________________
જ પડે. માટે સંસારીએ મોક્ષે જવાનો માર્ગ લેવાનો છે. મીઠી ખંજવાળા રોગ છે, સુખ નથી.
દશા બદલવા દિશા બદલવી પડશે. ક્ષમા, આર્જવ, માદેવ, સત્ય, અહિંસા, તપ આદિ ગુણોનો અનુભવ આત્મામય છે. જેમ જેમ આત્માના ગુણો પ્રગટ થાય છે તેમ તેમ મોક્ષની આંશિક અનુભૂતિ થવી જોઈએ.
મોક્ષ કોને કહેશો? જ આત્માના મૂળભૂત સ્વભાવને પ્રગટ કરવો તેનું નામ મોક્ષ.
આત્માની સર્વ દુઃખરહિત, સર્વ પાપરહિત, સર્વ દોષરહિત અવસ્થા તે મોક્ષ. સર્વ ગુણોનું પ્રગટીકરણ તે મોક્ષ. વ્યવહારથી ૧૪ રાજલોકના ઉપરના છેડે સિદ્ધશીલા પર પહોંચવું તે મોક્ષ.
લક્ષ્ય મોક્ષનું મોક્ષના લક્ષ્ય સાથેની સાંસારિક ક્રિયા પણ દુર્ગતિ આપે નહીં મોક્ષ લક્ષ્ય વિનાની ધાર્મિક ક્રિયા સદ્ગતિની ગેરંટી આપી શકતી નથી. મોક્ષનું લક્ષ્ય તીવ્ર કક્ષાનું બનાવીએ તે લક્ષ્ય સમકિતની નિશાની છે. સમકિતની હાજરીમાં પરભવનું આયુષ્ય વૈમાનિક દેવલોકનું જ બંધાય.
૧૦ પ્રાણઃ પાંચ ઈન્દ્રિય + મનબળ, વચનબળ, કાયબળ + આયુષ્ય + શ્વાસોચ્છવાસ.
આ ૧૦ દ્રવ્યપ્રાણ છે. ભાવપ્રાણ દર્શન, જ્ઞાન, ચરિત્ર વગેરે છે. પ્રમત યોગે પ્રાણનો વિયોગ કરવો, કરાવવો, અનુમોદના કરવી તે હિંસા છે. માટે આત્મા મરતો નથી તો હિંસા ક્યાંથી થાય એવું વિચારવું નહીં.
પ્રમત્ત તું પ્રાણ પરોપાં હિંસા જીવો મરી ન જાય તેનો પૂર્ણ ઉપયોગ રાખવા પૂર્વક ક્રિયા કરવા છતાં કોઈ જીવ મરી જાય તેની હિંસાનું પાપ ન લાગે કારણ ત્યાં પ્રમાદ નથી. જીવ ન મરે તેની કાળજી ન હોય, પ્રમાદ હોય અને દોડા દોડ કરવા છતાં જીવ મર્યો નથી તોય હિંસાનું પાપ લાગે. =================^ ૨૨૮ -KNEF ============