Book Title: Shrut Bhini Aankho ma Vij Chamke
Author(s): Vijay Doshi
Publisher: Satrang Media and Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 479
________________ >>>> ** ૩૮. એક પંચેન્દ્રિય તિર્યંચ પણ અન્ય તિર્યંચનો સત્કાર કરે, સન્માને, લેવા જાય, વળાવવા પણ જાય. બે હાથ જોડે. તિર્યંચમાં પણ આવો સભ્ય વ્યવહાર હોય ! (ભગવતી સૂત્ર : શ.૧૪, ૯.૩). ૩૯. દેવ પત્થરમાં પ્રવેશે ત્યારે પૃથ્વીકાય, અકાય યાવત્ ૨૪ દંડકના જીવોને દેવ વળગી શકે છે, ને પોતાની ઈચ્છા મુજબ પ્રવૃત્તિ કરાવી શકે છે, આને યક્ષ પ્રવેશ ઉન્માદ કહે છે. બીજો મોહનીયકર્મોનો ઉન્માદ પણ હોય છે. દેવ પૃથ્વીકાય-પત્થ૨માં પ્રવેશ કરે તો પત્થર ચાલવા-નાચવા લાગે. વનસ્પતિકાયમાં પ્રવેશે તો વનસ્પતિકાયના રંગ, આકાર બદલે છે! જાણે T.V.નો Remote control ! ૪૦. કંદમૂળમાં જીવ કેટલાં ? દરેકને એક રાઈના દાણા જેવડા મોટા કરે તો આખો લોક ભરી દે તોય ના સમાય. ૧૪ રાજલોક જ નહીં, એવા અનંતા રાજલોકમાંય ના સમાય. (જીવાભિગમ સૂત્ર) ૪૧. સિદ્ધક્ષેત્ર પામવાનો Passport ક્યો ? સમકિત. સમ્યગ્દર્શન સિદ્ધક્ષેત્રમાં Reservation કરી આપે છે. પરંતુ પુરુષાર્થ વિના પરમાત્મા ન બનાય. પ્રચંડ પુરુષાર્થથી અંતઃમુહૂર્તમાં સિદ્ધ બને અને ઉ.કાળ અર્ધપુદ્ગલ પરાવર્તકાળ પણ થઈ જાય, જો સિદ્ધ થવાના પુરુષાર્થમાં ઢીલમ્ ઢીલ હોય. (પક્ષવણા સૂત્ર : પદ-૧૮) ૪૨. શક્રેન્દ્ર દેવરાજનો દૂત ‘હરીણગમેષી દેવ’ દેવલોકમાં ડૉકટર સમો દેવ છે. એક માતાના ગર્ભસ્થ જીવને બહાર કાઢી અન્ય માતાના ગર્ભમાં મૂકી દે. આમ ક૨વામાં પેટને ચીરે નહીં, માતાને કે ગર્ભસ્થ જીવને ખબર પણ ના પડે. અરે ! ગર્ભને માતાના નખ કે રોમમાંથી પણ બહાર કે કાઢી શકે જરાય વેદના વગર. (પક્ષવણા સૂત્ર : પદ-૧૮) ૪૩. નરક અને નારકી : અસહ્ય દુઃખો. ૧૦ પ્રકારની ક્ષેત્ર વેદના, નારકીને ૩ ****************** *** ******************

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481