________________
શુભગતિ આરાધનાના ૧૦ અધિકારો ૧. અતિચાર આલોયણા. ૨. વ્રત (ગુરુની સાખે). ૩. ક્ષમા (૮૪ લાખ યોનિને ખમાવતી ક્ષમા). ૪. ૧૮ પાપસ્થાનક વોસિરાવવા. ૫. ચાર શરણાનું નિત્ય અનુસરણ. ૬. દુરાચારની નિંદા - ગહ. ૭. શુભનું અનુમોદન. ૮. મનનાં શુભ અધ્યાવસાયો. ૯. અવસરે અણસણ. ૧૦. નવપદનો જાપ. - જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ અને વીર્યાચાર તણા આ ભવ અને પરભવનાં અતિચારોની આલોયણા.
ગુણસ્થાનો - ૧૪ ૧. મિથ્યાત્વઃ સર્વ દુઃખોનું મૂળ કારણ. ૨. ગુણસ્થાનનો આધાર બાહ્ય ધર્મક્રિયા પર છે? True or False ?
False. આધાર અંતરના પરિણામ પર છે. ૩. શુદ્ધ માન્યતાની શી જરૂર? તે વિના ગુણોનું સ્વરૂપ યોગ્ય રીતે સમજાતું નથી.
શુદ્ધ ઉપયોગ થતો નથી. ૪. શુદ્ધ માન્યતા એટલે શું? જીવની જડતા, પર દ્રવ્યના મોહને લીધે છે.
દા.ત. ખીસ્સામાં ૧૦૦ ડૉલર પોતાના હોય તો ગરમી રહે ને? બેંકવાળાના ૧૦ લાખ ડૉલર રોજ ગણીને ઘરે આવીએ ત્યારે મોં પર Power કેમ નહિ? પરની માલિકી ત્યાં સમજાય છે માટે.