Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 20
________________ ૬૨ - સુવાસ : જેઠ ૧૯૯૫ વર્તમાન યુવતી વિદ્યાર્થીઓના આવા ધાંધળથી બહુ વ્યાકુળ બનતી નથી. કવચિત હસતી, કવચિત નાખુશી બતાવતી, કવચિત ઉપેક્ષા કરતી વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓની અર્થહીન વેવલાશ અને નિરંકુશ છતાં પિકળ ઊભરાઓમાં હજી સમાન હક માગતી હોય એમ લાગતું નથી. પ્રોફેસરે કૈસરે વિદ્યાર્થીઓ તાળીઓ પાડતા. કેટલાક પ્રોફેસરો પિતાને મળતી તાળીઓથી હસતા, કેટલાક વિદ્યાર્થીઓના છિછલા વર્તનથી ગંભીર બની જતા અને કેટલાક સાચા વેદાન્તી પ્રોફેસર તાળીઓની માયાને મિથ્યા માની અલિપ્ત જ રહેતા કૅલેજે આપણાં વિદ્યાસ્થાને હોય પાઠશાળાઓ આપણું સંસ્કારની ગંગોત્રીઓ હોય અને પ્રાચીન ગુરુકુળ- અરે ગયા યુગની જ કોલેજનો કે શિક્ષિત પુરુષ વર્તમાન સભાસ્થાને જાએ તો તેને પ્રથમ દર્શને એમ જ લાગે કે આજનાં વિદ્યારથાનોની વિદ્યા વંડ ગઈ છે અને સંસ્કારગાત્રીના મૂળમાં કાંઈ વિષ રેડાયું છે, છતાં એ જ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓના સંધની પાછળ જગતનું ભાવિ ઘડાયે જાય છે, અને તે ઘડતરમાં વિષ રેડાયું હોય તે ક્યાંથી રેડયું એ પ્રશ્ન ઊભો જ રહે છે. વિદ્યાર્થી અવરથા વટાવી ગયેલી આગલી પેઢીને વિદ્યાર્થીઓ ઘડતાં આવડવું નથી એમ આરોપ આવે પણ ખરે. બાહ્ય તોફાનની પાછળ આ જ વિદ્યાર્થીવર્ગ એક મહાપ્રશ્ન વિચારી રહ્યો હતોઃ હસતે હસતે વિચારી રહ્યો હતો કે, સ્ત્રી અને પુષ્પના હક સમાન હોઈ શકે ? નિવૃત્ત થવાની અણી ઉપર આવેલા એક વિધુર ધ્રોફેસર સભાના પ્રમુખસ્થાને બિરાજ્યા. સ્ત્રીના હક્ક પુરુષ જેટલા રાખવાથી તેમને હવે કાંઈ હરકત આવે એમ નહતું–ઘરમાં તેમ જ નોકરીમાં. અશાત વિદ્યાર્થીઓને શાન્ત રહેવાનો ઉપેક્ષા પામતે બંધ કરી તેમણે સભાનું કામ આગળ ચલાવ્યું, અને ચર્ચા માટે મુખ્ય વક્તાને સૂચના કરી. સભાએ તાળીઓ પાડવા માટે, હસવા માટે, બુમ પાડવા માટે અને બે ઠેકવા માટે જ હોય છે એમ માનતા વિદ્યાથીઓએ મુખ્ય વક્તાના વ્યાખ્યાનના થોડા ટુકડા સાંભળ્યા અને મોટા ભાગને ઘોંધાટમાં કુબાવી દીધે. સ્વમાનભગ થએલે એ વક્તા એક ઉડે ઘા પામી બેસી ગયે. સ્ત્રી અને પુના હક્ક સમાન ન હોઈ શકે એવા પસ એણે લીધો હતે. સામે વાત કરવાને એક બીજે વિદ્યાર્થી બે થશે. તેને પણ પુરતા પ્રમાણમાં તાળ પ્રદાન મળ્યું, એટલું જ નહિ, પરંતુ વ્યાખ્યાન-સ્થાન પાસે જતાં તેને આછી ઠોકર વાગી એટલે તાળીઓનાં પૂર ઊભરાયાં. વિદ્યાર્થી જગત ક્રૂર અને અન્યની વિટંબણામાં ખૂબ હસી શકે એવું નિર્દય બની ગયું છે એ વિચાર આવતાં પ્રમુખે નિઃશ્વાસ નાખ્યો. સામા વાદમાં શું કહેવાયું છે કે ઈને પણ સાંભળવામાં આવ્યું નહીં. પ્રમુખે પ્રથમ હસીને. પછી ગાંભીર્યથી, ત્યારબાદ મેજ ઉપર મુક્કો ઠેકીને અને અંતે અત્યંત ક્રોધપૂર્વક વિદ્યાથીઓને ગૃહસ્થાઈ વાપરવા વિનંતી કરી. જગતમાં ગૃહસ્થાઈ હોય તે વિદ્યાર્થીવર્ગમાં તે આવે ને ? રહ્યો સહ્ય ગૃહસ્થાઈને ટુકડે સભાગૃહમાં થોડી ક્ષણ માટે પ્રવેશ પામે, અને એક આકર્ષક યુવકે જરાપણ ક્ષોભ વગર વ્યાખ્યાનરથાન ઉપર પગ મૂક્યો. શાન્ત રહેલી વિદ્યાર્થી જનતાએ પાછો હકાર શરૂ કરી દીધો. અદબ વાળી ઉભા રહેલા એ યુવકે વિદ્યાર્થીઓને ઊભરાને ઊભરાઈ જવા દીધો. સમુદ્રનાં ઉછળતાં મેજ ખડક હામે અથડાઈ રહ્યાં. પરંતુ ખડક ખ નહીં. યુવક આછા રિમતસહ ઉભે જ રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64