________________
આત્મા સ્વરૂપને ઓળખી સર્વ જીવો મારા જેવા ચેતન સ્વરૂપ છે. મારે કોઈની સાથે સંબંધ બગાડવો નથી. બધા જીવો મારા મિત્ર છે. ધર્મનું બીજ મૈત્રી, પ્રમોદ, કરૂણા, માધ્યસ્થ ભાવમાં રહેલું છે.
વૈર વિરોધ, તિરસ્કાર, ધિક્કાર, અહંકાર, નિંદાના ભાવો મૈત્રી આદિ ભાવનો નાશ કરે છે.
કષાયની માત્રા વધતી રહે તો વેરની ગાંઠ આત્મામાં બંધાય છે અને તેથી આ જીવ વારંવાર દુર્ગતિનો અધિકારી બને છે. માટે પ્રાણના ભોગે પણ મૈત્રી ભાવના ખંડિત કરવા જેવી નથી!
મોક્ષ માટેની પાત્રતા વિકસાવવા ગુણાનુરાગી બનવું જોઈએ. આત્માએ પરના ગુણો દેખી આનંદ અનુભવવાનો છે. પ્રમોદ ભાવનાને કેળવવાની છે.
સમતાયોગને બળવાન બનાવવો છે?
અરિહંત આદિ ચારના શરણભાવથી સહિષ્ણુતા ગુણ કેળવો એટલે સમતાયોગ બળવાન બનશે.
સમતાયોગ મોક્ષ માટે અસાધારણ કારણ છે ! સમતામાં સામર્થ્ય છે કે બે ઘડીમાં જ સકલ કર્મોનો નાશ કરી શકે છે.
સમતાને સિદ્ધ કેમ કરવી ? પ્રત્યેક આરાધકે જીવનમાં કષાયોનો નિગ્રહ, ઈન્દ્રિયો-વિષયો-મનનો નિગ્રહ વારંવાર કરતા રહેવાની.
ઈન્દ્રિય નિગ્રહ વગરનો જીવ પોદ્ગલિક પદાર્થોને આધીન બને છે. મનના નિગ્રહ વગરનો જીવ વારંવાર દુષિત ભાવમાં પડે છે. વિષયના નિગ્રહ વગરનો જીવ પોગલિક પદાર્થો પાછળ દોડતો રહે છે. કષાય નિગ્રહ વગરનો જીવ વારંવાર ક્રોધ-માન-માયા-લોભને વશ થતો
રહે છે. આ ચારે નિગ્રહ આત્માની જાગૃતિ લાવે છે. =================k ૩૫ -KNEF==============