________________
****
૬. સ્થિરિકરણ : સામી વ્યક્તિને તમારી પ્રવૃત્તિ દ્વારા ધર્મ કે અધર્મમાં સ્થિર ક૨વા. અધર્મમાં સ્થિ૨ ક૨વાથી અનાચા૨ દોષ લાગે. ઉપબૃહણામાં પ્રશંસા, સમર્થન આવે, સ્થિરિકરણમાં વર્તન આવે. વર્તનમાં મૂકવું હંમેશાં વધુ કઠણ આચાર માગી લે છે. કોઈ જીવને સાચા ધર્મમાં સ્થિ૨ ક૨ો તેનું ફળ ભવોભવ મળે. સામાને સ્થિ૨ ક૨વા જે બને તે બધું જ કરવા પ્રયત્ન કરો. ‘કોશા'એ ‘સિંહગુફાવાસી’ મુનિનું આબેહૂબ સ્થિકિરણ કર્યું હતું.
શ્રદ્ધાને ધર્મ સમજ્યા પછી પણ ધારણ કરી રાખવી દુષ્કર છે. શ્રદ્ધા થયા બાદ એને નિઃશંક રાખવી વધુ દુષ્કર, એનાથી વધુ નિષ્કાંક્ષા દુષ્ક૨, એનાથી વધુ નિર્વિચિકિત્સા દુષ્ક૨ એનાથી વધુ અમૂઢ દ્રષ્ટિ પછી ઉપબૃહણા, પછી સ્થિરિકરણ, પછી વાત્સલ્ય અને સહુથી વધુ દુષ્કર પ્રભાવના દર્શનાચાર કહ્યાં છે. દર્શનગુણ-સમકિત પામવા માટે આ ૮ દર્શનાચાર અમોઘ સાધન છે.
૮ દર્શનાચાર યથાશક્તિ પાળવાનાં છે. છતી શક્તિએ ન પાળો તો દોષ લાગે જ. શક્તિ હોય તે માત્રા સુધી જ પાળો તો પણ ગુણ સ્ફૂરે જ.
* સ્થિરિક૨ણથી જ શાસન નક્કર બને છે. સંઘમાં જેટલું સ્થિરિક૨ણ તેટલી શાસનની દ્રઢતા વધારે!
૮ દર્શનાચા૨ની ધરી કઈ? ‘ગુણાનુરાગ’
* દર્શનગુણનું સ્વરૂપ : તત્ત્વ સંવેદનવાળું હોય. વૃત્તિ પણ સાચી અને વલણ પણ સાચું.
ધર્મ પ્રભાવનાનું દાન જાહે૨માં કરાય. ‘ગુપ્તદાન’ બધે જ ન હોય. મિલકત હોય, બધું દાનમાં ન આપી શકો ત્યારે ‘મમતા’ને વોસિરાવો. વસ્તુ નહીં મૂર્છા વોસિરાવવાની છે.
* વોસિરાવવું એટલે રાગ-દ્વેષનો છેડો ત્રણે યોગથી ફાડી નાખવો તે.
****************** & ******************