Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 34
________________ ૭૬ સુવાસ : જેઠ ૧૯૯૫ તેજપાલશાહે ઉદ્ધાર કરી નવા કરાવેલા મૂલમંદિરની પ્રતિષ્ઠા વિગેરે સત્કાર્યો કર્યા હતાં હીરસૌભાગ્ય મહાકાવ્ય વિગેરે ગ્રંથમાં એનું વિસ્તારથી વર્ણન છે, તથા તે સમયની કવિ હેમવિજયે રચેલી પ્રતિષ્ઠા-પ્રશસ્તિનો શિલાલેખ ત્યાં વિદ્યમાન છે. વિ. સં. ૧૬પ૦માં શત્રુંજયની યાત્રાએ હરમુનીશ્વર આવ્યા, તે વખતે ત્યાં હર સંઘવી આવ્યા હતા, તેમાં વડોદરાને સંધ પણ હતા. એમ ખંભાતના શ્રાવક કવિ વભદાસે વિ. સં. ૧૬૮૫માં રચેલા હીરસૂરિ-રાસમાં જણાવ્યું છે. વિ. સં. ૧૬૭૯(૮૭)માં બુરહાનપુરમાં કવિ દર્શનવિજયે રચેલા વિજયતિલકસૂરિરાસમાં પણ વટપદ્રના આવેલા આ સઘને ઉલ્લેખ છે. શત્રુંજય તીર્થની યાત્રા કરવા અને હીરસુરિને વંદન કરવા આવેલા માણસની સંખ્યા બે લાખ કવિએ સાંભળી હતી, તથા હીરવિજયસૂરિએ વિ. સં. ૧૬૪૯માં આ યાત્રા કરી હતી-તેમ જણાવ્યું છે. ખરી રીતે વિ. સં. ૧૬૪૯માં તૈયાર થયેલા ઉપર્યુક્ત મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૫૦માં હીરવિજયસરિના હસ્તે થયેલી હોવાનું ત્યાંના શિલાલેખ પરથી જણાય છે. સિદ્ધપુર(ગુજરાત)ના વણિક રામજી અને રમાદેના સુપુત્ર ભાણજી, કે જેને આઈન-ઈઅકબરીમાં–અકબરના દરબારમાં માન્ય વિદ્વાનોના વર્ગમાં ભાણચંદ નામથી યાદ કર્યા છે, . તે પૂર્વોક્ત શત્રુંજયકચન વિગેરે સુકૃતથી અને સૂર્યસહસ્ત્રનામ, ઉપાધ્યાય ભાનુચનું વસંતરાજ (શકનશાસ્ત્ર), કાદંબરી, રસારસ્વત, કાવ્યપ્રકાશ, નામમાલી, આગમન વિકવિલાસ વિગેરે ગ્રંથો પર વિદ્વત્તાભરી વ્યાખ્યાઓ રચવાથી વિખ્યાત થયેલા ઉપાધ્યાય ભાનુચંદ્ર, તેના સહકારી વિદ્વાન્ શિષ્ય સિદ્ધિચંદ્ર સાથે જહાંગીરના રાજ્યઅમલમાં વિ. સં. ૧૬ ૬પ લગભગમાં ૨૩ વર્ષ ગુજરાતમાં આવ્યા, ત્યારે વટપદ્ર (વડોદરા)માં પણ પધાર્યા હતા–એમ એ સિદ્ધિચંદ્ર રચેલા સં. ભાનચંદ્રચરિત મહાકાવ્ય (પ્રકાશ ૪, લે. ૨૦૯) પરથી જણાય છે. ૧. “એહો શ્રીજે જ્યાંહિ, હીર મુનીસર આવ્યા ત્યાં હિ; બેહોત્તરી સંધવી આવ્યા તસિં, સંવત સેલ પંચાસે જસિં. x x x મહિમદાવાદ બારેનું ય, વડોદરાનો સંઘ તિહાં હોય; આમોદ સિનેર કેરા જન્ન, જંબુસર નર નારી ધન્ન. –હીરસૂરિાસ (આનંદકાચમહેદધિ મી. ૫ દે. લા.) ૨. “સુરતિ દીવિ બંદિરને વલી, વટપદ્ર ભરૂઅચિ તેમાંહિ ભલી; - ૪ ૪ એમ અનેક સંધ આવ્યા ઘણું, ચાત્ર કરવા સહામણું. શ્રી શત્રુંજય તીરથ તણી, વલી શ્રીહીર વંદેવા ભણી; માણસની સંખ્યા બિ લાખ, સુણ તેહવી મિ કહી એ ભાષ. હીરવિજયસૂરિ કરી જાત્ર, ગણપચાસઈ ગુણ-પાત્ર?” –વિજયતિલકસૂરિરાસ (ગા. ૩૪૬ થી ૩૪૯) અિતિહાસિકરાયસંગ્રહ ભા ૪થે પૂ. ર૭ ૨. વિ. J.) ૩. “વાડથ મારે ત્યાં કઇસ્થિતિ પુન: | वाचकास्ते चतुर्मासीमासीना: पत्तनेऽन्यदा ॥" આ મહાકાવ્ય, અહારા સ્નેહી સાક્ષર શ્રીયુત મેહનલાલભાઈ દ. દેશાઈદ્વારા સંપાદિત થઈ પ્રકાશમાં આવવાની તૈયારીમાં છે. આ સંબંધમાં “શાસન-પ્રભાવક ગુરુ-શિષ્ય ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર' નામને એમને લેખ આત્માનંદજન્મશતાબ્દી-સ્મારક ગ્રંથમાં પ્રકટ થયેલો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64