Book Title: Shrut Bhini Aankho ma Vij Chamke
Author(s): Vijay Doshi
Publisher: Satrang Media and Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 451
________________ >>>> નિગોદ-મુક્તિ.. (રાગ: રાખનાં રમકડાં ને...) વાસનાની વાટમાં વિચારોનાં વિકાર છે, વાતો કરીએ ડાહી ડાહી, શૂન્ય સમો આચાર છે... વિષયોની સંતાકૂકડી રમવામાં મનડું મ્હાલે, સ્નેહ, કામ, દૃષ્ટિની રાગ ત્રિકે જીવ નાચે તાલે રે... દેહ અને આત્માનાં મિલન માથે કર્મોનાં પડળ છવાયાં (૨) ભવો અનંતા વિત્યાં, અવિરતિનાં રંગે રંગાયા રે... ‘અરિ’ ક્યાંથી આવ્યો, ક્યાં છે જવાનો, વાસનાની... દસ દૃષ્ટાંતે દુર્લભ માનવ-ભવને સાર્થક કરીએ, પદ નિર્વાણને પામી, ૠણ નિગોદ મુક્તિનું ભરીએ રે... વાસનાની... ખબર નથી કંઈ આ જીવની વાસનાની... એ ય ખબર નથી હું કોણ છું ? ચિંતા ધ૨જે એક ‘શિવ’ની. જ્ઞાની કહે છે, એકલો આવ્યો, એકલો તું છે જવાનો માનવ જન્મ છે, મમતા અને આસક્તિ અરિ હણવાનો વીતરાગ પ્રણિત બાર ભાવના, જીવની સંજીવની. વાસનાની... ક્યાંથી... ક્યાંથી... ‘સવ્વ જીવા કમ્મ વસ’ના મંત્રે દ્વેષ સહુ ટળશે બાર ભાવનાનાં ચિંતનથી, રાગ બધો યે ગળશે ‘શ્રદ્ધાંધ’ ચહે અરિહંત આશિષ મળજો ‘અરિ’થી મુક્તિ. ****************** 829 ****************** ક્યાંથી...

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481