Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 18
________________ ૬૦ સુવાસ : જેઠ ૧૯૯૫ અહીં સં. ૧૫૮૭ સુધી બિરાજ્યા. તે પછી પ્રભુની આજ્ઞા જગતના ત્યાગની થતાં જિદંડ સંન્યાસ ધારણ કરી, કાશીહનુમાનઘાટ ઉપર જઈ ત્યાં પુત્રને અંતિમ શિક્ષા (જે શિક્ષા લેાક તરીકે સાડાત્રણ લેક પ્રસિદ્ધ છે, તે) લખી આપી સં. ૧૫૮૭ (આષાઢી)ના આષાઢ સદિ ૨ ઉપર ૩ ને દિને મધ્યાહ્ન સમયે ગંગામાં દેહ છોડયો તે વખતે કાંઠે ઊભેલાં જોએ અગ્નિને એક મોટો તેજ:પુંજ આકાશમાં જતો જોયો. કહેવાય છે. શ્રીવલ્લભાચાર્યજીએ નિર્ગુણ ભક્તિમાર્ગની સર્વ વર્ણના જનો માટે સ્થાપના કરી, કિજેને માટે શુદ્ધાદ્વૈત વેદાંતને ઉપદેશ કર્યો છે. અનન્ય રહી પ્રભુનું શરણું અહર્નિશ વિચારવું, અને દુસંગ, પ્રભુને ઘર્યા વિનાના પદાર્થોનું સેવન તેમ જ મિથ્યા ભાષણને ત્યાગ કરવો, એ એમને પ્રધાન ઉપદેશ છે. શ્રીવલ્લભાચાર્યજી પછી શ્રીગોપીનાથજી આચાર્ય તરીકે આવ્યા. એઓ શ્રીગોકુલમાં આવી રહ્યા. એમને એક પુત્ર થયો. એ બંનેના સ્વધામપ્રયાણ પછી નાના પુત્ર શ્રીવિઠ્ઠલનાથજી આચાર્ય થયા. એઓશ્રીએ કાયમી નિવાસ મથુરામાં કર્યો હતે. મેગલ સમ્રાટ અકબરને શ્રીવિઠ્ઠલનાથજી માટે ઘણું માન હતું. એણે જ એમને “ ગોસ્વામી” એ બદ આપ્યું હતું, જે અદ્યાપિ પર્યત એ વંશમાં ચાલુ છે. શ્રીવલ્લભાચાર્યજીના ગ્રંથમાંથી અત્યારે ઉત્તરમીમાંસા-ઋજુમાળના અઢી અધ્યાય પૂર્વમીમાંસાના ભાવાર્યપાદનું ભાષ્ય, સુબોધિની (ભાગવત) ટીકાના ૧-૨-૩, ૧૦, પૂર્ણ અને ૧૧ મા કંધના ચાર અધ્યાય ૫ર ટીકા, ૧૬ પ્રકરણગ્રંથે, થોડાં સ્તોત્રો અને તસ્વાર્થદીપનિબંધ (બે પ્રકરણ પૂરાં પર અને ત્રીજા ભાગવત પ્રકરણના પાંચ સ્કંધ-અપૂર્ણ પર એમની જ પ્રકાશ–નામક ટીકા સાથે), આટલા Jથે મળે છે. અણુભાષ્યને અધૂરા રહેલે ભાગ શ્રી વિઠ્ઠલનાથજીએ પૂર્ણ કર્યો છે. એ ઉપરાંત શ્રી વિઠ્ઠલનાથજીએ " વિખંડન નામને સ્વતંત્ર વાદગ્રંથ, ભક્તિહંસ, ભક્તિહેતુ નિર્ણય, શૃંગારરસખંડન (કાવ્ય), સુધિની-૧૦ મા સ્કંધના ૩૨ મા અધ્યાય પર ટિપ્પણી ઉપરાંત કેટલાયે રાત્રે શ્રી વલ્લભાચાર્યજીના નવરત્ન, સિદ્ધાંત મુક્તાવલી અને યમુનાષ્ટક પર ટીકા, ગીતાના પહેલા અધ્યાય ૫ર ટીકા, વગેરે ગ્રંથની રચના કરી છે. શ્રીવિઠ્ઠલનાથજીના વંશમાં અનેક સમર્થ પંડિત વંશજ થયા છે, તેમાં તેમના ચોથા પુત્ર શ્રીગોકુલનાથજી, બીજા પુત્રના પુત્ર શ્રી કલ્યાણરાયજી, ને પૌત્ર શ્રીહરિરાયજી, ત્રીજા પુત્ર શ્રીબાલકૃષ્ણજીના વંશમાં શ્રી પુરુષોત્તમજી, ઉપરાંત શ્રી યોગી ગોપેશ્વરજી વગેરે મુખ્ય છે. શ્રીપુરુષોત્તમજીએ મનુમાણ ઉપર લખેલી “ પ્રકાશ” નામક ટીકા બધા ભાગકારોના મતને ઉલેખ આપી તુલનાત્મક દષ્ટિએ લખાયેલી છે. એના ઉપર શ્રીગી ગેપેશ્વરજીએ “રશિમ” નામક સમર્થ ટીકા લખી છે. આ સંપ્રદાયમાં પૂર્વે સંસ્કૃત સાહિત્ય નહતું, એમ માની કેટલાએ ભાષાસાહિત્યને આધારે વિરોધીઓએ છાંટા ઉડાડવાનો પ્રયત્ન કરેલે; પણ છેલ્લી બે પચીશીઓમાં પ્રસિદ્ધ થયેલા પ્રાચીન સંસ્કૃત સાહિત્ય આચાર્યના નિર્ગુણ ભક્તિમાર્ગની વિશુદ્ધિને વિદ્વાનમાં આજે પરિચય કરાવ્યો છે. બધા ભાષ્યકારમાં સૌથી છેલ્લા ભાષ્યકાર આચાર્ય શ્રીવલ્લભાચાર્ય થયા છે; એથી ભાષ્યકારના મર્મને પરિચય મેળવવામાં શ્રીવલ્લભનું વેદાંતભાષ્ય સૌથી વધુ ઉપયોગી છે. શ્રીવલભે બ્રહ્મસૂત્રના અર્થોની ખેંચતાણ કર્યા વિના અવિકૃત પરિણામવાદને સ્વીકારી બ્રહ્મ જ આ જગતરૂપે પરિણમ્યું છે, એ પ્રાચીન શ્રોત સિદ્ધાન્તનું દર્શન કરાવી, માત્ર અનન્ય શરણથી જ જીવ પ્રભુને પામી શકે છે, એ સિદ્ધાંત સ્થાપિત કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64