Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 17
________________ શ્રીવલ્લભાચાર્ય .. ૫૯ ને દિવસે પ્રથમ પરિક્રમા પૂર્ણ કરી. એ પછી ત્યાં માતા તેમ જ કાકા પાસે એક વર્ષ રહી સં. ૧૫૫૫ ના ચૈત્ર સુદ ૨ થી બીજી પરિક્રમાના આરંભ કર્યાં. લગભગ એ જ ક્રમે ઉત્કલના વિદ્યાનગર અને તે પછી સેતુબંધરામેશ્વર, પંઢરપુર, ઉજ્જૈન વગેરે સ્થળામાં થઈ શ્રીવલ્લભ વ્રજમાં આવ્યા. આ સમયે ઉત્તર ભારતવર્ષ ઉપર સિકંદર લાદીનું શાસન હતું. મથુરા પ્રદેશમાં તેના કેટલાક હાકેમાએ હિંદુ ઉપર ભારે જુલ્મ આદર્યાં હતા. શ્રીવલ્લભ આવ્યા ત્યારે એ જુલ્મા ચાલુ હતા; મદિરા તેડી પાડવામાં આવતાં અને તીર્થા ભ્રષ્ટ કરવામાં આવતાં. કાઇ હિંદુને તીર્થસ્નાનાદિ પણ કરવા દેવામાં આવતાં નહોતાં. શ્રીવલ્લભની આજ્ઞાથી એમના શિષ્યસમૂહે અને તેને અનુસરી મથુરાતી ભાવિક હિંદુપ્રજાએ એ હુકમોને અનાદર કરી વિશ્રામધાટ ઉપર યમુનાસ્નાન કર્યું; અને પછી શ્રીવલ્લભ વ્રજમાં ચાલ્યા ગયા. ત્યાં જઈ જુએ છે તેા શ્રીગાવર્ધનધરણનું મંદિર નષ્ટ કરવામાં આવેલું. શ્રીકુંભનદાસ વગેરે પ્રભુને ટોક કે ધના નામક સ્થાનમાં પધરાવી ગયા હતા. એ પછી પૂછરી નામક સ્થાન નજીક સ્યામઘાટમાં પધરાવી ગયેલા. સં. ૧૫૬ ના ચૈત્ર સુદિ ૨ ને દિને ત્યાંથી પધરાવી શ્રી મપ્રભુએ તૈયાર કરાવેલા નવા મંદિરમાં પ્રભુને પધરાવ્યા. અને ખે વર્ષ પર્યંત ત્યાં રહી પ્રભુની રોવા કરી એજ ગાળામાં શ્રીવલ્લભાચાર્યજીની પ્રભુતાથી આકર્ષાયેલા સિકંદર લાદીએ હાનહાર નામના ચિત્રકાર પાસે શ્રીવલ્લભાચાર્ય અને તેમના ત્રણ શિષ્ય દામે દરદાસ હરસાની, કૃષ્ણદાસ મેઘન અને માધવભટ્ટ કારમીરીનું સમુચિત્ર આલેખાવ્યું, જે અત્યારે કિશનગઢના દરખારમાં મેજૂદ છે. એ પછી યાત્રા અધૃણ રાખી શ્રીવલ્લભ પ્રભુના આદેશે પ્રયાગ, કાશી, જગન્નાથજી થઈ પોતાના વતનમાં આવ્યા. ત્યાંથી માતાજીને સાથે લઈ કાશી આવ્યા અને ત્યાં સં. ૧૫૬૦ (યાદી) ના આષાઢ સુદિ ૫ ને દિને શ્રીદેવન ભટ્ટની મહાલક્ષ્મી નામક કન્યા સાથે લગ્ન કર્યા. માતા અને પત્નીને ત્યાં જ રાખી શ્રીવલ્લભ પ્રથમ શ્રીગિરિરાજ આવ્યા. ત્યાંની વ્રજયાત્રા પૂર્ણ કરી પછી કેરક્ષેત્રમાં જ્યાં મેટાભાઈ શ્રીકેશવપુરી હતા, '' ત્યાં સાવી પ્રણામાદિક કરી પછી પાછા શીવલ્લભ કાશી આવ્યા. ત્યાં ઘેાડા ૨સ બિરાજી પછી બીજી યાત્રાનાં બાકી રહેલાં તીથાનાં દર્શન કરવા નીકળ્યા. આ વખતે ફરતા ફરતા શ્રીવલ્લભ દક્ષિણમાં આવ્યા. કહેવાય છે કે ત્યાં તુંગભદ્રાના તીર પર આવેલા વિજયનગરમાં તે વખતના રાજ્ન્મ વીરનૃસિંહના સમયમાં તેના નાના ભાઈ કૃષ્ણુરાય રાલુના આગ્રહથી દરબારમાં ચાલતા એક રાાસ્ત્રાર્થમાં ભાગ લેવા શ્રીવલ્લભ આવ્યાં. અહીં શાસ્ત્રાર્યમાં વિજય મળતાં તેમના સં. ૧૫૬ના ચૈત્ર સુદમાં સુવર્ણાભિષેક કરવામાં આવ્યા. ત્યાંથી આચાર્ય પદવી પ્રાપ્ત કરી શ્રીવલ્લભ તીર્થભ્રમણ કરતા કરતા ગૂજરાત-કાઠિયાવાડ-કચ્છ -સિંધ-બદરિકાશ્રમ વગેરે તીર્થોમાં થઈ સં. ૧૫૬૪ માં કાશીમાં પેાતાને ઘેર આવી પહોંચ્યા. કાશીમાં સ્થિર થયા પછી ત્યાંના કેવલાદ્વૈતી સંન્યાસીએ સાથે અનેક વાદવિવાદના પ્રસંગ આવ્યા. વાદીઓને નિરુત્તર કરવાને માટે પાશ્ર્વન નામક વાદગ્રંથની રચના કરી શ્રીવલભાચાર્યે શ્રાવિષેશ્વરના દ્વાર પર બાંધ્યા. છતાં ઉપદ્રવ શાંત ન થવાને કારણે મિત્રો અને સંબંધીઓની સલાહથી સ. ૧૫૬૭ માં નજીકના, ગંગાકિનારા પર આવેલા અડેલ નામક ગામમાં જઈ ત્યાં કાયમી નિવાસ કર્યા. અહીં મળેલી શાંતિના સમયમાં પૂર્વ અને ઉત્તર સીમાંસાનાં ભાગ્યે।, ભાગવત ટીકા- સુખેાધિની, અને પ્રકીર્ણ પ્રકરણગ્રંથાની રચના કરી. અહીં સં. ૧૫૭૦ ના કાર્તિક વદિ ૧૧ ને દિને પ્રથમ પુત્ર શ્રીગોપીનાથજીને અને સં. ૧૫૭૨ના માગશર ( વ્રજ પોષ ) વદિ ૯ ને દિવસે શ્રીવિશ્વનાથજીને જન્મ થયા. ( કાઇ શ્રી ગોપીનાથજીના જન્મ સં. ૧૫૬૭ માં પણ માને છે; પણ શ્રીકલ્યાણ ભટ્ટ “ કલેાલ’”માં ૧૫૭૦ જણાવે છે, જે ખાટા હેાવા કારણુ નથી. ) 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64