________________
યથાર્થવાદી ભગવંત મહાવીરે કહ્યું કે, “માકંદીપુત્ર અણગાર! તે જીવો માનવભવ સ્વીકારીને બધા કર્મોનો ક્ષય કરી નિર્વાણ પામે છે. કૃષ્ણ વેશ્યાવાળા પણ એ ત્રણ પ્રકારના જીવો મનુષ્ય અવતારમાં આવી મોક્ષ મેળવવામાં ભાગ્યશાળી થઈ શકે છે. અગ્નિકાયિક અને વાયુકાયિક જીવો એ રીતે મનુષ્યભવ મેળવી શકતા નથી.
ચરમ એટલે જેનો સર્વદા અંત થાય.
દા.ત. કેવલી ભવિતાત્મા પોતાનાં જીવનમાં શેષ રહેલા વેદનીય, ગોત્ર અને નામ ત્રણે અઘાતી કર્મોની નિર્જરા કરે અને છેલ્લે આયુષ્ય કર્મનાં છેલ્લા સમયમાં વેદન કરાતાં કર્મને “ચરમ' કહેવાય. એનો સર્વદા અંત થાય છે. ક ક્રિયાઓ પાંચ પ્રકારે છેઃ કાયિકી, અધિકરણિકી, પરિતાપનિકી, પ્રાષિકી,
પ્રાણાતિપાતિકી. જ કોઈપણ સ્થળે, વાયુકાય વિના અગ્નિકાય એકાકી રહી શકતો નથી. ગમે
તે વાયુ કે અગ્નિ હોય તે સચિત હોય છે. વાયુકાય વિના અગ્નિકાય
પ્રજવલિત રહેતો નથી. * પૃથ્વીકાય જીવો આદિ :
પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવો વિષે પૃથ્વીકાયની સાત લાખ યોનિઓ છે. બધા પૃથક પૃથક આહારવાળા, તેનું પરિણમન કરનારા, કૃષ્ણ-નીલ-કાપોત-તેજ વેશ્યા ધરાવનારા, મિથ્યાષ્ટિવાળા, મતિઅજ્ઞાન અને શ્રુત અજ્ઞાનવાળા હોય છે.
કેવળ કર્મયોગના માલિક, સાકાર ઉપયોગ (જ્ઞાન) અને નિરાકાર ઉપયોગ (દર્શન)બંને પૃથ્વીકાય જીવોને હોય છે. જ્ઞાન અસ્પષ્ટ હોય, અભાવ ના જ હોય નહીંતર જીવનું લક્ષણ ઘટે જ નહીં.
આહારમાં દ્રવ્યરૂપ સર્વાત્મ પ્રદેશોથી, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ, =================K ૩૭૦ -KNEF==============