Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 15
________________ શ્રીવલ્લભાચાર્ય ૫૭ યથાસમય શ્રીવલ્લભને યજ્ઞોપવીત સંસ્કાર કરાવ્યો અને બાળકના વિદ્યાભ્યાસનું કાર્ય મધ્વસંપ્રદાયી શ્રીમાધવંદ્રપુરી નામક પંડિતને સંપ્યું. થોડા સમય ઉપર જ સ્થપાયેલી શ્રીમાધવૈદ્રપુરીની પાઠશાળા એ વખતે કાશીમાં એમની વિદ્વત્તાથી વિખ્યાત થઈ ચૂકી હતી. અહીં શ્રીમાધદ્રપુરીજી પાસે બાળક વલ્લભના અભ્યાસનું દેક વર્ષ કાર્ય ચાલ્યા પછી બીમાધવંદ્રપુરી સં. ૧૫૩૫ માં વ્રજમાં ગયા અને પાઠશાળાનું કાર્ય શ્રી માધવતીર્થ નામના વિદ્વાનને સોંપતા ગયા. શ્રી રામકૃષ્ણને યજ્ઞોપવીત સંસ્કાર થયા પછી શ્રી માધવતીર્થ પાસે ભણવા મુકવામાં આવ્યો. થોડા જ સમયમાં બંને બાળકે સારા વિદ્વાન થયા. આ બાળકને દાર્શનિક જ્ઞાન અપાવવાની ઈરછાથી બંને પુત્રીનાં લગ્ન પતાવ્યા પછી . ૧૫૪ર માં શ્રીલક્ષ્મણ ભટ્ટજી પિતાના આ બંને બાળક અને પની સાથે દક્ષિણમાં તુંગભદ્રા નદીને કિનારે આવેલા અને જ્યાં પોતાના સાળા સુશમાં રહેતા હતા તે સુપ્રસિદ્ધ વિજયનગર નામ નગરમાં આવ્યા. ત્યાંના સરરવતી-ભંડારમાં પૂર્વ અને ઉત્તરમીમાંસાનો તુલનાત્મક અભ્યાસ કરાવવાને માટે શ્રીલક્ષ્મણ ભટ્ટજીએ બંને બાળકે સેપી આયા. બે વર્ષ સુધી મન લગાવી ત્યાં અભ્યાસ કર્યા બાદ શ્રીવલ્લભની ભારતવર્ષના દાર્શનિક પંડિતમાં ગણના થવા લાગી. આ જ સમયમાં શ્રીવલ્લભે “તત્વાર્થદીપનિબંધ' નામક સર્વ શાસ્ત્રોના સંદેહરૂપ ગ્રંથની રચના કરી, પિતાના પિતાજીને ભેટ આપે. કરો . આ , {" છે, જો શ્રીવલ્લભના અધ્યયન પછી સં. ૧૫૪૫ માં શ્રી લક્ષ્મણ ભટ્ટજી ફરી તીર્થયાત્રા કરવાને માટે વિજયનગરથી નીકળ્યા. એમ કહેવાય છે કે જ્યારે એઓ શ્રી લક્ષ્મણ બાલાછમાં આવ્યા, ત્યારે ત્યાં શ્રીલમણુ ભટ્ટજી સ્વધામ પધાર્યા. કુટુંબને ભારે " વર્ષના બાળક શ્રીવલ્લભ ઉપર આવી પડ્યા. મોટાભાઈ શ્રીનારાયણ ભટ્ટ શ્રીવલ્લભથી મોટા હતા, પરંતુ કાંકરવાડમાં પૂર્વે શ્રી માધવેંદ્રપુરી યાત્રા કરતાં આવી ચઢેલા ત્યારે તેમની ભક્તિપરાયણતા જોઈ શ્રીમાધવિંદ્રપુરીએ તેમને દીક્ષા આપી નેપાલમંત્ર આપ્યો હતા; અને કેશવપુરી એવું નામ પાડયું હતું. શ્રી માધવેંદ્રપુરીની સાથે તેઓ સંન્યસ્તદશામાં રહેવા લાગ્યા હતા. શ્રી માધવેકપુરી કાશી આવ્યા પછી શ્રી કેશવપુરી ધર્મપ્રચારનિમિત્ત તીર્થયાત્રામાં નીકળી પછી સુકર ક્ષેત્રમાં જઈ રહ્યા હતા. ગૌડિયા સંપ્રદાયમાં શ્રી કેશવપુરીનું માન અસાધારણ હતું. આમ એ વિરક્ત થઈ ચૂકેલા હતા. શ્રીવલ્લભ પિતાને અંત્યેષ્ટિવિધિ પૂર્ણ કર્યા પછી, નાનાભાઈ અને માતાની સાથે કાંકરપાંદુમાં આવ્યા અને પિતાના કાકા શ્રી જનાર્દનભટ્ટ સાથે રહેવા લાગ્યા. થોડો સમય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64