Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 43
________________ યોગીશ્વર શ્રી હેમચંદ્રાચાર્ય અને ધ્યાનનિરૂપણું લેખકઃ મોહનલાલ ભગવાનદાસ ઝવેરી બી. એ., એલ એલ. બી. સેલિસિટર [ અનુસંધાન અંક ૧૨ પૃ. ૬૧૦ થી ચાલુ ] અનિત્યતા આદિ બાર ભાવના ભાવવાથી નિર્મમત્વ ઉત્પન્ન થાય છે, અને તેથી સુખદુઃખ, લાભ -હાનિ જય-પરાજય, સિદ્ધિ-સિદ્ધિ સફળતા-નિષ્ફળતા વગેરે કંદથી મનુષ્યને કલેશ થતું નથી અને સમત્વ સિદ્ધ થાય છે અને એમ રાગ અને દ્વેષ જીતાય છે. રાગદ્વેષને જય થતાં મનની શુદ્ધિ થાય છે, તેથી ઇન્દ્રિયને જ થાય છે, અને પરિણામે કષાય છતાય છે. આ પ્રકારે પ્રત્યાહાર સિદ્ધ થાય છે. પછી છઠ્ઠા ગાંગ “ધારણાને તેઓ વર્ણવે છે ને તેને ધ્યાનના કારણરૂપ કહે છે. તે ધારણનાં યોગ્ય સ્થાન તરીકે નાભિ, હદય, નાસાગ્ર, કપાળ, ભવાં, તાળવું, નેત્ર, મુખ, કર્ણ તથા મસ્તકને તેઓશ્રી બતાવે છે. ધારણના પાર્થિવી, આગ્નેયી, મારૂતી, વારૂણી, તથા તત્રભૂ એવા પાંચ પ્રકાર તેઓ ત્યાર પછી વર્ણવે છે. પરંતુ તે ધારણાઓનું સ્વરૂપ અન્ય યોગ ગ્રન્થમાં વર્ણવ્યું છે તે કરતાં જુદુ છે. ધ્યાનને વિષય શરૂ કરતાં પહેલાં ધ્યાનને માટે યોગ્ય સ્થાન તથા ધ્યાનને પ્રવાહ ચાલુ રાખવા માટે ઉપયોગી ભાવનાઓનો ઉલ્લેખ કરીશું. તીર્થકર ભગવાનના જન્મ, દીક્ષા, જ્ઞાન, અથવા માની કલ્યાણકભૂમિઓ તીર્થરૂપ છે તે સ્થળો તથા તેને અભાવે જ્યાં પણ સ્વરથતા પ્રાપ્ય હોય ત્યાં અથવા પર્વતની ગુફા વગેરે સ્ત્રી-પશુરહિત નિર્જન સ્થાન ધ્યાન માટે યોગ્ય છે, એમ આચાર્યથી કહે છે. ઘેર સંહિતામાં યોગ્ય સ્થાન સારા દેશમાં. ધાર્મિક રાજ્યમાં. જયાં ભિક્ષા સુલભ હૈય, ને જ્યાં ઉપદ્રવ ન હોય ત્યાં કહ્યું છે, અને સાથેસાથે કહ્યું છે કે – दूरदेशे तथा ऽरण्ये राजधान्यां जनांतिके। __ योगारंभं न कुर्वीत कृतो न सिद्भिदो भवेत् ॥ प्र. ५ लो. ३ એટલે દૂરના દેશમાં, જંગલમાં, રાજધાનીમાં, જ્યાં બહુ માણસનું આવવું જવું હોય એવે સ્થળે ગારંભ ન કર; જે ત્યાં કરવામાં આવે તે સિદ્ધિ આપવાવાળો થતો નથી, કારણ કે દૂર દેશમાં વિશ્વાસ રહેતું નથી, જંગલમાં રક્ષા થઈ શકતી નથી, અને નગરમાં પ્રકાશમાં આવવાથી વિક્ષેપ થાય છે. આ ધ્યાન અમુક સમય પર્યત ચાલુ રહી શકે છે, તેથી વચ્ચે વચ્ચે તૂટતા ધ્યાનને ધ્યાનના નવા પ્રવાહ સાથે જોડવા માટે મૈત્રી, પ્રદ, કારુણ્ય તથા માધ્યસ્થ એ ચાર ભાવનાઓ ઉપયોગી છે. ધ્યાનના ધર્મ અને શુકલ એવા બે પ્રકાર છે. તેમાં ધર્મધ્યાન માટે આ ભાવનાઓ ઉપયોગી છે. સામ્ય વિના ધ્યાન થતું નથી, અને ખાન વિના સામ થતું નથી, સામ્યને લઈને ધ્યાન નિશ્ચળ થાય છે, તેથી તે બંને અ ન્યના કારણરૂપ છે. મોક્ષ સકળ કર્મના ક્ષયથી થાય છે અને તે આત્મજ્ઞાનથી થાય છે. આત્મજ્ઞાન ધ્યાનથી સાધ્ય છે માટે ધ્યાને આત્માના હિત માટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64