ચમકીને કહ્યું. “હું તે તમને હીરામોતી આપવા ઈચ્છતો હતો,” નવાબે શાંતિથી કહ્યું, “ પણ ખુદા તાલાને એ પસંદ હેતું. તેણે તે તમને બે જ પૈસા અપાવ્યા. માટે હવેથી બાંગ ફેરવી નાખે ને કહે કે, “છસકે ન દે ખુદાતાલા-ઉસકે ન દે આસફ ઉદૌલા.” તાનસેનના વૃદ્ધ ગુનું સંગીત સાંભળી અકબરે તાનસેનને પૂછયું, “તાનસેન, તું હિંદુસ્તાનને અદિતિય ગવૈયો છે. પણ તારા સંગીતમાં મને તારા ગુરુના સંગીત જેટલી મધુરપ કેમ નથી જણાતી ?” “રાજનતાનસેને વિનયથી ઉત્તર દીધે, " મારી કળાને મેં રવાથી બનાવી છે. હું આપને–પૃથ્વી પતિને રીઝવવા ગાઉં છું. મારા ગુરુની કળા તો કેવળ પ્રભુસ્તુતિમાં મસ્ત રહે છે.” થીયોસોફીના જગદગુરુ શ્રી કૃષ્ણમૂર્તિએ થીયેસેફિસ્ટની સભામાં પ્રવેશ કરતાં કહ્યું, “કોઈ ઊભા ન થશે. આપણે સર્વ સમાન છીએ; બધુભાવભર્યા છીએ. કોઈને વધારે મહાન માનવાની જરૂરિયાત નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64