Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 29
________________ ચિત્રાંગદા : રસદર્શન-૭૧ આમાં અર્જુનને ચિત્રાના વાસ્તવસ્વરૂપની કઈક ઝાંખી થાય છે. તેનામાં તે કાંઈક સ્થાયી તત્વને પકડવા મથે છે પણ ચિત્રા તે હરિણીની પેઠે સદાય અસ્પૃશ્ય રહે છે. ગમે તે બાજુથી વાસ્તવને સ્પર્શવા તલપતા અર્જુન સીધે જ પ્રશ્ન કરે છે–– પ્રિયે જ્યાં સ્નેહાળ હદયો હારા પ્રત્યાગમનની વાટ જોતાં હોય એવું તારે એકે ગુડ નથી ?—એવું ગૃહ, જેને તે તારી સુમન સેવાઓ વડે એકવાર મધુરું બનાવ્યું હતું, અને જ્યારે તું આ અરણ્યમાં આવવા તે તજી નીકળી ત્યારે જેને જીવનદીપ હોલવાઈ ગયો હતો?” કેવી હૃદયંગમ ભાવમયતાથી અજુનના મુખમાંથી નીકળતાં આ કેમળ વચને રવીન્દ્રનાથના પ્રિય ગૃહજીવનના પ્રભાવન્ત આદર્શને મર્તિમાન કરે છે ! ભારતવર્ષના એ સાંસ્કૃતિક મહાગૌરવને પ્રગટાવતા આ ચિત્રદર્શનમાં વિલસતી પુણ્યપ્રભા, ભારતની પ્રાચીન મહત્તા પર એક એવી તેજવન્તી દીપશિખા ધરી રહે છે કે જેના પ્રકાશમાં આપણને આર્યાવર્તના આર્ષ જીવનધર્મને, ઉર્જસ્વલ આદર્શને, પવિત્ર સંસ્કૃતિને, ઉત્કૃષ્ટ માનવતા ને ગૌરવશીલ સંસ્કારિતાનો પરમ સાક્ષાત્કાર થાય છે.” પણ આપણી ચિત્રાંગદાનું અસ્વાભાવિક જીવન ગૃહજીવનના આદર્શને અનુરૂપ સ્થિતિ હજી પામ્યું નથી. અજુનના હદયવેધક પ્રશ્નોને ઉત્તર આપતાં તે કહે છે– - “આ પ્રશ્નો શા માટે? અણુવિચારતા વિલાસના દિવસો શું વહી ગયા? તમે તમારી આગળ મને જુએ છે તે કરતાં હું કશું વધારે નથી તે તમે નથી જાણતા ?” આ વિભક્ત દશાનું તાત્પર્ય હવે અર્જુનને કંઈક સમજાવા માંડે છે. ડૂબતા માણસ પડે તે પ્રિયતમાને પકડી રાખવા મથે છે. પણ તેથી તે તેનું જીવન એક સતત સંગ્રામને ઝંઝાવાત અનુભવવા માંડે છે. અનઃ “અહા એટલેજ તું મારી પાસેથી સરકી જતી હોય તેવું ભાસે છે. મારું હૃદય અતૃપ્ત છે, મારા ચિત્તને શાંતિ નથી. હજી પાસે આવ એ અપ્રાપ્ય ! નામ, ગૃહ અને કુળનાં બંધન સ્વીકારી લે; મારા હૃદયને સઘળી બાજુએથી તને સ્પર્શવા દે અને પ્રેમના પ્રશાન્ત પ્રત્યયમાં તુજ સહ મને જીવવા દે.” પ્રણયીનું આ કરુણ આક્રંદ જાણે તેના હૃદયને ચીરીને બહાર નીકળવા મથતું હોય તેવી દારૂણ આત્મદના પ્રગટ કરે છે. આશા અને નિરાશા, સુખ અને દુઃખ, જીવન અને મૃત્યુ-એ આકંદ પાછળથી ઊઠતી એક ઊંડી અહમાં અસહ્ય વ્યથારૂપે જલી રહ્યાં છે. એક જ શ્વાસે જાણે તેનું આખું જીવન લટકી રહ્યું છે ! ને ચિત્રાના પ્રત્યુત્તર વાદળાંના રંગ, વિચિમાલાનાં નૃત્ય, પુષ્પની સૌરભ–એને ઝાલી રાખવાના આ નિરર્થક પ્રયત્નો શા માટે?”—– ચિત્રામાં સનાતન સત્ય ગ્રહણ કરવા, તેને પિતાના હૃદયકમળ પર સ્થાપવા ઝંખતા અર્જુનને આ ઉત્તર શી રીતે સંતોષી શકે? તેથી તે પુનઃ તેની તે જ અભ્યર્થના ઉચ્ચારે છે પ્રિયે, પ્રેમને આકાશકુસુમથી શાંત કરવાની આશા ને સેવીશ. મને એવું કાંઈક આપ જેને હું વળગી રહું—એવું કાંઈક જે યાતનાઓમાંથી પસાર થવા છતાં અમર રહી શકે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64