Book Title: Shrut Bhini Aankho ma Vij Chamke
Author(s): Vijay Doshi
Publisher: Satrang Media and Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 474
________________ ૭. તીર્થકરની દેશના સાંભળી ૧૦૦૦ વ્યકિત દીક્ષા માટે તૈયાર થાય તો ૧૦૦૦ રજોહરણ અને ૧૦૦૦ પાત્રાની જોડ તૈયાર મળી રહે તેનું રહસ્ય કુત્રિકાપન.” કુ પૃથ્વી, ત્રિક: ત્રણ, આપનઃ દુકાન. ત્રણે લોકમાં ઉપલબ્ધ ગ્રાહ્ય વસ્તુ ત્યાંથી મળી રહે. Spiritual Department Store – કલ્પવૃક્ષ? (જ્ઞાતાધર્મકથા સૂત્ર : અ.૧) ૮. જીવ એક મુહૂર્ત માત્ર જો કષાય રહિત બની જાય તો કેવળજ્ઞાન થઈ જાય એ જીવને ! (ભગવતી સૂત્ર : શ.૬, ઉ.૪) અનંત સિદ્ધોથી અનંત ગણા જીવો એવા છે. જેણે કદિય અંતર્મુહૂર્તથી વધારે i.e. ૪૮ મિનિટથી વધુ મોટો ભવ નથી કર્યો. એક કલાક પૂરો પણ જીવવાને પામ્યાં નથી તે નિગોદનાં જીવો! (ભગવતી સૂત્ર : શ.૨૪) ૧૦. રે મોહી.... સમજ, બસ આટલું સમજ. એકવારનાં પ્રચંડ વેરાગી સંભૂતિમુનિ ભોગમાં લલચાતાં બ્રહ્મદત ચક્રી બન્યા. ૭૦૦ વર્ષનું આયુ ભોગવી ૭મી નરકનાં ૩૩ સા.ના દુઃખો મળ્યા. એક મિનિટના ભોગ પાછળ કરોડો પલ્યોપમનાં મહાભયંકર દુ:ખો. ધન્ના અણગારે નવ મહિના ભોગનો ત્યાગ કરી એક મિનિટના ત્યાગે અબજો પલ્યોપમનું સર્વાર્થસિદ્ધ સુખ મેળવ્યું. (અનુત્તરોવવાઈ સૂત્ર) ૧૧. ભવ્યજીવની અંતરધારાને ભીંજવનારા ૪ પ્રકારના વાદળા સમજાવતાં પરમાત્મા મહાવીરે જ્ઞાનની વર્ષા કરી છે. ૧. પુષ્કરાવ મેઘ : ૧ વાર વરસે,૧૦૦૦૦ વર્ષ સુધી ભૂમિને ફળદ્રુપ કરે ૨. પર્જન્ય મેઘ : ૧ વાર વરસે - ૧૦૦૦ વર્ષ સુધી પાક ઉગ્યા કરે. ૩. જીમુર્ત મેઘ : ૧ વાર વરસે - ૧૦ વર્ષ સુધી.. ૪. જિત્મ મેઘ : જેના વરસવા પર પાક ઊગે કે ન પણ ઊગે. સૌથી શ્રેષ્ઠ મહાવીર મેઘ. એમની વર્ષા આત્મધારા પર વરસે તો અનંતકાળ સુધી આત્મગુણોનો પાક ઊગ્યા કરે. (ઠાણાંગ સૂત્ર : સ્થાન-પ) =================K ૪૪૪ -KNEF==============

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481