________________
***
ચરમાવર્તકાળમાં પ્રવેશ થતાં હવે તેને ધર્મ, મોક્ષ તેની સાથે સંબંધ ધરાવતા પદાર્થો આદિ હૃદયથી ગમવા લાગે છે.
આવું અનુભવનારો જીવ ઉલ્લાસમાં આવી જવો જોઈએ. બસ, હવે તો છેલ્લું જ પુદ્ગલ પરાવર્ત બાકી. કેટલો બધો સંસાર કપાઈ ગયો. વધુ સાધના કરું, પુરુષાર્થ વધારી દઉં, જલદીથી મોક્ષે પહોંચું !
અર્ધ ચરમાવર્તકાળમાં પ્રવેશ થયો છે કે નહીં તે વ્યક્તિગત રીતે પોતાની જાતને તપાસવી પડે. બહારથી સાધુપણું દેખાય છતાં અંદરની હાલત જુદી હોઈ શકે એ જ પ્રમાણે બહારથી સંસારી દેખાય છતાં અંદરની હાલત જુદી વધુ પ્રશસ્ત હોઈ શકે. માટે જ No Judgement on others!
તેજપાળના પત્ની અનુપમા દેવી મહાવિદેહમાં જન્મીને, દીક્ષા લઈને, કેવળજ્ઞાની તરીકે વિચરી રહ્યાં છે. આયુ પૂર્ણ થતાં મોક્ષે જશે.
અનુપમાના ભવમાં દીક્ષા ના લીધી. પરિણતિ ઉત્કૃષ્ટ હતી તો બીજા જ ભવમાં મોક્ષ મેળવશે !
સંસારી શિષ્ય કુમારપાળનાં માત્ર ત્રણ જ ભવ કહ્યાં છે બધા માટે બધું શક્ય છે! બાહ્ય રીતે ગૃહસ્થપણામાં રહેલા કૂર્માપુત્ર, આંતરીક પણે ઊંચી કક્ષાને સ્પર્શીને કેવળજ્ઞાન પામ્યા. કેવળી તરીકે છ મહિના તેમણે માતા-પિતાની સેવા કરી, કારણ કેવળજ્ઞાનની ખબર ના પડી.
અચ૨માવર્તમાં સંસાર જ ગમે, મોક્ષ ના ગમે.
ચરમાવર્તમાં સંસાર પણ ગમે, મોક્ષ પણ ગમે.
અર્ધ ચ૨માવર્તમાં સંસાર ન જ ગમે, મોક્ષ જ ગમે. નવકા૨ ગણવા જ ગમે. પૈસા ગણે ખરા પણ ગણવા જેવા ના માને. ગુરુ મહારાજ જ ગમે, ઘરવાળી સાથે રહે તો પણ સાથે રહેવું સારું ન જ માને !
નિયતિ પાકી એટલે અવ્યવહાર રાશીમાંથી બહાર વ્યવહારમાં આવ્યો. કાળ ****************** 298 ******************