________________
અદભૂત ધ્યાનયોગભર્યું પ્રભુદર્શન
પ.પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. આત્માના ચીકણા મળને તોડવા ધ્યાનની કઠોર સાધના દર્શાવી છે. ધ્યાન જેવી કઠોર સાધના બીજી છે જ નહીં. ધ્યાન ઉપયોગની ધારાને સતેજ કરે છે. વિજળી જેવી તાકાત ધરાવે છે.
અનેકાનેક ઈન્દ્રિય વિષયોમાં ઉછળતું મન, ક્રોધાદિ કષાયોમાં રખડતું મન તત્ત્વમાં સહેજ પણ સ્થિર અને શાંત-સ્વસ્થ બનતું નથી ત્યાં સુધી એ મનને અંતિમ આત્માની સ્થિરતાના માર્ગે કેમ વાળવું? ૧. નવકાર મંત્રનો જાપ આ દિશામાં મહાઉપયોગી છે પરંતુ વરસોથી જાપ
કરતા રહ્યા છતાં મન ક્યાંનું ક્યાં ભાગે છે. બીજો કોઈ ઉપાય છે? હા.
શ્રી જિનેશ્વર ભગવાનનાં દર્શનનો યોગ અભૂત છે. અંશે અંશે મન સ્થિર, શાંત, સ્વસ્થ થવાનો એમાંથી અભ્યાસ મળી શકે તેમ છે. શાસ્ત્રીય વિધિસર જો દર્શન થાય તો એમાં અનેક તત્ત્વો એવાં છે કે જીવનાં વિષય-આકર્ષણ, વિષયોનો ઉન્માદ, કષાય ઉકળાટ અને માનસિક ચંચળતા ઓછી કરતા આવે. વિધિસર જિનદર્શનની પ્રક્રિયામાં અભૂત ધ્યાનયોગ સધાય છે, જેમાં એવા રસાયણો
ભરેલાં છે જે મનને પ્રસન્ન કરે છે. જિનદર્શનની પ્રક્રિયા વિધિસર શાસ્ત્રાનુસાર :
દહેરે જાવા મન કરે, ચઉત્થતણું ફળ હોય. ચઉત્થ=૪ અભક્ત–ઉપવાસ.
દહેરાસર જવાનું મન કરીએ ત્યાં જ ઉપવાસથી જે પાપક્ષય અને પુણ્ય ઉપાર્જનનો લાભ થાય, એ લાભ મળે.
શાસ્ત્ર એમ પણ કહે છે કે, એક નારકીનો જીવ ૧૦૦ ક્રોડ વરસ સુધી નરકની કારમી વેદનાઓ વેઠી જેટલા કર્મ ખપાવે એટલાં કર્મનો નાશ એક ઉપવાસથી થાય.