Book Title: Shrut Bhini Aankho ma Vij Chamke
Author(s): Vijay Doshi
Publisher: Satrang Media and Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 467
________________ શ્રાવકના ધર્મો : પાંચ અણુવ્રતો. (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત : પ્રાણનો અતિપાત. ૧૦ પ્રાણ : મન, વચન, કાયા, ૫ ઈન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ. પ્રમાદ કે દુર્બુદ્ધિથી પ્રાણને હણવા કે ઈજા પહોંચાડવી એ હિંસા છે. પ્રમત્ત યોજાતુ પ્રાવ્યપરોપળ હિંસા । (તત્ત્વાર્થ ૭-૮) પ્રમાદથી અર્થાત્ રાગદ્વેષ વૃત્તિથી પ્રાણીના પ્રાણ લેવા હિંસા છે. પ્રમત્તયોગ તે ભાવ હિંસા, પ્રાણનો નાશ-દ્રવ્ય હિંસા છે. સંકલ્પથી નિરપરાધીની, આરંભથી, ઉદ્યોગથી, વિરોધીનો વધ હિંસા આમ ચાર પ્રકારની હિંસા સ્થૂલ પ્રકારની ગણાવી છે. (૨) સ્થૂલ પૃષાવાદ વિરમણ-વિશ્વાસઘાત તથા ખોટી સલાહ આપવી મહાપાપ કહ્યું છે. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ (૪) સ્થૂલ મૈથુન વિરમણ (૫) પરિગ્રહ પરિમાણ (૬) દિવ્રત (૭) ભોગોપભોગ પરિમાણ (૮) અનર્થદંડ વિરમણ (૯) સામાયિક વ્રત (૧૦) દેશાવકાશિક વ્રત (૧૧) પૌષધવ્રત (૧૨) અતિથિસંવિભાગ. ૬. સર્વવિરતિ – પ્રમત્ત સંયત : મહાવ્રતધારી સાધુ જીવનનું આ ગુણસ્થાન છે. સર્વવિરતિ હોવા છતાં પ્રમાદ. ઉચિત્ત ભોજન, ઉચિત્ત નિંદ્રા, મંદ કષાય પ્રમાદમાં ગણ્યા નથી. તીવ્રતા ધારણ કરે ત્યારે પ્રમાદ ગણાયો છે. ચોથું ગુણસ્થાન, ચારિત્ર મોહને નિર્બળ બનાવવો પડે છે. છઠ્ઠા ગુણસ્થાને જીવો સંસાર ત્યાગી હોય છે. ૭. અપ્રમત્ત સંયત : સાધુ જયારે અપ્રમત્ત બને છે. ત્યારે ૭ મા ગુણસ્થાને આવે છે. સ્થૂલ પ્રમાદ ૫૨ વિજય મેળવી લીધો હોય છે. સૂક્ષ્મ પ્રમાદ (વિસ્મૃતિ, અનુપયોગ વગેરે) હજુ નડતો હોય છે. તેના પર વિજય મેળવે છે અને પતન પામતાં વળી છઠ્ઠ ગુણસ્થાનકે આવે છે. આમ, ચડ-ઉત૨ થયા કરે છે. સાધુરૂપ લડવૈયા પ્રમાદ રૂપ શત્રુની સામે જય-પરાજય કરે છે. ૮. અપૂર્વકરણ : પૂર્વે ન કર્યા તેવા કરણ. અધ્યાવસાય સાવધાન રહી અધિક અપ્રમત્ત બનતાં ૮મા ગુણસ્થાને ચઢે છે. આ ગુણસ્થાને આત્મા, વિશુદ્ધ ****************** 839 ******************


Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481