________________
܀
***
હતી. માલિશ વિધિમાં શતપાક તેલ અને સહસ્ત્રપાક તેલ, લીલા જેઠીમધનું ધાવણ અને વાળ ધોવામાં આંબળા વપરાતા. શ્રીમંતો સંખ્યામાં ઓછું પણ બહુમૂલ્ય આભૂષણ પહેરતાં. પુરુષોમાં અંગૂઠી પહે૨વાનો વિશેષ રિવાજ હતો. ભોજન બાદ મુખવાસની પ્રથા હતી. કન્યાના લગ્નમાં દહેજ અપાતું.
આત્મા અરૂપી છે. જ્ઞાનગુણની ઉપલબ્ધિ પણ અરૂપી દ્રવ્યમાં જ થાય. જડ પદાર્થ રૂપી હોય છે માટે જ્ઞાન તેમનો ગુણ હોઈ શકતો નથી.
સાધુનું મહાવ્રત રત્ન ખરીદવા બરાબર કહેવાતું. રત્ન આખું જ ખરીદવું પડે. શ્રાવકના વ્રત સોનું ખરીદવા બરાબર કહેવાયું છે. શક્તિ અનુસાર ખરીદો. અંતગડ સૂત્રના આધારે :
અણગાર-સાધુ ધર્મને સ્વીકારી જે મહાત્માઓ ચ૨મ શરીરી છે એ જ ભવમાં મોક્ષે જના૨ા છે અને અંતકાળે અંતઃમુર્હુતમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, ધર્મદેશના દીધા વિના જ મુક્તિ મેળવનારા, સંસારનો સંપૂર્ણ અંત કરનારા જીવો છે તે અંતકૃત કેવળી કહેવાય છે.
કૃષ્ણ વાસુદેવના જ પરિવારના ૫૧ ચરિત્રવાન વ્યકિતઓ અંતકૃત કેવળી પદને પામ્યા છે. તેમાં શ્રીકૃષ્ણના ૧૦ કાકા, ૨૫ ભાઈ, ૮ પત્ની, ૨ પુત્રવધૂ, ૩ ભત્રીજા, ૨ પુત્ર, ૧ પૌત્રનો સમાવેશ થયો છે. એ બધા મહાત્માઓ અરિષ્ટનેમિ ભગવાનના સમવસરણમાં આવી ધર્મશ્રવણ પામી, દીક્ષા ગ્રહણ કરી મુક્તિ પામ્યા હતાં.
શ્રી કૃષ્ણ વાસુદેવે ઉત્કૃષ્ટ રસ ભરેલી ધર્મદલાલી કરીને તીર્થંક૨ નામકર્મ નિકાચિત કર્યું હતું. તેઓ આવતી ચોવીસમાં ૧૨મા તીર્થંક૨ અમમનાથ થશે. ૫ માસ ૧૩ દિવસના ગાળામાં ૧૧૪૧ વ્યકિતઓની બેધડક હત્યા કરનારો (૯૭૮ પુરુષો + ૧૬૩ સ્ત્રીઓ) અર્જુનમાળી, સુદર્શન શેઠની શ્રદ્ધાના સુ-દર્શનથી પ્રભાવિત થઈ, અણગાર બન્યો. છઠ્ઠને પારણે છઠ્ઠ કરી, અદ્ભૂત સમતા, સહનશીલતા, ક્ષમાભાવના, ધૈર્ય આદિની પરાકાષ્ઠાને પામી, ફકત ૬ માસમાં, અષ્ટકર્મો ક્ષય કરી, ભગવાન મહાવીર પહેલાં જ મોક્ષ પામ્યો. ****************** 342 ******************