Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 35
________________ વટપદ્ર(વડોદરા)ના એતિહાસિક ઉલ્લેખ ૭૭ વિક્રમની સત્તરમી સદીના પૂર્વાર્ધમાં તપાગચ્છમાં મહેપાધ્યાય ધર્મસાગરના શિષ્ય ૫. પદ્મસાગર વિદ્વાન વાદી, વ્યાખ્યાકાર અને કવિ થઈ ગયા. જેમણે વિ. સ. ૧૬૩૩માં તિલકમંજરી જેવી ઉત્કૃષ્ટ જૈન ગદ્યથાની વ્યાખ્યા રચી હતી, દાદા પાર્શ્વનાથ તથા નયપ્રકાશ (સટીક સં. ૧૬૩૩), શીલપ્રકાર, યુક્તિપ્રકાશ, પ્રમાણપ્રકાશ (સટીક), ધર્મપરીક્ષા, યશોધરચરિત્ર, અને જગદગુરુકાવ્ય (મંગલપુરમાં વિ. સં. ૧૬૪૬માં), ઉત્તરાધ્યયન-કથા (સ. ૧૬૫૭), જેવા ગ્રન્થની રચના કરી હતી, તેમના શિષ્ય રાજસુંદર(સાગર) કવિએ ભક્તામર નામના પ્રસિદ્ધ જૈનસ્તોત્રનાં પદ્ધોનાં પ્રથમ ચરણ લઈ બીજાં ત્રણ ત્રણ ચરણોથી પાદપૂર્તિ કરી વટપદ્ર(વડોદરા)ના ૧દાદા પાર્શ્વનાથને ઉદ્દેશી નવીન ભકતામર સ્તંત્ર રચ્યું હતું. તપાગચ્છમાં થયેલા કવિ શાંતિકુશલે વિ. સં. ૧૬૬૭માં રચેલા પાર્શ્વનાથ-નામમાલા (૧૦૮ નામેવાળા) સ્તવનમાં, ભિન્ન ભિન્ન સ્થાનેમાં રહેલા પાર્શ્વનાથ (મૂર્તિ)ના સ્મરણમાં, વડોદરાના પાર્શ્વનાથનો પણ ઉલ્લેખ કર્યો છે. વિ. સં. ૧૯૭૦માં માર્ગ. શુ. ૩ ભેગે વટપદ્ર મહાનગરમાં મુનિ દીપવિજયે લખેલી સારસ્વત વ્યાકરણની એક પ્રતિ વડોદરામાં પ્રવર્તક લખાયેલી પ્રતિ કાન્તિવિજય મુનિરાજના શાસ્ત્રસંગ્રહમાં છે. | વિ. સં. ૧૬૭૩માં ફાગણ શુ. ૧૦ ગુરુવારે વટપદ્ર નગરમાં લખેલી ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયની પ્રતિ, ઝીંઝુવાડામાં જેન પુસ્તક-ભંડારમાં છે. વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં જહાંગીરના રાજ્યઅમલમાં જેને તાંબરસમાજમાં તપાગચ્છમાં અંદર અંદર અનિચ્છનીય વૈમનસ્ય ઉગ્ર રૂપ લીધું, ત્યારે એ શમાવવા રાજપના શાણું અધિકારીઓએ ગુજરાતમાં લેખ મોકલાવતાં આવેલ લેખ આ વટપદ્રમાં પણ લેખ આવ્યો હતા–એમ કવિ દર્શનવિજયે વિ. સં. ૧૬૭૯માં રચેલા વિજયતિલકસૂરિરાસમાં જણાવ્યું છે. ૧. વર્તમાનમાં વડોદરામાં નરસિહજીની પિળમાં દાદા પાર્શ્વનાથનું જૈન દહેરૂં પ્રસિદ્ધ છે. અહમ્મદાવાદનિવાસી ઝેરી મોહનલાલ મગનલાલના પ્રયત્નથી વિ. સં. ૧૯૭૯માં પ્રકટ થયેલ, મણિલાલ ન્યાલચંદ શાહે લખેલ “પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ” પુસ્તકમાં જણાવ્યું છે કે ઉપર્યુક્ત મંદિર મહારાજા કુમારપાલે બંધાવ્યું હતું.” પરંતુ અહારા ધારવા પ્રમાણે તે મંત્રીશ્વર તેજપાલની કારકીર્દીમાં બન્યું હશે. આ જિનમંદિરમાં મૂલનાયક તરીકે બિરાજમાન દાદા પાશ્વનાથની પ્રૌઢ પ્રભાવક પ્રતિમા લેગમય વળની છે. સંરક્ષક શ્રાવકોની વસતિને અભાવે આજ સદીમાં પાવાગઢથી આવેલી ભીડભંજન પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમા પણ આ મંદિરમાં પધરાવવામાં આવી છે. આ દેહરાને જીર્ણોદ્ધાર વિ. સં. ૧૯૭૩માં લગભગ એક લાખ રૂપીઆના ખર્ચે કરા જણાવાય છે. સદ્ગત સુયશસ્વી શ્રીમંત સરકાર મહારાજા સાહેબ સયાજીરાવ ગાયકવાડે ઉપર્યુક્ત પ્રસંગમાં દાદાપાશ્વનાથનાં દર્શનથી જૈનજનતાને આનંદિત કરી હતી. ૨. “તું ભરૂઅછિ તું ઈડરઈ, ખૂઆડ હે તું હિ જ ગુણ-ખાણિ; તું દેલવાડઈ વડોદરઈ, ડુંગરપુરે હો ગંધારિ વખાણિ. –પ્રાચીનતીર્થમાલાસંગ્રહ (ય. વિ. ચં. ભા. ૧, પૃ. ૧૯૯, ગા. ૧૪). ૩. “આશાતના સાગરા જેહ કરતા, દીય ભૂપ સીખામણ ખરીય તુરતા; તવ આવી ગુજરદેસિ લેખા, રાજનગર સૂરતિ વટપદ્ર એષા.” –વિજયતિલકસૂરિરાસ અ. ૧, ગા. ૧૩૧૬ [ઐતિહાસિકરાસસંગ્રહ ભા. ૪, ૫. ૧૧૦ . વિ. ચં.] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64