________________
સ્થાનાંગ-સમવાયાંગ ૧ શ્રમણે બેલ્યા – “હે ભગવદ્ ! એ દુઃખ કોણે કર્યું?”
ભગવાન – ‘જીવે જ એ દુઃખ પિતાના પ્રમાદવશ ઉત્પન્ન કર્યું છે?”
શ્રમણ – “હે ભગવન ! એ દુ:ખને જોગવવું કેવી રીતે ?” ભગવાન – “અપ્રમત્ત થઈ એ દુઃખ જોગવવું જોઈએ.
[–સ્થા. ૧૬૬] ચાર દુઃખશય્યા છે –
૧. ઘરબાર છોડી અણગાર થયે પણ પછી જિનપ્રવચન વિષે શંકા, કાંક્ષા, વિચિકિત્સા કરે અને જિનપ્રવ-- ચનમાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિહીન થાય એટલે તેને બુદ્ધિભેદ થાય છે, આ પ્રથમ દુઃખશય્યા છે.
૨. ઘરબાર છેડી શ્રમણ તે થાય પણ પછી જે કાંઈ મળે તેથી સંતુષ્ટ ન થતાં બીજા પાસેથી વધારે પ્રાપ્તિની આશા રાખે છે અને તેથી તેની બુદ્ધિ ઠેકાણે રહેતી નથી અને ધમભ્રષ્ટ થાય છે, આ બીજી દુઃખશય્યા છે.
૩. અણગાર થયા પછી પણ માનુષિક અને દૈવી કામગોનો આસ્વાદ લે અને વધારેની ઈચ્છા રાખે તથા આખરે ધર્મભ્રષ્ટ થાય, તે ત્રીજી દુખશય્યા છે. * ૪. અણગાર થયા પછી ગૃહસ્થજીવનમાં સ્નાન અને શરીરશુશ્રષા જે કરી હોય તેની યાદ લાવી મનમાં સંતાપ કરે કે, “આ સાધુ અવસ્થા તો કષ્ટદાયી છે જેમાં સ્નાન થાય
* સરખાવ, અંગુત્તર૦ ૧,૬૮–૯ :– “પ્રમાદ જેવી બીજી કોઈ વસ્તુ હું નથી જેતો જે અનુત્પન્ન અકુશલને ઉત્પન્ન કરે અને ઉત્પન્ન કુલધર્મને નાશ કરે. પ્રમાદ જ એવો છે જે બધા અકુશલને ઉત્પન્ન કરે છે અને કુશલ ધર્મોને નાશ કરે છે.” ભગવાન બુદ્ધે આમ કહીને પછી અપ્રમાદને તેથી વિપરીત કહ્યો છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org