Book Title: Shrut Bhini Aankho ma Vij Chamke
Author(s): Vijay Doshi
Publisher: Satrang Media and Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 477
________________ દુલ્લાહે ખલુ માણસે ભવે” દુર્લભ છે ખરેખર માનવ ભવ! (ભગવતી સૂત્ર) ૨૫. એવા પણ જીવો છે કે જે ૪૮ મિનિટમાં ૧૨,૮૨૪ શરીરોને છોડે છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાયના જીવો ૪૮ મિનિટમાં ૧૨,૮૨૪ વાર જન્મ મરણ કરે છે ! પ્રત્યેક વનસ્પતિકાય ૩૨,૦૦૦ શરીરને ધારે ને છોડે. સાધારણ વનસ્પતિકાય ૬૫,૫૩૬ શરીરો ધારે ને છોડે. અંતર્મુહૂર્તમાં છ કાયના જીવો કેટલાં ભવ કરે છે! (ગ્રંથને આધારે) ૨૬. ૧૬,૩૮૩ હાથી પ્રમાણ શાહીથી લખી શકાય તેટલું ૧૪ પૂર્વનું જ્ઞાન, જ્ઞાની અણગારો પોતાની પ્રાપ્ત થયેલ લબ્ધિ વડે અંતઃમુહૂર્તમાં જોઈ ફેરવી લે છે! (ગ્રંથને આધારે) ૨૭. એક સમયમાં અસંખ્ય જીવોનાં જન્મ-મરણ થાય છે. (જીવાભિગમ સૂત્ર). ૨૮. દેવશક્તિની દિવ્યતાનાં દર્શન, નિરિક્ષણ ભવનપતિના દેવો જંબૂઢીપને ઉપાડી મેરૂ પર્વત પર છત્રાકારે રાખી શકે તેટલી શક્તિવાળા છે. આસક્તિના પાપે પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે! (પન્નવણા સૂત્ર) ૨૯. વાયુકુમાર ઈન્દ્ર વૈક્રિય વાયુ વિકર્વી એક ઝપાટો મારે તો આખા જંબૂદ્વીપને પૂરી દે. સ્તનીત કુમારેન્દ્ર શબ્દોના સમ્રાટ, ગર્જના વડે બધા જંબુદ્વીપના માનવીઓને બહેરાં કરી દે. નાગકુમાર ધરણેન્દ્ર, સુવર્ણકુમારેન્દ્ર પોતાના શરીરના એક ભાગથી આખા જંબૂઢીપને રોશનીમય કરી દે. વિદ્યુતકુમારેન્દ્ર વિદ્યુતના ચમકારાથી જંબુદ્વીપને રોશનીમય કરી દે. અગ્નિકુમારેન્દ્ર અગ્નિ જવાળાથી જેબૂદીપને બાળી શકે. દ્વીપકુમારેન્દ્ર હથેળીમાં જંબૂઢીપને રાખી શકે. ઉદધિકુમારેન્દ્ર જંબુદ્વીપને જલતરંગથી પાણી વડે ભરી દે. (પન્નવણા સૂત્ર) ૩૦. “જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ' : લાખો વર્ષો, પલ્યોપમો અને સાગરોપમો સુધી દિવ્ય કામભોગને ભોગવનારા હોવા છતાં અતૃપ્તિ અને આસક્તિને કારણે પ્યાસા જ રહે છે. દેવલોકની સમૃદ્ધિઓ, વનો, ઉદ્યાનો, ફૂલોમાં પરોવાયેલો એ જીવ એક નાનકડાં ફૂલમાં ઉત્પન્ન થઈ જાય છે. ફૂલને ન નાક, ન કાન, ન આંખ. દેવ હવે દુઃખી દુઃખી. (પન્નવણા સૂત્ર)

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481