Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 27
________________ જનસંખ્યા ૬૯ આજની સભ્યતામાં શ્રીમંત વર્ગોમાં તેમજ મધ્યમ વર્ગોમાં કુટુંબને કૃત્રિમ રીતે મર્યાદિત બનાવવાની વૃત્તિ બહુ મજબુત રીતે જણાય છે. આ વૃત્તિને પરિણામે સમાજ અને રાષ્ટ્રને જબરજસ્ત હાનિ પહોંચે છે; પ્રજાનું અધઃપતન થાય છે, નીચી કક્ષાના લેકે સંખ્યામાં વધે છે અને તેમ ન થાય તે જનસંખ્યાનો બેહદ ઘટાડો કદાચ આખીયે જાતિના નાશમાં પરિણમે છે. સાધારણ રીતે શ્રીમંત વર્ગના લેકે મોટી ઉંમરે પરણે છે, તેમને પ્રજા ઓછી થાય છે અને જે પ્રજા થાય છે તેમને પણ કેટલેક ભાગ તે કુદરતી રીતે જ શક્તિ અને તેજમાં કમ હોય છે; શ્રીમતાઈને લીધે તેમની ઉછેર પણ એવા પ્રકારની હોય છે કે જેથી તેમનામાં હિંમત કે સાહસિકવૃત્તિ ખીલતાં નથી. પરિણામે ગુણની દૃષ્ટિએ પણ પ્રકા અવનત થતી જાય છે. જ્યારે જનસંખ્યા બેહદ પ્રમાણમાં ઘટી જાય છે ત્યારે સારીયે જાતિને લોપ થઈ જવાની ભીતિ રહે છે. પ્રજાને ઘટાડે એટલે દેશની આથિકરાજકીય, અને સૈનિકશક્તિને પણ ઘટાડે. રાજકીય દષ્ટિએ કૃત્રિમ રીતે જનસંખ્યા મર્યાદિત કરવા અને સંતતિનિયમનનાં સાધને ઉપગ બહુ નુકશાનકારક છે. આજે યુરોપના બધાય રાજ્યમાં સંતતિ નિયમન વિરૂદ્ધ જબરદસ્ત આંદોલન ચાલી રહ્યું છે તેની પાછળ મુખ્યત્વે આ રાજકીય જનસંખ્યા કેટલા પ્રમાણમાં હોવી જોઈએ તે બાબતમાં આજની શાસ્ત્રિય વિચારણા એવી છે કે કોઈપણ રાષ્ટ્રની આર્થિક સંપત્તિ તેમજ ઉત્પાદન શક્તિને વિચાર કરી અને તેટલી આર્થિક સંપત્તિથી તથા ઉત્પાદન શક્તિથી કેટલા માણસને નભાવી શકાય તેને વિચાર કરી જનસંખ્યાની મર્યાદા કે પ્રમાણુ નક્કી થવું જોઈએ. આ સિદ્ધાન્ત પ્રમાણે એક તરફ રાષ્ટ્રની સંપત્તિ અને ઉત્પાદક શક્તિને મૂકવામાં આવે છે અને બજી બાજુ તેના પ્રમાણમાં જનસંખ્યા નક્કી કરવામાં આવે છે. જેટલા પ્રમાણમાં સંપત્તિ હોય તેટલા પ્રમાણમાં જ જનસંખ્યા હોવી જોઈએ. સંપત્તિના પ્રમાણ કરતાં જનસંખ્યા ઓછી હોય તે તે આર્થિક દૃષ્ટિએ નુકશાનકારક છે કારણ કે જેટલી જનસંખ્યા ઓછી તેટલી ઉત્પાદનશક્તિ ઓછી અને જેટલી ઉત્પાદનશક્તિ ઓછી તેટલી સંપત્તિને સ પૂર્ણ સદુપયોગ કરવાની તક પણ ઓછી. જેટલા પ્રમાણમાં સંપત્તિ હોય તેના કરતાં વધારે પ્રમાણમાં જનસંખ્યા હોય તે વળી આર્થિક દૃષ્ટિએ વધુ નુકશાનકારક છે. આવી પરિ. સ્થિતિમાં જનસંખ્યામાં ભૂખમરે આવે છે, રેગચાળો આવે છે, જીવનનું ધોરણ નીચું જાય છે-પરિણામે પ્રજા શક્તિહીન અને નીચી કેટીની સંભવે છે. આ સિદ્ધાન્તoptimum theory of population-નું તાત્પર્ય એ છે કે કોઈ પણ રાષ્ટ્રની જન સંખ્યા તે રાષ્ટ્રની કુદરતી સંપત્તિના પ્રમાણસર નક્કી થવી જોઈએ. આ સિદ્ધાન્ત પ્રમાણે લાંબેગાળે જનસંખ્યા એક યા બીજી રીતે કુદરતી સંપત્તિના પ્રમાણમાં જ આવી રહે છે અને એક વખત સમતોલપણું પ્રાપ્ત થયા પછી સાધારણ રીતે અસાધારણ સંજોગો ઉપથિત થયા વિના તે સમતોલપણું નાશ પામતું નથી. જર્મનીમાં હર હીટલરે શુદ્ધ બહાચર્ય ન સેવી શકતી સાળીને પરણી જઈ પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા ફરમાવી છે, એટલું જ નહિ પણ, ગત મહાયુદ્ધમાં હેમાઈ ગયેલા લાખે નરવીરેના કારણે, તે દેશમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વિશેષ પ્રમાણમાં હોઈ, તેણે, લગ્ન માટે પુરુષ ન મેળવી સતી મોટી વયની કન્યાઓને, શુદ્ધ ને સશકત આર્ય જર્મને સાથે સંગમાં આવવાની છૂટ આપી, તેમની સંતતિને કાયદેસર ગણવા ઠરાવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64