Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 19
________________ જ્વાળામુખી ૧ સ્ત્રી અને પુરુષના હક્ક સમાન હાઇ શકે?' જી જગત- જગતના વિધાયકા-આ પ્રશ્નને ઉકેલ નથી કરી રાયા તા. કાલેન્જના વિદ્યાર્થીએ તેને ઉકેલ લાવી શકે ? છતાં વિદ્યાર્થીએ આ પ્રશ્ન ઉકેલવા મથે છે તે ખરા જ. સંસારવિધાનમાં તેમને ઘણા ફાળા છે, અગર તેમણે ઘણા ફાળે। આપવાનેા છે એવી માન્યતા તેમના હૃદયના ઊંડાણમાં વસતી હાય છે. એટલે તેમની વકતૃત્વસભાએેમાં આવા પ્રશ્નો ખૂબ ચર્ચાય છે. કાલેજમાં એ પ્રશ્ન ઉપર વાવિવાદ રાખવામાં આવ્યેા હતા. કેટલાક પ્રર્કના જ રસમય હોય છે. · ગામડાને ખેડૂત કેમ વે છે? ’ ‘ કાલેજનું ભતર ગામડાં માટે નિરુપયેગી છે, ’‘ વિદ્યાર્થીઓ અને વ્યસન ' એવા એવા પ્રશ્નોની ચર્ચા સભાનેા મંત્રી રાખવાની ભૂલ કરે તેા ચશ્મા પહેરેલા સુકા ત્રણચાર વિદ્યાર્થીએ અને જીંદગીથી કંટાળી ગયાને દેખાવ કરતા એકાદ પ્રેફેસર સભાગૃહમાં હાજર હોય. પરંતુ લગ્નની જરૂરિયાત, ’ ‘ સ્ત્રીપુરુષના હક્ક, ‘સન્નારીઓનું સત્યાગ્રહમાં રધાન ' એવા એવા રસનિર્ઝર વિષયાનું નિરૂપણ્ થવાનું હોય તેા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીએથી સભાગૃહ એટલું ઊભરાઇ નય કે ઘણાને ઊભા રહેવાનું સ્થાન પણ ન મળે, 4 શ્રી. રમણલાલ વસંતરાય દેસાઈ ઉપરાંત શિક્ષણ માટે ઓછામાં ઓછી તકલીફ લેઈ વધારેમાં વધારે પગાર ખેંચી જવા છતાં શહીદીને સદાય દેખાવ કરતા ગંભીર પ્રેાફેસરેા પણ વધારે સંખ્યામાં આવા ચર્ચાપ્રસંગે હાજર રહી શકે છે. આ તેવાજ પ્રસંગ હતા. વિદ્યાર્થીઓ ધક્કાધક્કી કરતા, હસતા, લડતા, બૂમા પાડતા, વિચિત્ર નાદપ્રયાગો કરતા આખા સભાગૃહને જીવંત બનાવી દેતા હતા. ઘડીકમાં તાળીએ પડતી, ઘડીકમાં પગધબકારા થતા, ધડીમાં રણુગર્જનાને ભૂલાવે એવી સીસેાટીએ વાગતી, તે ધડીમાં માનવી કે પશુપક્ષીમાંથી કાઇને પણ ન આવડે એવા વિચિત્ર ઉગારાથી વિદ્યાર્થી-સભ્યામાં હાસ્યનાં માર્જો ઊછળતાં. આંખ મીંચીને આવનાર એમ જ નણે કે અહીં કાઈ મહાસંગ્રામની તૈયારી થઇ રહી છે; ફરજિયાત શારીરિક કેળવણીથી ભર્યું પામતા વિદ્યાર્થીએ આવા પ્રસંગોમાંથી કેવા વીરરસ કેળવે એ સમજી શકાય એમ છે, સભાના અગ્રભાગના એક વિભાગમાં કૅલેજની વિદ્યાર્થીનીઓનું એક જૂથ બેઠેલું હતું. સાગન ખાઇ શકાય એવી સાદાઈ પાછળ આકર્ષણની અદ્ભુત જાળ ગૂંથવાની આવડતવાળી * શ્રી ‘ સયાજીવિજય'ના હવે પછી પ્રગઢ થનાર ભેટપુસ્તક શાસના'નું પહેલું પ્રકરણ - શ્રીમાન્ પ્રકારાકના સૌજન્યથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64