________________
વ્યાખ્યાઓ ૧. સ્વભાવ : જેનું અસ્તિત્વ ત્રિકાળ હોય, જેને બનાવી શકાય નહીં, જેને
મીટાવી શકાય નહીં, જે અનાદિ, અનંત, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ હોય તેને સ્વભાવ કહે છે. જે દ્રવ્યમાં જે લક્ષણરૂપ ભાવ તે તેનો સ્વભાવ. ગતિ સહાયકતા : ધર્માસ્તિકાયનો સ્વભાવ સ્થિતિ સહાયકતા : અધર્માસ્તિકાયનો સ્વભાવ અવગાહના દાયિત્વ : આકાશાસ્તિકાયનો સ્વભાવ પૂરણગલન, ગ્રહણગુણ : પુદગ્લાસ્તિકાયનો સ્વભાવ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ એ જીવાસ્તિકાયનો સ્વભાવ છે. કોઈપણ પદાર્થ અસ્તિત્ત્વરૂપે છે તેનો નિશ્ચિત સ્વભાવ અને તે અનુસરે તેનું નિશ્ચિત કાર્ય પણ છે.
આપણે જે છીએ તે આપણું અસ્તિત્ત્વ છે અને આપણે જેવા છીએ તે
આપણો સ્વભાવ છે. કાળઃ પાંચે અસ્તિકામાં થતી અર્થક્રિયા, જેને કાળ કહેવાય છે. જીવઅજીવના પર્યાયનું નામ જ કાળ. જ્યાં પર્યાયાંતરતા, રૂપરૂપાંતરતા, ક્ષેત્રાંતરતા, પરિવર્તન છે ત્યાં કાળ છે. સંસારી છદ્મસ્થ જીવોમાં કર્તા-ભોક્તાના ભાવો છે તે કાળ છે. દ્રવ્યની અવસ્થાતરનો ગાળો તે કાળ. જ્યાં જ્યાં ક્રમિક અવસ્થા છે ત્યાં કાળ છે.
માટે સંસારી જીવદ્રવ્યને કાળ ખરો, સિદ્ધ જીવદ્રવ્યને કાળ નહીં. ૩. કર્મઃ કર્મવર્ગણા (પુદ્ગલ) જ્યારે આત્મપ્રદેશ સાથે બદ્ધ સંબંધમાં આવે
ત્યારે કર્મરૂપે પરિણમે છે. જીવે આત્મપ્રદેશે જમા કરાવેલ પોતાની શુભાશુભ માનસિક, વાચિક અને કાયિક ક્રિયા તે કર્મ. જે જીવ અને
પુદ્ગલનું મિશ્રણ છે. ૪. પુરુષાર્થ : જેમાં ફેરફાર કરી શકાતો હોય એમાં ફેરફાર (ઉદ્યમ) કરવાની
ક્રિયાને પુરુષાર્થ કહે છે. સંજ્ઞા તથા બુદ્ધિ વાપરીને ઈષ્ટની પ્રાપ્તિ માટે =================K ૫૯ -KNEF==============
૨.
"