________________
શુભસંગ્રહ ભાગ ચેાથો
જ
જેવાં છે. તે ઉપરથી વાનરોની માફક એમના પણ સંધબળની આપણને ખાત્રી થાય છે. એકાદ કાગડાને કોઇએ ઘાયલ કર્યો હોય કે મારીને લટકાવ્યો હોય તે, કાકારોળ કરતા સેંકડે કાગડાએ જોતજોતામાં એકઠા થઈને, શેકસ્વરે વાતાવરણને ભરી દે છે, અને પેલા પોતાના જાતિભાઇના મડદાને ઉંચકી જવા મથે છે. તે જ રીતે એકાદ સ્થળે ભક્ષ જણાતાં પોતાના જાતિભાઇઓને. જુદાજ રે આમંત્રણ આપીને તે એકઠા કરે છે. એજ રીતે પોતાના જાતિભાઈને ન્યાય ચૂકવવા માટે પંચના રૂપમાં પણ ઘણી વખત નિયમબદ્ધ એકઠા થતા કાગપંચને મેં જોયું છે. દુર્ભાગ્યે એમની ભાષા હું સમજી શકતા નથી, એટલે તે વિષે કહી શકતું નથી; તોપણ એમની સંઘશકિત તે સાચેજ મનુષ્યોને શરમાવનારી છે.
આ બધાની સાથે પોતાના સ્વાર્થ માટે અંદર અંદર ઝઘડતા, પેાતાનાજ જેવા મનુષ્યસમાજને લૂંટી લેતા, પરતંત્રતામાં કચડી નાખતા, સ્વાથી લડાઈઓમાં હજારો અને લાખે મનુષ્યને નિર્દય રીતે રહેંસી નાખતા, પિતાના દેશ અને દેશવાસીઓના લાભ માટે અનેક કારીગરોના અને મારના અવયવો છેદી નાખતા, સ્ત્રીઓ અને અંત્યજોને અનેક રીતે અપમાન કરતા સરખાવી જોઈએ, ત્યારે મનુષ્યજાતિને પશુ-પંખી કરતાં વધારે ઉન્નત અને ઉદારરિતની કણ કહેવા તૈયાર થશે?
મનુષ્ય એ તે જાતે જ સ્વાર્થનું પૂતળું છે. તેને જીવનવ્યવસાય જોતાં જ જણાશે કે હમેશાં તે પિતાનાજ લાભમાટે મથ્યા કરે છે. પોતાની જાત માટે, પોતાના કુટુંબ માટે, પિતાના ગામ માટે અને છેવટે પોતાના દેશ માટે પણ જ્યાં જુઓ ત્યાં એ પિતાનાજ હિતમાટે તે ઝૂઝતા જણાશે. “આમવત્ સર્વ ભૂતપુ જેવા ઉન્નત કલ્પના કરનારા નીકળ્યા છે ખરા, પણ સર્વ ભૂતમાત્રને આત્મવત ગણનારા કેટલા સંતો નીકળ્યા છે?
કાળાઓ માટે ગોરાઓને ઠેષ છે, પૂર્વવાસીઓ માટે પશ્ચિમવાસીઓના મનમાં તિરસ્કાર છે, તો ગોરાઓ માટે કાળાઓને અને પશ્ચિમવાસીઓ માટે પૂર્વવાસીઓને પણ એવી જ લાગણી છે. આવું યુદ્ધ તો સમસ્ત બ્રહ્માંડભર સતત ચાલ્યાંજ કરે છે.
અને પેલો બુદ્ધિશાળી મનુષ્ય પોતાનાજ જેવા બીજા નિર્બળ મનુષ્યને લૂંટવા, કચડવા, છુંદી નાખવા તૈયાર થયો તે પહેલાં એણે પિતાના સ્વાર્થને ચમત્કાર પશુપંખી ઉપર પૂરેપૂરે અજમાવ્યો છે. જેટલાં પશુપંખી મનુષ્યના સહવાસમાં આવ્યાં, તે તમામની ઉપર એણે પિતાના સ્વાર્થને માટેજ અધિકાર જમાવી તેની પાસેથી લેવાય તેટલો લાભ લીધો છે. ઉંટ, હાથી, ઘોડા, ગધેડા, બળદ, પાડા-વગેરેને ભાર ઉંચકવામાં અને સ્વારીના કામમાં લીધા, ખેતીવાડીને બોજો પણ એમની જ ઉપર; ગાય, ભેંસ, બકરાં પાસેથી દૂધ અને ઘેટાં પાસેથી ઉન પડાવ્યાં; મેના, પોપટ અને કાકાકૌઆને પિતાના શેખને ખાતર કેદ કરી પાંજરે પૂયાં! આમ માણસે પોતાની બુદ્ધિનો ઉપયોગ સ્વાર્થ ખાતરજ કર્યો.
પશુ-પંખીની કિંમતનો આંકડો પણું માણસે પિતાના સ્વાર્થ ઉપરજ ઠરાવ્યો છે ! શરતના ઘેડાએ ખૂબ પૈસા કમાવરાવે તે એની ઝાઝી કિંમત, ગાય-ભેંસ જેટલું દૂધ આપે તે ઉપર એની કિંમત ! મનુષ્યની બુદ્ધિએ ક્યાં સુધી કામ કર્યું છે?
મોટા મોટા રણસંગ્રામે તે પિતાના સ્વાર્થ માટે ખેડે; છતાં અનેક ઉંટ, હાથી, ઘોડા, ખચ્ચર અને બળદોને, તેમના કશા પણ સ્વાર્થ વિના તોપના ગાળા ખાવા માણસ ધસડી જાય ! લડાઇનો લાભ તે પિતે ઉઠાવે, પણ મનુષ્ય સાથે હળીમળીને ચાલ્યાં એટલાં તમામ પશુ-પંખીના ભેગજ મળ્યા ! હજી જે દર રહ્યાં છે તેનાથી માણસ ડરતો ફરે છે, પણ પાળેલાં થઈને જે તેની પાસે આવ્યાં, તે દરેકને એણે પિતાના લાભમાટે કચડી નાખ્યાં છે !
કલાપિએ ગાયું છે કે, મચ્યું છે યુદ્ધ બ્રહ્માંડે, દેવદાનવનું અહે, હણે છે કેઈતો કેઈ, રક્ષાનું કરનાર છે. એક અર્થમાં એ ભલે સાચું હોય, પણ બીજા અર્થમાં જોતાં તો સમસ્ત વિશ્વમાં માનવી
x
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com