________________
“જે જિનેશ્વર દેવોએ કહ્યું છે એ જ સત્ય છે.” આ શ્રદ્ધાને સ્થિર કરવી જોઈએ. આનાથી આત્મ દર્શનનો લાભ અને અરિહંત દેવની ઓળખાણ સત્યરૂપે થશે.
કાંક્ષા મોહનીય કર્મ બંધાવાનું કારણ પ્રમાદ તથા યોગ છે. મુખ્ય કારણ પ્રમાદ છે. પ્રમાદ : મિથ્યાત્વ, અવિરતિ, કષાય. પ્રમાદનો ઉત્પાદક યોગ, યોગની ઉત્પત્તિ વીર્યથી છે. (વીર્ય = લેશ્યાવાળા જીવનો મન-વચન-કાયારૂપ સાધનવાળો આત્મ પ્રદેશના પરિસ્પંદન રૂપ વ્યાપાર). વીર્યનું ઉત્પાદક શરીર અને શરીરનું ઉત્પાદક જીવદળ.
હસવું સારું કે ખરાબ? સ્વાભાવિક હસવું શારીરિક દૃષ્ટિએ કદાચ સારું હોઈ શકે છે. પણ આધ્યાત્મિક દૃષ્ટિએ તો સારું નથી. કારણો : જ સંસારના અનેક કાર્યો લાભ અને હાનિ તથા રાગ અને દ્વેષથી સંકળાયેલા છે.
લાભ થતાં જીવ ભાવુક રીતે મલકાય છે. પાંચ લાખના ફાયદામાં કેસ મારા પક્ષમાં આવ્યો તેનું “અનુમોદન” મલકાયા માટે થયું અને આવું “અનુમોદન' થઈ જ જાય છે. વ્રતમાં અતિચાર ન લાગે તોયે હાનિ કે લાભના મલકાટ યા વ્યંગ આધ્યાત્મિક જીવનમાં ચંચળતા લાવે જ છે. આપણા શત્રુ પર હુમલો થયો છે જાણી “કાંટાથી કાંટો નીકળ્યો’ એ ન્યાયે હસ્યા વગર (વ્યંગ હોય છતાં) રહેવાતું નથી. કયારેક રાગવશ તો કયારેક દૈષવશ અને કયાંય કુતૂહલવશ હસીએ છીએ
ત્યારે અધ્યાત્મ અભડાય છે. જ હસવું અનિવાર્ય કે સ્વાભાવિક હોય તો પણ ચિત્તને ડહોળે છે. વિકથા કર્યા
વિના રહેતું નથી. ( સ્ત્રીકથા, દેશકથા, રાજકથા, ભકતકથા) જ હસવામાં ક્રૂરતા, વેરભાવ, વ્યંગ, મશ્કરી, નિર્દયતા, લુચ્ચાઈ, શત્રુનાશ વગેરે
માટેનો આનંદ લેશ્યાઓની ખરાબીથી થાય છે. =================K ૩૯૪ -KNEF==============