Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 14
________________ શ્રીવલભાચાર્ય કેશવરામ કાશીરામ શાસ્ત્રી પ્રાચીન વૈષ્ણવાચાર્ય શ્રીવિષ્ણુસ્વામીઃ તેમની પરંપરામાં થયેલા ગોવિંદાચાર્ય નામે એક વૈષ્ણવાચાર્યના શિષ્ય વલ્લભભટ્ટના વંશમાં, આંધ્ર દેશના કાફૂરપાંઠુ કે કાંકરવાર નામક ગામમાં, પૂર્વ, કૃષ્ણયજુર્વેદીય તૈત્તિરીયશાખી ભારદ્વાજ ગોત્ર અને આપdબ સૂત્રના, વેલનાડુ કુટુંબના, શ્રીયજ્ઞનારાયણ નામે એક વિદ્વાન તૈલંગ બ્રાહ્મણ રહેતા હતા. તેમના પુત્ર ગંગાધર ભટ્ટ. તેમના ગણપતિ ભટ્ટ ને તેમના વલ્લભ ભટ્ટ; વલ્લભ ભટ્ટને લક્ષ્મણ ભટ્ટ અને જનાર્દન ભટ્ટ નામના બે પુત્રો થયા, આ કુટુંબ સમયાજી હતું અને તેથી તેની શાખજ સમયાજી પડી ગઈ હતી. શ્રીયજ્ઞનારાયણ ભટ્ટથી માંડી શ્રી લક્ષ્મણ ભટ્ટજી સુધીમાં સો સમયજ્ઞ પૂરા કરવામાં આવ્યા હતા. એમ મનાતું આવ્યું છે કે જે કુલમાં સો સેમયજ્ઞ પૂરા થાય તે કુલમાં જબરદસ્ત દૈવાંશી પુરૂષને જન્મ થાય. એ પ્રમાણે શ્રીલક્ષ્મણ ભટ્ટજીને ત્યાં તેવા દૈવાંશી પુરુષના જન્મની સંભાવના કરવામાં આવતી હતી. શ્રીલક્ષ્મણ ભટ્ટજીનાં વિજયનગરના રાજગુરુ શ્રી સુશર્માનાં ઈલમાગારૂ નામક બેન સાથે લગ્ન થયાં હતાં. તેમાં તેમને શ્રીનારાયણ ભટ્ટ નામક એક પુત્રને અને બે પુત્રીઓને જન્મ થયો હતો. એ ત્રણ બાળકના જન્મ પછી શ્રી લક્ષ્મણ ભટ્ટજીને પ્રયાગ નિવાસ કરવા જવાની ઈચ્છા થઈ. પુત્ર શ્રી નારાયણ ભટ્ટને કારપાંટુ ગામમાં જ પોતાના ભાઈ જનાર્દન ભટ્ટજીને ત્યાં રાખી પિતાની બે પુત્રી અને પત્ની સાથે યાત્રા કરવાને માટે શ્રી લક્ષ્મણ ભટ્ટજી પિતાને ગામથી વિદાય થયા. તેઓ તીર્થભ્રમણ કરતા કરતા ભીમરથી નદીને કિનારે ચંપારણ્ય નામક સ્થાનમાં આવ્યા. અહીં શ્રીદલ્લમગારૂછને સં. ૧૫૨૯ ના ચૈત્ર (વ્રજ વૈશાખ) વદિ ૧૧ ને શનિવારની રાત્રીએ સાત માસે પુત્રજન્મ થયો. (કઈ સં. ૧૫૩૫ ના ચૈત્ર વદિ ૧૧ રવિ અને કઈ તે તિથિ-માસ-વર્ષ પણ વાર ગુરુવાર કહે છે. ગીતાની રસિદરંગની નામક ટીકાકાર શ્રી કલ્યાણ ભટ્ટજી પિતાના કહલાલ નામક ગ્રંથમાં વર્ષ ૧૫૨૯ ને વારે શનિ કહે છે. જે ગણિતની દષ્ટિએ બરોબર છે. સૌથી જૂને વર્ષને ઉલેખ શ્રી કલ્યાણ ભટ્ટજીને છે. ગૌડિયા સંપ્રદાયના ગ્રંથોમાં પણ આ જ વર્ષ મળે છે.) બાળક અધુરે મારો જન્મતાં ક્ષણભર મૂછ રહી, પરંતુ પછીથી પરમ તેજસ્વી મહાન અલૌકિક સુંદર બાલકનાં દર્શન થયાં. આ જ બાળક તે શ્રીવલભ. શ્રી લક્ષ્મણ ભટ્ટજી પિતાના આ બાળક અને પત્નીને લઈ નિકટના ચૌડા ગામમાં આવ્યા અને ત્યાં જાતકર્માદિ સંસ્કારો કર્યા. ત્યાં દોઢ બે માસ રહ્યા પછી આ નાનું કુટુંબ આગળ વધ્યું અને કેટલાંક તીર્થોમાં યાત્રા કરતાં કરતાં પ્રયાગમાં નિવાસ કરી રહ્યું. અહીં પ્રયોગમાંજ ત્રણ વર્ષ બાદ શ્રી. રામકૃષ્ણ નામક બાળકને શ્રીલક્ષ્મણ ભટ્ટજીને ત્યાં જન્મ થયો. હવે જ્યારે શ્રીવલ્લભ પાંચ વર્ષના થયા ત્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજી કાશી જઈ રહ્યા. ત્યાં હનુમાન ઘાટ ઉપર એક મકાન ભાડે લઈ એમણે કાયમી નિવાસ કરવાનો નિશ્ચય કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64