Book Title: Shrut Bhini Aankho ma Vij Chamke
Author(s): Vijay Doshi
Publisher: Satrang Media and Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 428
________________ કદી પણ શૂન્યમાંથી સર્જન થતું નથી અને સર્જનનું શૂન્યમાં વિસર્જન થતું નથી. આ ત્રિકાળબાધિત નિયમ છે. આત્મા શાશ્વત છે તેનો પુરાવો શું? દુનિયા આખી શાશ્વત છે. કોઈપણ વસ્તુનું અસ્તિત્ત્વ શૂન્યમાંથી છે જ નહીં એક પરમાણુને લાખ વૈજ્ઞાનિકો બાર મહિના મહેનત કરે તો પણ તેનું વિસર્જન શૂન્યમાં કરી શકે નહિં. આ અટલ-સનાતન સિદ્ધાંત છે, માટે આત્મા શાશ્વત છે. જીવ યોનિ ફકત ૮૪ લાખ જ કહી છે. તેનાં તમામ પેટા વિભાગો લઈએ તો પણ આંકડો અસંખ્યનો જ આવશે. પરંતુ કાળ તો અનંત છે, માટે એક યોનિમાં અનંતીવાર ગયા વગર છૂટકો જ નથી. જીવોનો આહાર નારકોનો આહાર : આભોગ નિવર્તિત - ઈચ્છાપૂર્વકનો આહાર. અનાભોગ નિવર્તિત - ઈચ્છા વિનાનું ભોજન. અચિત્ત આહાર કરનારાં નારકોને આભોગ નિવર્તિત આહાર અસંખ્ય સમયના અંતમુહૂર્ત પછી થાય. અનાભોગ નિવર્તિત આહાર નિરંતર હોય છે. આ ઈચ્છા વિનાનું ભોજન મોટા ભાગે અનંતપ્રદેશ, પરમાણુવાળા, નીલા વર્ણનાં દુર્ગધમય તીખા અને કડવા રસવાળા, સ્પર્શના ભારે, કર્કશ, ઠંડા અને રૂક્ષ હોય છે. પોતાની નજીક રહેલા યુગલોને આખા શરીરથી ખાય. જે પુગલો છે તેના અસંખ્યય ભાગે ખાય અને અનંતા ભાગનો માત્ર આસ્વાદ લે. ખાધેલા આહારને પરિણામે પાંચે ઈન્દ્રિયોમાં અનિષ્ટતા, અકાંતતા અને અમનોજ્ઞતા જ પરિણમે છે. દેવોનાં ભોગ્ય પુદ્ગલો વર્ણમાં પીળા અને સફેદ, સુગંધી, ખાટાં તથા મધુર રસવાળા, સ્પર્શે હલકાં, કોમળ, ચીકણા અને ઉષ્ણ હોય છે. અનાભોગ આહાર સદેવ (ઈચ્છા વગરનો આહાર). =================K ૩૯૮ -KNEF==============

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481