________________
જ ૭ અભવ્યો પ્રચલિત છે ?
૧. કપિલા, ૨. કાલસીરિક, ૩-૪. બે પાલક, પ-. બે સાધુ : વિનયરત્ન તથા અંગારમર્દક અને ૭. સંગમ દેવ. ૧. કપિલા શ્રેણિકની મુખ્ય દાસી હતી. સાધુને વહોરાવી ના શકતી. “મેં
ક્યાં વહોરાવ્યું, મારા ચમચાએ વહોરાવ્યું છે' એવું કહેતી ભવ્ય સમકિતને પામે તો અવશ્ય મોક્ષે જાય. ફક્ત ભવ્ય હોવાથી મોક્ષ મળે જ એવો નિયમ નથી.
આચારઃ પ્રથમ ધર્મઃ પહેલો ધર્મ જ્ઞાન નહીં, પહેલો ધર્મ આચાર. ૨. કાલસીરિક કસાઈ ૫૦૦ પાડા મારવાનું બંધ કરે તો શ્રેણિક, “તારી
નરક ટળે!” ભગવાને કહ્યું. શ્રેણિકે કાલસૌરિકને કૂવામાં ઊતાર્યો કે હવે પાડા ન મારે પણ ત્યાંય રોજ કલ્પનાના ૫૦૦ પાડા મારતો જ રહ્યો. ૩-૪. બે પાલક : શ્રીકૃષ્ણનો પુત્ર પહેલો પાલક હતો. શાંબ અને પાલકને
શ્રી કૃષ્ણ કહ્યું, તમારા બેમાંથી જે સૌ પ્રથમ નેમિનાથ ભગવાનને કાલે વંદન કરશે તેને હું મારો શ્રેષ્ઠ અશ્વ ભેટ આપીશ.
વહેલી સવારે અંધારામાં જ પાલકે દોડતા દોડતા જઈ નેમિનાથ ભગવાનને વંદના કરી. શાંએ વિચાર્યું, અંધારામાં જયણા ન પળાય માટે બેઠા બેઠા ભાવથી જ વંદના કરી.
કૃષ્ણ ભગવાનને પૂછ્યું ભગવાનને પૂછ્યું : પ્રથમ વંદના કોણે કરી? શાંબની ભાવવંદના ઉત્તમ અને પહેલી હતી. પાલકની ફક્ત દ્રવ્ય વંદના હતી.
જયણામાં મોક્ષનું લક્ષ્ય છે, માટે જયણા ધર્મ છે. શાંબ ન ગયો તેમાં જીવહિંસા ન કરવાનો તેનો ઉપયોગ તે ધર્મ હતો.
બીજો પાલક મુનિસુવ્રત સ્વામી ભગવાનના શાસનમાં થયો.
સ્કંદકસૂરિજી આચાર્યને નમુચિએ પકડ્યા. પોતાનાં સેવક પાલક પાસે =================^ ૨૧૯-KNEF==============