________________
***
બધું કરવા દોડી ના જાવ, થોડું પણ ખંતથી કરો. દસ જગ્યાએ ખાડા ખોદીએ તો પણ પાણી ના નીકળે.
માતુષ મુનિ : રોજ સવારથી સાંજ દરેક પોરિસીમાં એક જ કામ કરતા. ૩૧ અને મા તુષ’ ગોખે, અર્થથી આત્માને ભાવિત કરે. ૧૨ વર્ષ સુધી રોજના ૫ પ્રહર આ જ ગોખતા.
‘મા
હિરાનો વેપારી હિરાઓનું સોર્ટીંગ કરે ત્યારે કેવી સ્થિરતા હોય ? નોટ ગણીએ ત્યારે કેવી સ્થિરતા હોય ? આવી જ સ્થિરતા વાચના લેતાં, શબ્દો-શબ્દોના અર્થમાં, રહસ્યમાં, ઊંડાણમાં, અંતરગ ધ્વનિમાં બધે આંતરિક જોડાણ થાય.
* સરોવરનું પાણી પીવાની બધાને છૂટ છે પણ ડહોળવાની છૂટ નથી. પ્રશ્નો વિવેકથી પૂછવા જોઈએ, સભામાં ખલેલ ના થવા દેવાય.
નમસ્કાર ત્રણ પ્રકારના હોય છે :
܀
તારક તીર્થંક૨ને કરેલા નમસ્કારનું સામર્થ્ય આપણી કલ્પના બહારનું છે.
૧. ઈચ્છાયોગનો નમસ્કાર સાતિચારી ચારિત્રીનો નમસ્કાર.*
૨. શાસ્ત્રયોગનો નમસ્કાર છઢે કે સાતમે ગુ. રહેલ નિરતિચારીને હોઈ શકે. ૩. સામર્થ્યયોગનો નમસ્કાર ક્ષપક શ્રેણિ મહાત્માઓનો નમસ્કાર.
*શ્રુત શાસ્ત્રમાં કહ્યાં મુજબ કરવાની ઈચ્છાવાળા એવા જ્ઞાનીનો પણ પ્રમાદને કારણે જે સંપૂર્ણ ધર્મયોગ હોય તેને ઈચ્છાયોગ કહેવાયો છે.
શાસ્રકાર શિરોમણિ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજે ‘યોગબિંદુ’માં લખ્યું છે : મિત્ર પ્રત્યેસ્તુ યન્ત્રાવો મોક્ષે વિત્તું મને તનુઃ ।
જેણે રાગ-દ્વેષની ગ્રંથિ ભેદી હોય તેનું તન ભલે સંસારમાં હોય પણ એનું મન તો મોટે ભાગે મોક્ષમાં જ હોય.
જે ‘પ્રિયધર્મી’ છે તેને પૈસો, પરિવાર, પત્ની, સ્વજનો, સંસારની પ્રવૃત્તિ, પહેરવું-ઓઢવું, દર-દાગીના, બંગલા-બગીચા આ બધું ન ગમે. પ્રિયધર્મીની આ જ દશા હોય. તેને ધર્મ જ ગમે.
****************** 899 ******************