Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 23
________________ જ્વાળામુખી ૬૫ મારી કાર ખાલી છે. આપને એમાં હું મૂકી આવું.' યુવકે કહ્યું. “ના. મને ચાલવાની ટેવ છે.” શોભનાએ જવાબ આપે. ટેવને સવાલ નથી. સગવડ છે તે બેસી જાઓ. સંધ્યાકાળ થાય છે.' હરકત નહીં. મારી જોડે વિની, તારિકા અને રંભા છે.' “ એ બધાંય એમાં આવી શકશે.’ ચાલે ત્યારે. બેસી જઈએ વળી.” રમતિયાળ બાળકી જેવા અભિનય કરતી સહજ સ્થૂલ તારિકા બોલી ઊઠી, અને પગથિયાં નીચે આવતાં યુવકે ગાડીનું બારણું ખોલી અંદર બેસવાનું લાલિત્યમય મૂક આમન્ત્રણ ચારે સાહેલીઓને આપ્યું. લટાર મારતા યુવકેનાં ટોળાંએ મેટેથી હસવા માંડયું. “બેસે, બેસે,” “હરકત નહીં,’ ‘હું સાથે આવું ? ' વગેરે ઉચારો પણ વર્તમાન શિષ્ટતાને શોભાવતા સંભળાવા લાગ્યા. હાસ્ય હઠીલાઈ ઉત્પન્ન કરે છે. આવા આકરિમક આમન્ત્રણથી કદી પણ કારમાં ન બેસે એવી ગર્વિષ્ઠ શોભનાને પણ યુવકોના હાસ્યને જવાબ આપવા કારમાં બેસવાની દઢ ઈચછા થઈ. ચીઢવીને સુધારવાની રીત નિષ્ફળ નીવડી છે. પરંતુ વિદ્યાર્થીઓ ચીઢવીને પણ સુધારવા કયાં માગતા હતા તેમને પણ યુવતીઓની સબત જોઈતી હતી. મશ્કરી કરવા છતાં યુવતીને સંગ મળી જાય તે તેમને ગમે એમ હતું. આપને આભાર માનું છું. આપના આમન્ત્રણને લાભ લઈએ જ,” શોભનાએ જવાબ આપી પિતાની સહીપણુઓને અંદર બેસાડી. “આપ આગળ બેસે. હું ચલાવીશ.” કહી યુવકે શોભનાને કારની આગલી બેઠક ઉપર બેસાડી. કારને હાંકનારે બારી પાસે ઊભે હતિ તે ખસી ગયે. તેને યુવકે કહ્યું તું પાછળ આવ. હું ગાડી લઈ જાઉં .” સફાઈપૂર્વક શોભનાની સાથે બેસી યુવકે ગાડીનું સુકાન હાથમાં લીધું. ગાડીમાં જીવ આ દેખાય. એકાએક કઈ વિચિત્ર ખાદીધારી યુવક ગાડી પાસે આવી શોભનાને જેતે ત્યાંથી પસાર થયો દેખાય. શોભના એ યુવકને જોઈ રહી. સહજ આશ્ચર્ય તેની આંખમાં રમી રહ્યું. કારના માલિકે ગાડી આગળ ધપાવી. તેણે પેલા ખાદીધારીને જે નહતા. “કોણ હતા એ બબૂચક?” તારિકાએ પૂછ્યું. કોની વાત છે?” રંભાએ પૂછયું. “પેલે આમ ગયો તેની.” એવા કેક ફરે છે, ગમારે ! ) શોભના કાંઈ બોલી નહીં. કાર આગળ વધી કોલેજના વંડાની બહાર નીકળી. સૂચક તાળીઓ અને ઉગારે વરચે થઈ તે પસાર થઈ યુવયુવતીને આ જગતમાં ઉત્સાહ, ઉન્માદ, અશિષ્ટતા, અદેખાઈ, અછકલાપણું, અને અતંત્રતા ચારે પાસ દેખાયા કરતાં હતાં. એ વળિયા વચ્ચે થઈ ઝડપથી આગળ વધતી ગાડીમાં એ જ યુવયુવતીને એક વિભાગ અત્યંત નિયંત્રણપૂર્વક આગળ વધતા હતા. વાળામુખીના ટુકડાઓ વ્યવસ્થિત અને નિયમનભર્યા વાહનને જ વશ વર્તતા હતા. કે પછી નિયમન માગતા વાહનને જ એક જવાળામુખી રિતે હો ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64