Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 30
________________ ૭૨ સુવાસ : જેઠ ૧૯૫ પણ સ્થિર આત્મા વગરની આ અસહાય થવના શું કરી શકે? કયી રીતે તે પ્રિયતમના પ્રેમને વાસ્તવિક પ્રેમથી તૃપ્ત કરી શકે? ક્યી રીતે તેની સહ તે અખંડ-અવિભાજ્યઅંતરંગ એકતા સાધી શકે? એટલેજ, વરદાનને કારણે અસ્થિર બનેલા જીવનમાં જે કાંઈ મળ્યું છે તેમાંથી શકય રસ ચૂસી લેવાની જ્યારે તે અર્જુનને પ્રેરણા આપે છે ત્યારે તેમાંથી માનવીના દીર્ઘ છતાં નિહિત વિકાસકાળ કરતાં વધારે મોહક, વધારે આકર્ષક, પુષ્પના અલ્પ છતાં મુક્ત–નિર્બન્ધ જીવનકાળની અમૃતઝરતી મધુરતા ટપકી રહે છે— મારા વીર, હજી તે વર્ષ પણ પૂરૂં નથી થયું એટલામાં તમે થાકી યે ગયા! હવે મને ખબર પડે છે કે પુષ્પ અપાયું છે તે સ્વર્ગના આશીર્વાદને લીધે છે. આ મારો દેહ ગઈ વસતનાં પુષ્પો સાથે કરમાઈ મર્યો હોત તે જરૂર તે ગૌરવ સહિત મૃત્યુ પામે ગણત. છતાં તેના દિવસે ગણાઈ ચૂક્યા છે, નાથ! એમાંથી કશું બાકી ન રાખશો; સઘળે રસ એનામાંથી ચૂસી લો કે પાછળથી તમારું યાચક હૃદય, ગ્રીષ્મપલેવો ધૂળમાં કરમાયેલાં પડયાં હોય, ત્યારે તૃષાર્ત મધુકરની પેઠે, અતૃપ્ત કામના સહ, વારંવાર તે વખતે વખતે, પુનઃ તેની પાસે પાછું ન આવે.' વર્ષને છેલ્લે દિવસ. નવવર્ષનું પ્રભાત અને ચિત્રાનું જીવન કે મૃત્યુ. મદન તેને કાળસમાપ્તિની ચેતવણી આપે છે પણ સાથે સાથે એટલી આશાય આપે છે કે તેનું બક્ષેલું સૌદર્ય વસન્ત મંદિરે પાછું ફરતાં તેની દેહલતાને નવસાંદર્યનાં બાલકુસુમ પ્રગટવાં શરૂ થશે. આ છેલ્લી રાત્રિ માટે ચિત્રા ફરી એકવાર મદન પાસે બૂઝાતા દીપકની જ્યોત જેવું સર્વોત્કૃષ્ટ પ્રભાવનું અપૂર્વ સંદર્ય માગી લે છે અને તેની અભ્યર્થનાને સ્વીકાર કરી મદન તેને વાસ્તવિક વિકાસની પરિસીમાએ અધિષિત કરે છે. આ અરસામાં અર્જુનને એકાએક ગ્રામજનો પાસેથી તે પ્રદેશ પર આવી રહેલી બહારવટિયાઓની ધાડના સમાચાર સાંપડે છે. તેનું ક્ષાત્રતેજ ભભૂકી ઊઠે છે, તેના અંગે માં વીરત્વનું જેમ ઊભરાય છે, અને સત્વર ગામના રક્ષણે જવાની તે તત્પરતા દર્શાવે છે. રાજકુમારી ચિત્રાંગદાનાં શૈર્ય, શક્તિ અને પ્રતિભા વિષે લેકએ સુણાવેલી પશસ્તિ તેના હૃદયના સર્ભમાં સૂક્ષ્મ તારને પણ ઝણઝણાવી મૂકે છે. પણ જ્યારે પ્રિયતમાના મૂળ સ્વરૂપથી અજ્ઞાત અર્જુનને ચિત્રો જણાવે છે કે યાત્રાએ જતાં પહેલાં રાજકુમારી ચિત્રાંગદાએ સરહદના રક્ષણને પાકે બંદોબસ્ત કરી દીધા હોઈ કશો વાસ્તવિક ભય નથી, ત્યારે તે લેકપ્રશસ્તિએ તેનામાં પ્રેરેલા તેની પ્રત્યેના માનમાં ઓર વધારો થાય છે. બિચારો અજ્ઞાત અર્જુન ! કલ્પના પ્રદેશની એ વીર રાજકુમારી પ્રત્યે તે ધીમેધીમે અગમ્ય આકર્ષણ અનુભવતે જાય છે-જે અંતે તીવ્ર બનતાં મેહમાં પરિણમે છે, અને તેનું રટણ જ તેને એકમાત્ર વિષય બની રહે છે. પણ જ્યારે તેની આ ચિત્તબદ્ધવૃત્તિનું કારણ જાણવા માગતી પ્રિયતમાને તલસાટભર્યા કાલાવાલાને ઉત્તર આપતાં અજુન રાજકુમારી ચિત્રાંગદાના વીરત્વની અનહદ પ્રશંસા કરે છે, ત્યારે ચિત્રા એક વેધક બાણ ફેકે છે – પણ તે સંદર્યવતી નથી. તેને મારા જેવાં મનેહર, મૃત્યુસમાં કાળાં ભમ્મર નયને નથી.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64