________________
૨૮
સ્થાનાંગસમવાયાંગઃ ૧ અહીં મૂળમાં આત્મભાવ શબ્દ છે એ પણ ધ્યાનમાં લેવા જેવો છે. જેઓના મત પ્રમાણે આત્મા હોય તેઓ જ આત્મભાવમાં રહી શકે. પણ બૌદ્ધો તે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ માનતા જ નથી. તેમને મતે ચિત્ત જ છે. તે સ્વભાવે પ્રભાસ્કર છે; પણ મલ આગંતુક છે અને તેનો નાશ થઈ શકે છે – અંગુર ૧, ૬. અને ચિત્તની જ રક્ષા અને ભાવના કરવી જોઈએ, એવું વારંવાર બુદ્દભગવાને કહ્યું છે. – અંગુર ૧, ૩. ઈત્યાદિ. અને તેથી જ કઈ પણ વસ્તુમાં જે આત્મભાવ ઘારણ કરે છે, તે પૃથસ્જન છે – સાધારણ મનુષ્ય છે; પણ સમ્યગ્દષ્ટિ છે તે ક્યાંય આત્મભાવ ધારણ કરતો નથી, એમ અંગુત્તર૦ (૧. ૧૫. ૩)માં કહ્યું છે.
શું બધાં શીલત્ર સફલ છે? આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે, જે વ્રતાચરણથી કુરાલ ધર્મની વૃદ્ધિ અને અકુશલધર્મની હાનિ થાય, તે જ વતાચરણ સફલ માનવું જોઈએ અને તેથી વિપરીત હોય તે નિરર્થક જ સમજવું જોઈએ. – અંગુત્તર૦ ૩,૭૮.
સુખ- દુ:ખ સુખ દશ છે –
૧. આરોગ્ય; ૨. દીર્ધાયુ, ૩. ધનાઢયતા, ૪. કામ; પ. ભેગ; ૬. સંતેષ; ૭. અતિજે વખતે જે જોઈએ તે વખતે તે હાજર હોય; ૮. શુભભેગ; ૯. નિષ્ક્રમણ – પ્રવજ્યા, ૧૦. અનાબાધ – અનન્તસુખ.
[–સ્થા છ૩૭]
* ભગવાન બુદ્ધ પણ ગૃહીનું સુખ અને ત્યાગીનું સુખ એ બે વિભાગ કરીને સુખની વિવેચના કરી છે; પણ અગ્રસ્થાન તે ત્યાગીના સુખને જ આપ્યું છે. --અંગુત્તર૦ ૨,૭; ૪,૬૨. અહીં પણ બધાં સુખે સાથે ગણાવ્યો. છે. પણ જેન દૃષ્ટિએ નિષ્ક્રમણ અને અનાબાધ એ બે સુખે જ વાસ્તવિક સુખ સમજવાં જોઈએ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org